America
Spread the love

અમેરિકાના (America) હુમલાનો ઈરાને (Iran) પ્રત્યુત્તર આપતા પશ્ચિમ એશિયામાં (Middle East) તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા (America) દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં ઈરાનની (Iran) ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) એ મોટો દાવો કર્યો છે. ઈરાન (Iran) અનુસાર, તેણે કુવૈત (Kuwait) અને બહેરીનમાં (Bahrain) અમેરિકી સેના (American Army) સાથે જોડાયેલા 18 જેટલા મહત્વના સૈન્ય મથકોને (US Military Sites) નિશાન બનાવ્યા છે. આ સાથે જ ઈરાને (Iran) વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ તેલ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરીને તમામ જહાજોને આ વિસ્તારથી દૂર રહેવા ચેતવણી આપી છે.

કુવૈત અને બહેરીનના એરબેઝ પર હુમલાનો દાવો

ઈરાનની (Iran) ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ જવાબી સૈન્ય કાર્યવાહી અંતર્ગત કુવૈતમાં (Kuwait) આવેલા ‘અલી અલ-સલેમ’ (Ali Al Salem Air Base) અને ‘અહમદ અલ-જાબેર’ એરબેઝ (Ahmad al-Jaber Air Base) તેમજ બહેરીનના (Bahrain) ‘શેખ ઈસા’ એરબેઝ (Sheikh Isa Air Base) સહિત કુલ 18 અમેરિકી સૈન્ય પ્રતિષ્ઠાનો (US Military Sites) પર હુમલા કરવામાં આવ્યા છે. ઈરાની સેનાના (IRGC) જણાવ્યા અનુસાર, અમેરિકાએ (America) ઈરાનની (Iran) સરહદની અંદર જે હુમલા કર્યા હતા, આ તેના બદલામાં કરવામાં આવેલી કાર્યવાહી છે.

અમેરિકાએ (America) ઈરાન પર કર્યા હવાઈ હુમલા

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા સતત બીજા દિવસે ઈરાનની (Iran) અંદર અલગ-અલગ સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકાએ આ હુમલાઓને “આત્મરક્ષામાં કરવામાં આવેલી કાર્યવાહી” ગણાવી છે. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, આ હુમલા દરમિયાન દેશના દક્ષિણ ભાગો અને પશ્ચિમ તેહરાનમાં (Tehran) જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા, જેના કારણે ઘણા વિસ્તારોમાં એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) પણ સક્રિય કરવામાં આવી હતી.

‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ, બે જહાજોને નિશાન બનાવાયા

અમેરિકી હુમલા (American Attack) બાદ ઈરાનના (Iran)સર્વોચ્ચ સૈન્ય નેતૃત્વએ તાત્કાલિક અસરથી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને (Strait Of Hormuz) સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ વૈશ્વિક તેલ પુરવઠા માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે, જ્યાંથી દુનિયાભરના ક્રૂડ ઓઈલનો (Crude Oil) મોટો હિસ્સો પસાર થાય છે. ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) એ દાવો કર્યો છે કે તેમના દળોએ બંધ કરાયેલા આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજોને પણ નિશાન બનાવ્યા છે.

“અમેરિકા માટે આ ક્ષેત્રને જહન્નમ બનાવી દઈશું”

ઈરાનની (Iran) સમાચાર એજન્સી ‘તસ્નીમ’ના (Tasnim) અહેવાલ મુજબ, IRGC ની એરોસ્પેસ ફોર્સના (Aerospace Force) વડા મેજર જનરલ (Major General) માજિદ મૌસવીએ (Majid Mousavi) અમેરિકાને (America) અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે: “શું તમે પવિત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝને (Strait Of Hormuz) અસુરક્ષિત બનાવી રહ્યા છો? અમે આખા ઈરાન (Iran) તરફથી આ ક્ષેત્રને તમારા માટે જહન્નમ (નરક) બનાવી દઈશું. આ વિસ્તારમાં અમેરિકનોની (America) આ દુસાહસિક કાર્યવાહીનો જડબાતોડ જવાબ ચોક્કસ આપવામાં આવશે.”

આ સીધા સૈન્ય સંઘર્ષ અને તેલ માર્ગ બંધ થવાના કારણે હવે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની (Crude Oil) કિંમતો ભડકવાની અને યુદ્ધ (War) વધુ વકરવાની આશંકા સેવાઈ રહી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *