TigerPhoto Source: X/@susantananda3
Spread the love

ગુજરાતમાં વાઘ (Tiger) છેલ્લા 32 વર્ષથી જોવા નહોતો મળ્યો પરંતુ તાજેતરમાં દાહોદમાં વાઘ (Tiger) જોવા મળ્યો હોવાની પુષ્ટિ એક વિડીયો સામે આવતા થઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આમ તો ગુજરાત એશિયાટીક સિંહ માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. તાજેતરમાં જ ગુજરાતમાં સિંહોને ગણતરી પુરી થઈ જેમાં સિંહોની વસ્તી વધી હોવાનું અને વર્તમાનમાં 891 સિંહો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત માટે બીજા એક આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં 32 વર્ષ બાદ વાઘ v જોવા મળ્યો છે. ગુજરાતના દાહોદમાં વાઘ (Tiger) જોવા મળ્યો હોવાના સમાચારની પુષ્ટિ અન્ય કોઈએ નહી પરંતુ સ્વયં ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુસન્તા નંદાએ કરી છે.

ગુજરાતમાં છેલ્લે વાઘ (Tiger) ક્યારે દેખાયો હતો?

1992માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની (Tiger) સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. આજ દિન સુધી ગુજરાતમાં એકપણ વાઘ (Tiger) નહોતો. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA) અનુસાર 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં છેલ્લે ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. જે વાઘ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જોકે ગુજરાતમાં વાઘ દેખાયા હોવાના દાવાઓ અગાઉ થતા રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલમાં વાઘ આંટોફેરો કરી જતા હોવાનું મનાય છે.

આજે ફરી દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો હોવાની પુષ્ટિ થઈ છે. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુસન્તા નંદાએ સોશ્યલ મીડિયા X પર પોસ્ટમાં વાઘનો વિડીયો અપલોડ કરીને ગુજરાતમાં વાઘ હોવાની જાણકારી આપી છે. પોતાને પોસ્ટમાં તેમણે લખ્યુ કે, ગુજરાતના દાહોદ જિલ્લામાં 32 વર્ષ બાદ વાઘ જોવા મળ્યો છે. આ મોટી બિલાડીના પરત ફરવાથી જ્યાં ત્રણેય મોટી બિલાડીઓ – વાઘ, સિંહ અને દીપડો હોય એવું ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય બન્યું છે.

ઉલ્લેખનીય છે કે વન્ય જીવોમાં સિંહ, વાઘ અને દીપડો એ બિલાડ કૂળનું, બિલાડી પ્રજાતિના પ્રાણીઓ ગણાય છે, જેથી ઘણી વખતે તેમને મોટી બિલાડી પણ કહેવામાં આવે છે. આજે દેખાયેલા વાઘના પુરાવાને જોતા કહી શકાય કે રાજ્યમાં બિલાડ કૂળના ત્રણ મોટા વન્ય જીવો, જેમાં સિંહ, વાઘ અને દીપડો એમ ત્રણ જંગલી પ્રાણી જોવા મળતા હોય એવું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યુ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “વાઘ (Tiger), સિંહ અને દીપડો બિલાડ કુળના ત્રણેય પ્રાણી ધરાવતુ ગુજરાત બન્યુ એક માત્ર રાજ્ય, 32 વર્ષે ગુજરાતમાં દેખાયો વાઘ, જુઓ વિડીયો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *