Bihar Election 2025: રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ બિહાર ચૂંટણી 2025 માટે 143 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 18 લઘુમતી અને 24 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
બિહાર વિધાનસભા ચૂંટણીનો માહૌલ ગરમાતો જઈ રહ્યો છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ 2025 માં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુલ 143 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. તેજસ્વી યાદવના (Tejshwi Yadav) નેતૃત્વમાં જાહેર કરવામાં આવેલી આ યાદીમાં યુવાનો, મહિલાઓ અને લઘુમતીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. આરજેડીએ (RJD) મહુઆથી મુકેશ રોશનને ઉમેદવાર બનાવ્યા છે, જે તેજ પ્રતાપ યાદવ સામે ચૂંટણી લડશે.

આરજેડીની (RJD) યાદીમાં લઘુમતી, મહિલાઓનો પ્રાથમિકતા
આરજેડીએ (RJD) આ વખતે 18 લઘુમતી ઉમેદવારો અને 24 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. પાર્ટીએ આને સામાજિક સંવાદિતા અને પ્રતિનિધિત્વનું પ્રતીક ગણાવ્યું છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ ફરી એકવાર તેમનો પરંપરાગત ગઢ માનવામાં આવતી રાઘોપુર બેઠક પરથી ચૂંટણી લડશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આરજેડીની (RJD) યાદીમાં ઘણા મોટા અને ચર્ચિત નામોનો સમાવેશ
આરજેડીની યાદીમાં મોટા માથા અને ચર્ચિત ઘણા નામો જોવા મળી રહ્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જય પ્રકાશ યાદવને ઝાઝાથી, જ્યારે છ વખત ધારાસભ્ય રહેલા લલિત યાદવને દરભંગા ગ્રામીણથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવના ખૂબ જ નજીકના ગણાતા ભોલા યાદવ બહાદુરપુર બેઠક પરથી ચૂંટણી લડશે.

પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સિવાનથી આરજેડી ઉમેદવાર હશે. યાદીમાં સૌથી વધુ ચર્ચિત નામ દિવંગત શક્તિશાળી નેતા શહાબુદ્દીનના પુત્ર ઓસામા શહાબનું છે તેમને રઘુનાથપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવને છપરાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જેના કારણે ત્યાંની ચૂંટણી લડાઈ ખૂબ જ રસપ્રદ બની ગઈ છે.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા શક્તિ યાદવને હિલસા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે આલોક મહેતાને ઉજીયારપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુકેશ રોશનને મહુઆ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ લાલુપ્રસાદ યાદવના બીજા પુત્ર અને તેજસ્વી યાદવના ભાઈ તેજ પ્રતાપ યાદવ સામે ચૂંટણી લડશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આરજેડીએ શક્તિશાળી નેતાઓના પરિવારોને પણ બેઠકો આપી છે. કૌશલ યાદવને નવાડાથી, સૂરજ ભાન સિંહની પત્ની વીણા દેવીને મોકામાથી અને રીતલાલ યાદવને દાનાપુરથી ટિકિટ આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર ઉમેદવારોની યાદી શેર કરતા, RJD એ બધા ઉમેદવારોને અભિનંદન આપ્યા અને તેમને અગાઉથી જીતની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આ ચૂંટણી બિહાર માટે નવી દિશા અને આશાનું કિરણ બનશે.
बिहार विधानसभा चुनाव-2025 के लिए राष्ट्रीय जनता दल द्वारा चयनित प्रत्याशियों की सूची।
— Rashtriya Janata Dal (@RJDforIndia) October 20, 2025
सभी उम्मीदवारों को हार्दिक बधाई एवं विजय की अग्रिम शुभकामनाएं। #Bihar #RJD pic.twitter.com/QI7ckgoIQ6
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
