LPG
Spread the love

19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી (Commercial LPG) સિલિન્ડરના ભાવમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) વધારો કર્યો છે. જૂન (June) મહિનાની શરૂઆતથી સામાન્ય જનતાને રાહત મળી અને વ્યવસાયોને ઝટકો લાગ્યો.

1લી જૂનથી (June) દેશભરમાં કોમર્શિયલ એલપીજી (Commercial LPG) સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના (Commercial Gas Cylinder) ભાવમાં ₹42 સુધીનો વધારો કર્યો છે. આ ભાવ વધારાથી રેસ્ટોરન્ટ (Restaurant) , હોટલ (Hotel), કેટરિંગ (Catering) સંસ્થાઓ અને અન્ય કોમર્શિયલ સંસ્થાઓ (Commercial) પર અસર પડી શકે છે જે તેમના દૈનિક કામકાજ માટે એલપીજી પર આધાર રાખે છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે.

કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરના ભાવમાં વધારો

નવી કિંમતો બાદ, દિલ્હીમાં (Delhi) 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની (Commercial Gas Cylinder) કિંમત 42 રૂપિયા વધીને 3,113.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં (Mumbai) આ કિંમત 3,067 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં (Kolkata) આ કિંમત 53.50 રૂપિયા વધીને 3.255.50 રૂપિયા થઈ ગઈ છે અને ચેન્નાઈમાં (Chennai) આ કિંમત 3,283 રૂપિયા થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઘરેલુ ગેસની કિંમત દિલ્હીમાં (Delhi) ₹913, મુંબઈમાં (Mumbai) ₹912, કોલકાતામાં (Kolkata) ₹939 અને ચેન્નાઈમાં (Chennai) ₹928.50 પર સ્થિર છે.

મધ્ય પૂર્વમાં (Middle East) ચાલી રહેલા તણાવ અને યુદ્ધની (War) અસર વૈશ્વિક ઉર્જા બજાર પર પડી રહી છે. ભારત તેની ઉર્જા જરૂરિયાતોનો નોંધપાત્ર હિસ્સો ગલ્ફ દેશોમાંથી (Gulf Countries) આયાત (Import) કરે છે. પુરવઠામાં આ વિક્ષેપને કારણે ઇંધણના ભાવ પર દબાણ વધ્યું છે. ભારતનું લગભગ 40 ટકા ક્રૂડ ઓઇલ (Crude Oil), 65 ટકા કુદરતી ગેસ (Natural Gas) અને 90 ટકા એલપીજી (LPG) ગલ્ફ દેશોમાંથી (Gulf Countries) આયાત (Import) કરવામાં આવે છે.

મધ્ય પૂર્વમાં તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે, ઇંધણ અને LPGની સતત અછત છે. આ જ કારણ છે કે 19 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ સતત વધી રહ્યો છે. ચાલુ વર્ષમાં આ સતત સાતમી વધારો છે. ઉલ્લેખનીય છે કે, છ મહિનામાં 19 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ 97% વધ્યો છે.

ભારતમાં ગેસ સિલિન્ડરના (Gas Cylinder) ભાવ સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે સુધારવામાં આવે છે. આ ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના (Crude Oil) ભાવ, ડોલર-રૂપિયાના વિનિમય દર, પરિવહન ખર્ચ અને સરકારી નીતિઓથી પ્રભાવિત થાય છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *