Indian Army
Spread the love

ભારતીય સેનાનું (Indian Army) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ મેગા આધુનિકીકરણ (Mega Modernization) આરંભ થયું છે. 4,25,000 નવી કાર્બાઈન્સ (Carbines) , દરેક બટાલિયનમાં ડ્રોન એક્સ્પર્ટ (Drone Experts) અને 25 ભૈરવ કમાન્ડો યુનિટ (Bhairav Commando Unit) બનાવવામાં આવશે. ભારતીય સેનાને (Indian Army) 21મી સદી માટે એક સ્માર્ટ ફોર્સ (Smart Force) બનાવવાની આ યોજના છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

ભારતીય સેનાએ (Indian Army) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી તેના લડાયક માળખામાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર આરંભ કર્યો છે. સેનાએ જાહેરાત કરી છે કે દરેક ઈન્ફન્ટ્રી બટાલિયનમાં (Infantry Battalion) ડ્રોન નિષ્ણાતો (Drone Expert) અને નવા ‘ભૈરવ’ કમાન્ડો યુનિટ (Bhairav Commando Unit) તૈનાત કરવા સાથે 4.25 લાખ નવી અત્યાધુનિક કાર્બાઈન્સનો (Carbines) સમાવેશ કરવામાં આવશે. આ મોટા સુધારાનો ઉદ્દેશ્ય ભારતીય સેનાને (Indian Army) 21મી સદીના હાઈ-ટેક (High Tech), સ્માર્ટ (Smart) અને રેપિડ એક્શન ફોર્સમાં (Rapid Action Force) પરિવર્તિત કરવાનો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈન્ફન્ટ્રી દિવસ (Infantry Day) (27 ઓક્ટોબર) પૂર્વે આર્મી ડાયરેક્ટર જનરલ ઓફ ઈન્ફન્ટ્રી, લેફ્ટનન્ટ જનરલ અજય કુમારે જણાવ્યું હતું કે બે ભારતીય કંપનીઓ, ભારત ફોર્જ (Bharat Forge) અને પીએલઆર-અદાણી (PLR-Adani) ને 2,770 કરોડ રૂપિયાના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ કાર્બાઇન્સમાંથી (Carbines) 60% ભારત ફોર્જ (Bharat Forge), જ્યારે બાકીના 40% PLR-અદાણી (PLR-Adani)પૂરા પાડશે. આ શસ્ત્રો એક વર્ષની અંદર સેનાને મળી જશે. પ્રથમ બેચની તાલીમ 30 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરાશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

દરેક સૈનિકના હાથમાં હશે નવી કાર્બાઈન

સેનાની (Indian Army) નવી યોજના હેઠળ, દરેક ઈન્ફન્ટ્રી બટાલિયનને (Infantry Battalion) અત્યાધુનિક કાર્બાઈન્સથી (Carbines) સજ્જ કરવામાં આવી રહી છે. લેફ્ટનન્ટ જનરલ કુમારના મતે, ટેકનોલોજીકલ પ્રગતિએ આ શસ્ત્રોની જરૂરિયાતમાં વધુ વધારો કર્યો છે. આ કાર્બાઈન્સ (Carbines) માત્ર હળવી અને સટીક નથી, પરંતુ નજીકની લડાઈમાં (Close Combat) પણ અત્યંત ઘાતક સાબિત થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

25 ‘ભૈરવ’ કમાન્ડો બટાલિયનની રચના કરવામાં આવશે

ભારતીય સેના (Indian Army) 25 નવી “ભૈરવ” કમાન્ડો બટાલિયન (Bhairav Commando Battalion) બનાવી રહી છે. આમાં કુલ 5,000 વધારાના સૈનિકોનો સમાવેશ થશે. દરેક બટાલિયનમાં 200 ખાસ કમાન્ડો હશે જે દુશ્મનની સીમામાં ઘુસીને મિશન હાથ ધરવા સક્ષમ હશે. આ એકમો ઈન્ફન્ટ્રી (Infantry), આર્ટીલરી (Artillery), સ્પેશ્યલ ફોર્સિસ (Special Forces), સિગ્નલ્સ (Signals) અને ડ્રોન યુનિટ્સને (Drone Units) જોડીને મલ્ટી-ડોમેન (Multi-Domain) કામગીરી કરશે. આ યુનિટ્સનું કમાન્ડિંગ કોર્પ્સ કમાન્ડર સ્તરે થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

દરેક બટાલિયનમાં ડ્રોન પ્લાટૂન ‘અશ્નિ’

આર્મીની (Indian Army) 380 ઈન્ફન્ટ્રી બટાલિયનોમાં (Infantry Battalion) ડ્રોન પ્લાટૂન (Drone Platoon) હવે બનાવવામાં આવી છે જે “અશ્નિ” (Ashni) તરીકે ઓળખાશે. દરેક પ્લાટૂનમાં આશરે 25 સૈનિકો હશે જે દેખરેખ, કોમ્બેટ, સપ્લાય અને કામિકાઝે (સ્વ-વિસ્ફોટ) મિશન માટે ડ્રોન ઓપરેટ કરશે. સેના “ઈગલ ઈન ધ આર્મ” (Eagle in the Arm) નામના નવા અભિગમ હેઠળ દરેક સૈનિકને ડ્રોન ઓપરેશનની (Drone Operation) તાલીમ આપવાની યોજના ધરાવે છે. આ માટે, દેહરાદૂન (Dehradun) સ્થિત ભારતીય લશ્કરી એકેડેમી (Indian Military Academy), ઈન્ફન્ટ્રી સ્કૂલ (Infantry School) (મઉ), અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (Officers Training Academy) (ચેન્નાઈ Chennai) ખાતે ડ્રોન તાલીમ કેન્દ્રો (Drone Training Center) સ્થાપિત કરવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતીય સેના (Indian Army) બનશે ભવિષ્યની ‘સ્માર્ટ વોરફેર ફોર્સ’

ભારતીય સેનાએ (Indian Army) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) (7-10 મે) માં ડ્રોનની (Drone) નિર્ણાયક ભૂમિકા બાદ ડ્રોનને (Drone) તેની મુખ્ય વ્યૂહરચનામાં સામેલ કર્યા છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ (Upendra Dwivedi) અગાઉ જાહેરાત કરી છે કે દરેક ઈન્ફન્ટ્રી યુનિટમાં (Infantry Units) ડ્રોન પ્લાટૂન (Drone Platoon) હશે. આ પુનર્ગઠન 2023 થી તબક્કાવાર રીતે ચાલી રહ્યું છે અને તેનો ઉદ્દેશ્ય સેનાને 21મી સદીના ‘સ્માર્ટ વોરફેર ફોર્સ’માં (Smart Warfare Force) પરિવર્તિત કરવાનો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *