સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન (Prime Minister) જવાહરલાલ નેહરુએ (Jawaharlal Nehru) સતત ત્રણ લોકસભા ચૂંટણી જીતીને કોંગ્રેસનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ સતત ત્રીજી વખત વડાપ્રધાન (Prime Minister) બનીને ભારતીય રાજકારણમાં (Indian Politics) એક નવી રાજકીય ગાથા લખી રહ્યા છે. ભાજપને (BJP) રાષ્ટ્રીય સ્તરે પૂર્ણ બહુમતી (Majority) અપાવવાથી લઈને તેને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી (World’s Largest Party) બનાવવામાં તેમની ભૂમિકા અંગે ચર્ચા થઈ રહી છે.

નેહરુ (Nehru) અને મોદી વચ્ચેની તુલના
પંડિત જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Nehru) સ્વતંત્રતા આંદોલનના (Freedom Movement) અગ્રણી નેતા હતા. નેહરુ (Nehru) સ્વતંત્રતા પહેલાંથી જ સત્તાના કેન્દ્રમાં હતા અને 1951-52ની પ્રથમ લોકસભા ચૂંટણી સમયે પંડિત જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Nehru) વડાપ્રધાન તરીકે કાર્યરત હતા. નેહરુની (Nehru) આગેવાની હેઠળ કોંગ્રેસે (Congress) સતત ત્રણ ચૂંટણી જીતીને કેન્દ્રથી લઈને રાજ્યો સુધી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.

બીજી તરફ, નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 2014માં રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે ભાજપ (BJP) કેન્દ્રમાં ક્યારેય પોતાના બળે પૂર્ણ બહુમતી મેળવી શકી નહોતી. 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Election) પક્ષને નિરાશાજનક પરિણામો મળ્યા હતા. તે સમયગાળા દરમિયાન ભાજપ (BJP) રાજકીય રીતે પડકારજનક સ્થિતિમાં હતો.
સંઘર્ષથી શિખર સુધી
સામાન્ય પરિવારથી આવનારા નરેન્દ્ર મોદીનું (Narendra Modi) રાજકીય જીવન લાંબા સંઘર્ષથી ભરેલું રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (Rashtriya Swayamsevak Sangh RSS) સ્વયંસેવક (Swayamsevak) તરીકે શરૂઆત કર્યા બાદ તેઓ ભાજપમાં (BJP) સામાન્ય કાર્યકર તરીકે જોડાયા અને પોતાની કાર્યક્ષમતા તથા સંગઠન કૌશલ્યના બળે આગળ વધ્યા.

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (Chief Minister) તરીકે કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યમાં ભાજપનું (BJP) મજબૂત સંગઠન ઊભું કર્યું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે તેમની લોકપ્રિયતા વધી અને 2013માં ભાજપે (BJP) તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ ધપાવ્યા.
2014માં મોદીના નેતૃત્વમાં ભાજપની ઐતિહાસિક જીત
2014ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Election) નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વ હેઠળ ભાજપે (BJP) ઐતિહાસિક સફળતા મેળવી. 2009માં 116 બેઠકો ધરાવતી પાર્ટી 282 બેઠકો સુધી પહોંચી. સાથે જ મતશેર પણ નોંધપાત્ર રીતે વધ્યો.

ભારતીય જનસંઘ (Bharatiya Jana Sangh) અને ત્યારબાદ ભાજપની (BJP) લાંબી રાજકીય યાત્રામાં આ પ્રથમ વખત હતું કે પક્ષે પોતાના બળે કેન્દ્રમાં પૂર્ણ બહુમતી મેળવી. આ જીતે 25 વર્ષથી ચાલતી ગઠબંધન યુગની રાજનીતિમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર લાવ્યો.
2019માં ભાજપનો જનાધાર થયો વધુ મજબૂત
2019ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Election) ભાજપે (BJP) વધુ મોટી જીત મેળવી અને 303 બેઠકો સાથે ફરી સત્તામાં આવી. પક્ષનો મતશેર (Vote Share) પણ વધીને 37 ટકાથી વધુ થયો. આ સમયગાળા દરમિયાન મોદી (Modi) ભાજપનો (BJP) એક સમયે નેહરુ (Nehru) કોંગ્રેસ (Congress) માટે હતા તેના કરતા વધારે તેના કરતા મોટો ચૂંટણી ચહેરો બની ગયા.

રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપે (BJP) “ડબલ એન્જિન સરકાર”ના (Double Engine Sarkar) સૂત્ર સાથે સફળતા મેળવી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) જેવા મોટા રાજ્યમાં ભાજપે (BjP) સતત બે વખત સરકાર બનાવી, જે રાજ્યના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી.
2024 માં અને બાદ પણ યથાવત પ્રભાવ
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની (BJP) બેઠકોમાં ઘટાડો થયો અને પાર્ટી 240 બેઠકો સુધી સીમિત રહી. તેમ છતાં એનડીએના (NDA) સહયોગીઓ સાથે નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ત્રીજી વખત સરકાર બનાવી.
ચૂંટણી પછી મહારાષ્ટ્ર (Maharashtra), હરિયાણા Haryana), દિલ્હી (Delhi), બિહાર (Bihar) અને પશ્ચિમ બંગાળ (West Bengal) જેવા રાજ્યોમાં મળેલી સફળતાઓએ ફરીથી ભાજપના (BJP) રાજકીય પ્રભાવને મજબૂત બનાવ્યો હોવાનું સમર્થકો માને છે.

ભાજપનો વિસ્તરતો પ્રભાવ
2014માં ભાજપની (BJP) પોતાની સરકાર માત્ર પાંચ રાજ્યોમાં હતી, જ્યારે 2026 સુધીમાં ભાજપ (BJP) અથવા એનડીએની (NDA) સરકારો દેશના મોટા ભાગના વિસ્તારોમાં સત્તામાં છે. હરિયાણા (Haryana), મહારાષ્ટ્ર Maharashtra), આસામ (Assam), અરુણાચલ પ્રદેશ Arunachal Pradesh), ત્રિપુરા (Tripura), ઓડિશા (Odisha) અને અન્ય અનેક રાજ્યોમાં પાર્ટીએ પોતાની હાજરી મજબૂત બનાવી છે.
સંગઠન અને ચૂંટણી વ્યવસ્થાપનની નવી શૈલી
રાજકીય વિશ્લેષકોના મતે નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં ભાજપે (BJP) માત્ર નવા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ સામાજિક (Social) અને ભૌગોલિક રીતે પણ પોતાનો આધાર વિસ્તરાવ્યો છે. પરંપરાગત શહેરી (Urban) અને ઉચ્ચ વર્ગીય આધારથી આગળ વધી પક્ષે ગ્રામ્ય વિસ્તારો (Rural Area), પછાત વર્ગો (Backward Class) અને દલિત સમાજમાં (Dalit) પણ પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કર્યો છે.

પક્ષને (Party) સતત ચૂંટણી મોડમાં (Election Mode) રાખવાની વ્યૂહરચના, સંગઠનને સક્રિય રાખવાની ક્ષમતા અને નવા નેતાઓને તક આપવાની નીતિને ભાજપના (BJP) વિસ્તરણના મુખ્ય કારણો તરીકે જોવામાં આવે છે.
ભારતીય રાજકારણમાં નવી રાજકીય ગાથા
સમર્થકોના મત મુજબ નરેન્દ્ર મોદીએ (Narendra Modi ભાજપને (BJP) એક નવી ઓળખ આપી છે અને ભારતીય રાજકારણમાં (Indian Politics) નવા રાજકીય માપદંડો સ્થાપિત કર્યા છે. બીજી તરફ વિપક્ષ (Opposition) તેમના રાજકીય મોડલ અને નીતિઓની ટીકા પણ કરે છે. તેમ છતાં, પંડિત જવાહરલાલ નેહરુની (Pandit Jawaharlal Nehru) જેમ સતત ત્રણ વખત વડાપ્રધાન (Prime Minister) તરીકે ચૂંટાઈ આવવું અને ભાજપને (BJP) રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવું ભારતીય રાજકારણની એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે.
64 साल बाद, मोदी का महारिकॉर्ड! PM मोदी कैसे तोड़ेंगे नेहरू का रिकॉर्ड ?@VidyaNathJha के साथ देखिए, नेहरू का रिकॉर्ड तोड़ेंगे मोदी !#NewsKiPathshala #PMModi #NarendraModi #BJP #JawaharlalNehru pic.twitter.com/oxSqeG3ik5
— Times Now Navbharat (@TNNavbharat) June 8, 2026

[…] જવાહરલાલ નેહરુના (Jawaharlal Nehru) સમયમાં (Nehru Era) ભારતને એક નવા અને આશાસ્પદ લોકશાહી દેશ (Democratic Country) તરીકે જોવામાં આવતું હતું. આજે, મોદી યુગમાં (Modi Era) ભારતને આત્મવિશ્વાસી (Confident), વ્યૂહાત્મક (Strategic) અને ઝડપથી વિકસતી શક્તિ (Fast Growing Power) તરીકે જોવામાં આવે છે. […]