બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ (BLA) પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલામાં 90 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. આ કાફલો ક્વેટાથી તાફ્તાન જઈ રહ્યો હતો અને નોશ્કીમાં તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી આ દિવસોમાં પાકિસ્તાની સેના પર તબાહી મચાવી રહી છે. બલૂચ લડવૈયાઓએ રવિવારે પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને ઓછામાં ઓછા 90 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. આ ઘટના અંગે પાકિસ્તાની સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
बलूचिस्तान में पाकिस्तानी सेना पर आत्मघाती हमला, 90 की मौत
— Nedrick News (@nedricknews) March 16, 2025
– बलूचिस्तान में पाकिस्तानी सेना पर आत्मघाती हमला हुआ है. नोशकी में हाईवे पर पाक सेना के काफिले को निशाना बनाया गया. हमले की जिम्मेदारी BLA ने ली है. बीएलए का दावा है कि हमले में 90 पाक सैनिक मारे गए!
#BLA #PakArmy… pic.twitter.com/fR2mGioZmv
BLA ના પાકિસ્તાની આર્મી ઉપર ફિદાયીન હુમલા
BLAએ દાવો કર્યો છે કે મજીદ બ્રિગેડે પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો છે. આ પછી BLAની ફતેહ ટુકડીએ હુમલો કર્યો, એક પછી એક તાત્કાલિક થયેલા હુમલાઓને કારણે કુલ મૃત પાકિસ્તાની સૈનિકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. આ કાફલામાં 8 બસો સામેલ હતી, જે ક્વેટાથી તફ્તાન જઈ રહી હતી. ત્યારબાદ તેને બલૂચિસ્તાનના નોશકીમાં આરસીડી હાઈવે પર નિશાન બનાવવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાની સેનાના કાફલા પર થયેલા આ આત્મઘાતી હુમલા બાદ 3 પાકિસ્તાની હેલિકોપ્ટરને નોશકી મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે, જ્યારે એમ્બ્યુલન્સ સતત FC હેડક્વાર્ટર તરફ દોડાદોડી કરી રહી છે.

[…] કાર્યવાહી શરૂ થઈ શકે છે. હસન નવાઝ પાકિસ્તાનના વડાપ્રધાન (PM) શાહબાઝ શરીફનો ભત્રીજો […]