સ્ટીલ્થ ડ્રોન બોમ્બર (Stealth Drone Bomber) આ ચીનનું (China) નવું ઘાતક હવાઈ હથિયાર માનવામાં આવી રહ્યું છે. GJ-X નામનું આ સ્ટીલ્થ ડ્રોન બોમ્બર (Stealth Drone Bomber) તાજેતરમાં જ પહેલી વાર ઉડતું જોવા મળ્યું હતું. આ વિશાળ, માનવરહિત ડ્રોનને (Unmanned Drone) આગામી પેઢીના બોમ્બર (NextGen Bomber) માનવામાં આવી રહ્યું છે. લગભગ 42 મીટરની લાંબી પાંખો સાથે, તે અમેરિકન B-21 રાઈડર જેવું લાગે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

ચીનનું આગામી પેઢીનું બોમ્બર નવું સ્ટીલ્થ ડ્રોન (Stealth Drone)
ચીનનું (China) નવું સ્ટીલ્થ ડ્રોન (Stealth Drone), GJ-X, પહેલી વાર હવામાં ઉડતું જોવા મળ્યું છે. આ સ્ટીલ્થ ડ્રોન બોમ્બરને (Stealth Drone Bomber) રક્ષા નિષ્ણાતો આગામી પેઢીનું બોમ્બર (NextGen Bomber) માની રહ્યા છે. આ ડ્રોન (Drone) પાઇલટ વિના ઉડે છે અને ખૂબ જ મોટું છે. 19 ઓક્ટોબરથી ચીની સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યા છે. આ ડ્રોનને (Drone) ક્રેન્ક્ડ કાઈટ (Cranked Kite) નામની ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ એ જ ડ્રોન (Drone) હોવાનું માનવામાં આવે છે જે ઓગસ્ટ 2025 માં શિનજિયાંગ પ્રાંતના (Xinjiang Province) માલાન એરબેઝ (Malan Air Base) પર સેટેલાઈટ ફોટોમાં જોવા મળ્યું હતું. તેની પાંખોનો ફેલાવો અમેરિકાના (America) નવા સ્ટીલ્થ બોમ્બર (Stealth Bomber), B-21 રાઈડર (B-21 Rider) જેટલો જ આશરે 42 મીટર છે. B-21 એ અમેરિકાનું (America) નવું પરમાણુ બોમ્બર વિમાન છે, જે પરંપરાગત અને પરમાણુ બંને પ્રકારના હુમલા કરવા માટે સક્ષમ છે. GJ-X નું કદ અને ડિઝાઈન જોઈને નિષ્ણાતો માને છે કે તે પાઈલટ વિના પણ B-21 રાઈડર (B-21 Rider) જેવા જ પરાક્રમો કરી શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

ચીને સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું
ચીને (China) આ નવા સ્ટીલ્થ ડ્રોન બોમ્બર (Stealth Drone Bomber) GJ-X નો હજુ સુધી સત્તાવાર રીતે હેતુ જણાવ્યો નથી, કેટલાક લશ્કરી નિષ્ણાતો સૂચવે છે કે તે દુશ્મનો પર હુમલો કરવા માટે નિર્માણ કરવામાં આવેલું એક માનવરહિત લડાયક હવાઈ વાહન (UCAV) છે. કેટલાક અન્ય નિષ્ણાતોનું માનવું છે કે સ્ટીલ્થ ડ્રોન (Stealth Drone) GJ-X એક મધ્યમ અંતરનું બોમ્બર ડ્રોન (Bomber Drone) હોઈ શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચીનના એક ટીવી વિવેચકે આ સ્ટીલ્થ ડ્રોન (Stealth Drone) GJ-Xને મધ્યમ અંતરના વ્યૂહાત્મક બોમ્બર (Bomber) તરીકે વર્ણવતા કહ્યું કે ચીનના (China) આગામી મોટા બોમ્બર, H-20 ના આવે ત્યાં સુધી આ ડ્રોન તે ખાલી જગ્યા ભરવાનું કામ કરશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની અરટ્ટાઈ ચેનલ ફોલો કરો

શું છે સ્ટીલ્થ ડ્રોન (Stealth Drone) GJ-X ની વિશેષતાઓ
આ ટ્વીન એન્જિનવાળા સ્ટીલ્થ ડ્રોન (Stealth Drone) GJ-Xમાં સ્પ્લિટ રડર્સ છે, જે તેને ફ્લાઈટ કંટ્રોલમાં સહાય કરે છે. પાછળના ભાગમાં એક નાનો ઉભાર દેખાય છે, જે તેની અનોખી ટેકનોલોજી દર્શાવે છે. સ્ટીલ્થ ડ્રોન (Stealth Drone) GJ-Xની ડિઝાઈન 2024 માં એર શોમાં પ્રદર્શિત કરવામાં આવેલા બીજા ચીની ડ્રોન (Chinese Drone), CH-7 (Caihong-7) જેવી જ છે. CH-7 (Caihong-7) ની પાંખો 27.3 મીટર લાંબાઈ ધરાવે છે અને તે 8 ટનનો પેલોડ વહન કરી શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
🚨BREAKING: China is testing a large unmanned stealth bomber, likely the GJ-X UCAV, with a reported wingspan of over 42 meters.
— Global Watch (@Global_Watch24) October 20, 2025
A major step in Beijing’s drone and stealth capabilities. pic.twitter.com/L0DRuTrxrh
ચીને (China) તાજેતરમાં બેઈજિંગમાં (Beijing) એક લશ્કરી પરેડમાં સાત નવા ડ્રોનનું (Drone) પ્રદર્શન કર્યું હતું, જેમાં ડ્રોન વિંગમેન (Drone Wingman), એર સુપિરિયરી ડ્રોન (Air Superiority Drone) અને કેરિયર-આધારિત હેલિકોપ્ટર ડ્રોનનો (Helicopter Drone) સમાવેશ થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
