વિરાટ કોહલીએ (Virat Kohli) આઇપીએલ (IPL) ટ્રોફી જીત્યા બાદ એક મોટું નિવેદન આપતા આઇપીએલને 5 સ્તર નીચે ગણાવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (Royal Challengers Bangalore) ટીમ IPL 2025નો ખિતાબ જીતવામાં સફળ રહી. વિરાટ કોહલીએ (Virat Kohli) તેની કારકિર્દીમાં પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો
ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના (RCB) દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ (Virat Kohli) આખરે તે સ્વપ્ન પૂર્ણ કર્યું છે જે તેણે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆતથી જોયું હતું. લાંબી રાહ, ટીકા અને અસંખ્ય પ્રયાસો પછી, વિરાટે આખરે RCB ને ઇન્ડિયન પ્રીમિયર લીગ ટ્રોફીની જીત અપાવી. આ વિજય માત્ર કોહલી માટે જ નહીં પરંતુ તેના ચાહકો અને સમગ્ર બેંગ્લોર શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ જીત પછી વિરાટ ખૂબ જ ભાવુક દેખાતો હતો, જેનાથી બધા ભાવુક થઈ ગયા હતા. પરંતુ તેણે IPL ચેમ્પિયનશિપને 5 સ્તર નીચે ગણાવી છે.

જીત બાદ વિરાટ કોહલીનું (Virat Kohli) મોટું નિવેદન
આ ઐતિહાસિક જીત પછી, વિરાટ કોહલીએ (Virat Kohli) કહ્યું, ‘આ જીત જેટલી ટીમ માટે છે તેટલી જ ચાહકો માટે પણ છે. 18 વર્ષ થયા, મેં મારી યુવાની, શ્રેષ્ઠતા અને અનુભવ આ ટીમને આપ્યો છે. મેં દરેક સિઝનમાં તેને જીતવાનો પ્રયાસ કર્યો અને મારી પાસે જે કંઈ છે તે બધું આપ્યું છે. આખરે તે મેળવવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવો દિવસ આવશે, છેલ્લો બોલ ફેંકાયા પછી હું ભાવુક થઈ ગયો હતો.’
Loyalty is Royalty. 👑
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025
pic.twitter.com/mg9KGpwWOx

આ સમયે જ્યારે વિરાટ કોહલીને (Virat Kohli) પૂછવામાં આવ્યું કે તમે તમારા કારકિર્દીના યાદગાર ક્ષણોના સ્કેલ પર IPL ટ્રોફીને ક્યાં મૂકો છો? તો વિરાટે તેનો જવાબ આપતા કહ્યુ, ‘મેં કહ્યું તેમ, મેં છેલ્લા 18 વર્ષમાં મારું સર્વસ્વ આપી દીધું છે. ગમે તે થાય, હું આ ટીમ સાથે વફાદાર રહ્યો છું. મારી પાસે એવી ક્ષણો હતી જ્યારે હું વિચારતો હતો, પણ હું આ ટીમ સાથે જોડાયેલો રહ્યો. હું તેમની પાછળ ઉભો રહ્યો, તેઓ મારી પાછળ ઉભા રહ્યા. અને મેં હંમેશા તેમની સાથે જીતવાનું સપનું જોયું હતું. અને આ બીજા કોઈ સાથે જીતવા કરતાં વધુ ખાસ છે કારણ કે મારું હૃદય બેંગલુરુ સાથે છે, મારો આત્મા બેંગલુરુ સાથે છે.’
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

IPL ચેમ્પિયનશિપને ગણાવી 5 સ્તર નીચે
વિરાટે આ ટ્રોફીની સરખામણી ટેસ્ટ ક્રિકેટ સાથે પણ કરી અને તેને 5 સ્તર નીચે ગણાવી. વિરાટે કહ્યું, ‘તમે જાણો છો, આ ક્ષણ મારા કરિયરની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક છે. પરંતુ તે હજુ પણ ટેસ્ટ ક્રિકેટથી પાંચ સ્તર નીચે છે. હું ટેસ્ટ ક્રિકેટને મહત્વ આપું છું. અને મને ટેસ્ટ ક્રિકેટ ગમે છે. તેથી હું ભવિષ્યના યુવાનોને આ ફોર્મેટને આદર આપવા વિનંતી કરીશ. કારણ કે જો તમે ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન કરો છો, તો તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ છો, લોકો તમારી આંખોમાં જુએ છે અને હાથ મિલાવે છે અને કહે છે, શાબાશ, તમે ખરેખર સારી રમત રમી. તો જો તમે વિશ્વ ક્રિકેટમાં દરેક જગ્યાએ માન મેળવવા માંગતા હો, તો ટેસ્ટ ક્રિકેટને અપનાવો, તમારા હૃદય અને આત્માને તેમાં લગાવો.’
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

[…] એનો સ્ટ્રાઇક રેટ છે જે 220.88 હતો. રાજ IPL માં તરખાટ મચાવનાર વૈભવ સુર્યવંશીનો […]
[…] ગણાતા સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) અને વિરાટ કોહલીના (Virat Kohli) રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા […]
[…] સચિન તેંડુલકર (Sachin Tendulkar) (100 સદી) અને વિરાટ કોહલી (Virat Kohli) (82 સદી) કરી ચૂક્યા […]