Cricket
Spread the love

Cricket Record: IPL 2025 માં ધમાલ મચાવનાર 14 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ચર્ચાઓ હજુ પૂરી થઈ ન હતી કે બીજા એક લબરમુછીયાએ ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

માત્ર 13 વર્ષની વયના આ ખેલાડીએ એવી વિસ્ફોટક ત્રેવડી સદી ફટકારી છે કે ક્રિકેટ વિશ્વમાં (Cricket world) ધમાલ મચાવી દીધી છે. રસપ્રદ વાત એ છે કે તે તોફાની બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો મિત્ર છે. આ નાના પેકેટે એટલો મોટો ધમાકો કર્યો છે કે બોલરો આ ખેલાડી સામે દયાની ભીખ માંગતા જોવા મળ્યા હતા.

ક્રિકેટ (Cricket) વિશ્વની નવી સનસનાટી એટલે અયાન રાજ

માત્ર 13 જ વર્ષના વિસ્ફોટક બેટ્સમેનનું નામ છે અયાન રાજ. મુઝફ્ફરપુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ લીગમાં (Muzaffarpur District Cricket League) સંસ્કૃતિ ક્રિકેટ એકેડેમી (Sanskruti Cricket Academy) તરફથી રમતી વખતે અયાને ધુંઆધાર ત્રેવડી સદી ફટકારી હતી. 327 રનની તોફાની ઇનિંગમાં રાજે 296 રન તો ઉભા ઉભા ફટકાર્યા હતા.

અયાન રાજની બેટિંગના તોફાનનો પરિચય એનો સ્ટ્રાઇક રેટ છે જે 220.88 હતો. રાજ IPL માં તરખાટ મચાવનાર વૈભવ સુર્યવંશીનો મિત્ર છે અને તેને પોતાનો આદર્શ માને છે. શરૂઆતમાં બંને સાથે જ રમતા હતા.

માત્ર 134 બોલમાં 327 રનનું વાવાઝોડુ

30 ઓવરની મેચમાં અયાન રાજે માત્ર 134 બોલમાં 327 રન ફટકાર્યા હતા. અયાન રાજે પોતાની તોફાની ઇનિંગમાં 22 છગ્ગા અને 41 ચોગ્ગા ફટકાર્યા છે. તાજેતરમાં IPL 2025 માં, વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરે IPL માં સૌથી ઝડપી સદી ફટકારી હતી અને ભારતનો નંબર-1 ખેલાડી બન્યો હતો. વૈભવે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. હવે અયાન રાજ વૈભવના પગલે ચાલવાની યોજના ધરાવે છે.

અયાન રાજે શું કહ્યું?

અયાન રાજે એક ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે પણ હું વૈભવ ભાઈ સાથે વાત કરું છું, ત્યારે મને એક ખાસ અનુભૂતિ થાય છે. જ્યારે અમે નાના હતા, ત્યારે અમે સાથે રમતા હતા. આજે, તેણે પોતાનુ નામ મોટું બનાવ્યું છે અને હું તેના પગલે ચાલી રહ્યો છું.’ અયાન રાજની વાત વૈભવ જેવી જ છે. તેના પિતા પણ ભારત માટે ક્રિકેટ રમવાનું સ્વપ્ન ધરાવતા હતા. પરંતુ હવે તે પોતાના પુત્રને સ્ટાર બનાવવા માટે પોતાની સમગ્ર શક્તિ લગાવી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *