Spread the love

સમાજવાદી પાર્ટીના યુપીની સંબલ લોકસભાના સાંસદ અને હંમેશા વિવાદાસ્પદ વિધાનો કરીને ચર્ચામાં રહેવા જાણીતા શફીકુર રહેમાન બર્કે હવે અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવય ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ સામે વાંધો વ્યક્ત કર્યો છે. વિવાદાસ્પદ અને હિંદુ વિરોધમાં બોલવા જાણીતા બર્કે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ મુસ્લિમો સાથે અન્યાય છે. તેમણે કહ્યું કે ઈતિહાસ આ અન્યાયને ક્યારેય માફ નહીં કરે.
આ વખતે શફીકર રહેમાન બર્કનું આ વિવાદાસ્પદ નિવેદન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એ વિધાનના પ્રત્યુત્તર સ્વરુપે આવ્યું છે, સીએમ યોગીએ લખનૌમાં નેશનલ સિંધી કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, 'જો આપણે 500 વર્ષ બાદ રામ જન્મભૂમિની જમીન પરત લઈ શકીએ છીએ તો પાકિસ્તાનથી સિંધ કેમ નહીં.'ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન પાસેથી સિંધ પરત લેવાની વાત કરી હતી તેનાથી બર્ક ગુસ્સે થયા હતા બર્કના વિધાનને ઘણા રાજકીય વિષ્લેશકો પાકિસ્તાનની તરફેણ ગણાવી રહ્યા છે. 
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના આ નિવેદન પર સપા સાંસદ શફીકુર રહેમાન બર્ક ગુસ્સે થઈ ગયા હતા અને પૂછ્યું કે શું સીએમ યોગી કોઈ જ્યોતિષી છે જે આગળ અને પાછળની દરેક વાત જાણે છે. બર્કે વધુમાં કહ્યું,'મુખ્યમંત્રી યોગી રામ મંદિર વિશે ગમે તે કહે, પરંતુ બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિરનું નિર્માણ મુસ્લિમો સાથે અન્યાય છે. આ અન્યાયને ઈતિહાસ ક્યારેય માફ નહીં કરે.
શફીકુર રહેમાન બર્ક માત્ર આટલેથી જ અટક્યા ન હતા. તેમણે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદ બાદ મુસ્લિમોની બાકીની મસ્જિદો છીનવાઈ રહી છે. મસ્જિદો તોડીને મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. આ તમામ સ્થિતિ દેશ માટે સારી નથી. ભાજપની આ નફરતની નીતિને કારણે
 દેશ પ્રગતિ નથી કરી શકતો પણ તૂટી જશે. જોકે ધ્યાન પર લેવા જેવી બાબત એ પણ છે કે બર્કના આ વિધાનને પણ નફરતભર્યુ અને મુસ્લિમ સમાજને ઉશ્કેરનારુ ગણાવાઈ રહ્યું છે અને બર્ક આ પ્રકારે મુસ્લિમ સમાજને ઉશ્કેરતા અને પોતાને હિંદુ વિરોધી સાબિત કરતા વિધાનો સતત કરતા રહેતા હોય છે. 
દેશના વિભાજનને લઈને સીએમ આદિત્યનાથ યોગીના નિવેદન પર સપા સાંસદે આગળ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જેમણે દેશના ભાગલા પાડ્યા તેમણે પોતાનો અલગ દેશ બનાવ્યો.અમારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી.અમે દેશના ભાગલાના વિરોધમાં હતા.અમે વિભાજન વખતે પણ દેશ સાથે હતા અને આજે પણ દેશ સાથે છીએ. દેશની આઝાદી માટે મુસ્લિમોએ મહાન બલિદાન આપ્યા છે અને આજે પણ તેઓ દેશ માટે દરેક બલિદાન આપવા તૈયાર છે.જોકે આ વિધાન તેમણે પાકિસ્તાન પાસેથી સિંધ પરત લેવાની વાતનો વિરોધ કરતી વેળાએ આપ્યું છે ત્યારે શફીકુર રહેમાન બર્કની વાતો અને વ્યવહારમાં ફર્ક સ્પષ્ટ દેખાઈ આવે છે અને એવો પ્રશ્ન પણ થાય કે જો શફીકુર રહેમાન ભારતના ભાગલાના વિરોધી હતા તો સિંધ પરત લઈને ભારતમાં જોડવાની વાતનો વિરોધ શા માટે કરી રહ્યા છે?

Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.