ચીન (China) વિશ્વમાં કશું એવું કરીએ બતાવે છે કે સૌ આશ્ચર્યચકિત થઈ જાય. ફરી એકવાર ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીન (China) અનોખી શોધ સાથે વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ચીનના હુનાન પ્રાંતની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (NUDT) દ્વારા બનાવવામાં આવેલ એક અદભૂત માઈક્રો ડ્રોન, જેનું કદ લગભગ મચ્છર જેટલું નાનું માત્ર 1.3 સેન્ટિમીટર છે.

ચીનનું (China) આ શસ્ત્ર યુદ્ધની દિશા બદલી નાખવા સક્ષમ
ચીનનુ (China) આ માઈક્રો ડ્રોન (Micro Drone) “બાયોનિક રોબોટ”ની (Bionic Robot) શ્રેણીનો ભાગ છે, જેને વિકસાવવા માટે મચ્છર જેવી રચનાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ માઈક્રોડ્રોનમાં (Micro Drone) સ્થિરતાથી ઉડવા અને ઊતરવા માટે સક્ષમ બનાવતી બે પાંખો અને ત્રણ પાતળા પગ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પહેલી વખત ચીનનું (China) આ નવું માઈક્રો ડ્રોન હથિયાર તેની સૈનિક ચેનલ CCTV-7 પર પ્રદર્શિત કરવામાં આવ્યું હતુ. ચીનનો (China) આ મચ્છર માઈક્રોડ્રોન (Mosquito Drone) સ્માર્ટફોન (Smart Phone) દ્વારા નિયંત્રિત થઈ શકે છે અને નાની જગ્યાઓમાં પ્રવેશી શકે છે.

લગભગ અદૃશ્ય બનાવી દેતું કદ આ મચ્છર ડ્રોનને (Mosquito Drone) ચીન મુખ્ય રૂપે ગુપ્તચર કામગીરી (surveillance) માટે પ્રયોગમાં લઈ શકે છે. તેનું નાનું કદ તેને શત્રુના વિસ્તારના અંદર જઈને તસ્વીરો કે માહિતી એકત્રિત કરી શકવા સક્ષમ બનાવે છે.
China's newly developed mosquito drone. Just 0.6cm sized. I can see a lot of intelligence gathering from this.
— tphuang (@tphuang) June 25, 2025
Also a bunch of exoskeleton & humanoid robot stuff going on in this lab. pic.twitter.com/kjGRDEusz7
આ ડ્રોનનો (Mosquito Drone)ઉપયોગ આપત્તિના સમયે બચાવ કાર્ય, જેમ કે કાટમાળ નીચે ફસાયેલા લોકો શોધવા માટે પણ થઈ શકે છે.

આ માઈક્રોડ્રોનને (Micro Drone) પણ કેટલીક મર્યાદાઓ છે: 1. અવાજ ઓછો હોવા છતાં પવન કે હવાના પ્રભાવમાં તે સ્થિર રહેવામાં મુશ્કેલી અનુભવી શકે. 2. તેની બેટરી લાઈફ ખૂબ ટૂંકી છે. 3. વજન વહન કરવાની ક્ષમતા ઓછી છે, તેથી તેમાં સીમિત સેન્સર કે સાધનો જ જોડી શકાય છે.

અગામી સમયમાં બેટરી, એઆઈ અને સેન્સર ટેકનોલોજીમાં સુધારાથી આવા ડ્રોન વધુ સક્ષમ અને ભરોસાપાત્ર બની શકે છે. વર્તમાન સમયમાં ચીનનું ‘મચ્છર ડ્રોન’ (Mosquito Drone) એક નાનુ પગલુ છે, પરંતુ ભવિષ્યના યુદ્ધો માટે મોટી ચેતવણી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

[…] કરી રહ્યા છે, પરંતુ તેનો હેતુ ભારત અને ચીન (China) વચ્ચે સ્પર્ધા વધારવાનો છે. તેમણે […]
[…] ચીનનું (China) નવું સ્ટીલ્થ ડ્રોન (Stealth Drone), GJ-X, પહેલી વાર હવામાં ઉડતું જોવા મળ્યું છે. આ સ્ટીલ્થ ડ્રોન બોમ્બરને (Stealth Drone Bomber) રક્ષા નિષ્ણાતો આગામી પેઢીનું બોમ્બર (NextGen Bomber) માની રહ્યા છે. આ ડ્રોન (Drone) પાઇલટ વિના ઉડે છે અને ખૂબ જ મોટું છે. 19 ઓક્ટોબરથી ચીની સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યા છે. આ ડ્રોનને (Drone) ક્રેન્ક્ડ કાઈટ (Cranked Kite) નામની ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. […]