Spread the love

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના ખાતાની વહેંચણી કરી છે. CMએ ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું છે. અજિત પવારને ફરી એકવાર નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. એકનાથ શિંદેને શહેરી વિકાસ અને આવાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ધનંજય મુંડેને ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે પંકજા મુંડેને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતાએ મહાયુતિને સ્પષ્ટ બહુમતી આપી હતી. આ પછી, નવી સરકારે 5 ડિસેમ્બરે શપથ લીધા. આ અવસરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે શપથ ગ્રહણ બાદ પણ મંત્રીમંડળનું વિસ્તરણ ખોટકાઈ ગયું હતું. ત્યાર બાદ 15 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મહાગઠબંધનના 39 મંત્રીઓએ શપથ લીધા, જેમાં 33 કેબિનેટ અને 6 રાજ્ય મંત્રીઓ હતા. આજે સરકારે કુલ 28 મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી કરી છે જ્યારે કેટલાકને ખાતાની ફાળવણી હજુ બાકી છે.

મહારાષ્ટ્ર સરકારમાં કોને કયુ ખાતુ મળ્યું?


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *