બિહારના (Bihar) આ વીડિયોમાં (Video) સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાર ગુનેગારો એક યુવાન સામે પિસ્તોલ (Pistol) તાકી રહ્યા છે, પછી તેની છાતીમાં એક પછી એક ચાર ગોળીઓ ધરબી રહ્યા છે. પોલીસ (Police) આ મામલાની તપાસ કરી રહી છે.

બિહારમાં (Bihar) ગુનેગારોની ખુલેલી હિંમતનું બિહામણુ ઉદાહરણ સામે આવ્યું છે. ચાર ગુનેગારોએ (Criminals) ધોળા દિવસે એક યુવાનની ગોળી મારીને હત્યા કરી નાખી હોવાનો વિડીઓ (Video) સામે આવ્યો છે. વીડિયોમાં (Video) સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગોળી વાગ્યા પછી, યુવક નીચે પડી જાય છે, ત્યારબાદ ગુનેગાર (Criminal) તેના શરીરમાં એક પછી એક ત્રણ વધુ ગોળીઓ ધરબી દે છે. આ ઘટનામાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બિહારના (Bihar) ગયાના બૈરાગી મોહલ્લાની ઘટના
આ ઘટના બિહારના (Bihar) ગયાજી (Gaya) કોતવાલી પોલીસ સ્ટેશન (Kotwali Police Station) વિસ્તારના બૈરાગી મોહલ્લામાં બની હતી, જ્યાં ગુનેગારોએ એક યુવાનની ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી. બિહારમાં (Bihar) ગુનેગારોની હિંમત અને કાયદો વ્યવસ્થાના (Law and Order) ધજાગરા ઉડાવતી આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જે હત્યાના લાઈવ સીસીટીવી ફૂટેજ (CCTV Footage) હવે સામે આવ્યા છે.

બૈરારી મોહલ્લાના રહેવાસી સુભબ કુમારની હત્યા
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકની ઓળખ 19 વર્ષીય સુભબ કુમાર તરીકે થઈ હતી, જે બૈરાગી મોહલ્લાના રહેવાસી ઉપેન્દ્ર પાસવાનનો પુત્ર હતો. એવું કહેવામાં આવ્યું હતું કે સુભબ કુમાર કોઈ કામ માટે ઘરની બહાર આવ્યો હતો ત્યારે પહેલેથી જ રાહ જોઈ રહેલા ગુનેગારોએ તેને નજીકથી ગોળી મારી દીધી.
યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના પિતા ઉપેન્દ્ર પાસવાનનો છેલ્લા પાંચ વર્ષથી પડોશમાં રહેતા એક યુવાન સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે જૂના વિવાદને કારણે કોઈ ગુનેગાર પાસે હત્યાનું કાવતરુ કરીને તેમના પુત્રની હત્યા કરી દેવામાં આવી છે.

પોલીસે કહ્યું – તપાસ ચાલુ, દરેક એંગલથી તપાસ ચાલી રહી છે
ઘટનાની માહિતી મળતાં, કોતવાલી પોલીસ સ્ટેશન (Kotwali Police Station) ઘટનાસ્થળે પહોંચી ગયું. મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં (Narayan Magadh Medical Hospital) મોકલી આપવામાં આવ્યો. શહેરના પોલીસ અધિક્ષક રામાનંદ કુમાર કૌશલે જણાવ્યું હતું કે ઘટના બાદ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની (CCTV Footage) તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
गया में दिनदहाड़े अपराधियों ने गोली मारकर की हत्या, लाइव मर्डर का सीसीटीवी फुटेज आया सामने pic.twitter.com/Rs9KqtgXXz
— ajitkumar@journalist (@ajitgaya9934) October 20, 2025
પરિવાર દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. દરેક પાસાની તપાસ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.
