પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હરિયાણા-મહારાષ્ટ્ર અને પેટાચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના ખરાબ પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં ઈન્ડિ ગઠબંધન મેં બનાવ્યું છે, તેનું નેતૃત્વ કરી રહ્યા છે તે તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી, તેથી મને એક તક આપવામાં આવે. હું બંગાળમાંથી જ ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છું.
શિવસેના (ઉદ્ધવ જૂથ)નું મમતાને સમર્થન
મમતા બેનર્જીના નિવેદનને શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત અને સમાજવાદી પાર્ટી (SP)એ સમર્થન આપ્યું છે. રાઉતે શનિવારે કહ્યું, ‘અમે પણ ઈચ્છીએ છીએ કે તેઓ વિપક્ષી ઈન્ડિ ગઠબંધનના પ્રમુખ ભાગીદાર બને. મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ કે શિવસેના, અમે બધા સાથે છીએ. અમે ટૂંક સમયમાં મમતા બેનર્જી સાથે વાત કરવા કોલકાતા જઈશું.’
અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના નેતાએ શું કહ્યું?
અખિલેશ યાદવની સમાજ વાદી પાર્ટીના નેતા ઉદયવીર સિંહે પણ મમતા બેનર્જીના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે શનિવારે કહ્યું, ‘લોકસભા ચૂંટણીમાં સપા (SP)એ યુપીમાં 80માંથી 37 બેઠકો જીતી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી (TMC) ને 42માંથી 29 બેઠકો મળી છે. આ બંને રાજ્યોમાં ભાજપે (BJP) 35 બેઠકો ગુમાવી છે. જો તમામ પક્ષો સહમત થશે તો સપા (SP) મમતાને સમર્થન આપશે.
ભાજપનું આવ્યું નિવેદન
આવા વિષય ઉપર રાજકીય ગતિવિધિઓ ગતિ પકડે ત્યારે ભાજપનું નિવેદન આવવું સ્વાભાવિક છે. ઈન્ડિ ગઠબંધનમાં નેતૃત્વને લઈને મમતાના નિવેદન પર ભાજપે કહ્યું- વિપક્ષના નેતાઓને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ નથી. તેઓ હજુ પણ રાહુલને રાજકારણમાં કાચા ખેલાડી માને છે. વિપક્ષમાં એવા ઘણા લોકો છે જેઓ રાહુલને રાજકીય નિષ્ફળતા માને છે.
પ્રશાંત કિશોર જેવા રણનીતિકારો ચૂંટણી નથી જીતાડી શકતા
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેવાના સવાલ પર મમતાએ કહ્યું – કેટલાક રણનીતિકારો ઘરે બેસીને સર્વે કરે છે અને બાદમાં સર્વે બદલી નાખે છે. તેઓ વસ્તુઓનું આયોજન અને વ્યવસ્થિકરણ કરી શકે પરંતુ મતદારોને બૂથ સુધી લાવી શકતા નથી.
માત્ર બૂથ કાર્યકરો જ ગામડાઓ અને લોકોને જાણે છે, આ લોકો જ ચૂંટણી જીતાડે છે. ચૂંટણી વ્યૂહરચનાકારો તો ફક્ત આર્ટિસ્ટ છે, જેઓ પૈસાના બદલામાં તેમનું કામ કરે છે, પરંતુ તેઓ ચૂંટણી જીતાડી શકતા નથી.
[…] (TMC) સાંસદ કલ્યાણ બેનર્જીએ જેપીસી […]
[…] ‘પઠાણવાડીના લોકોએ શિવસેના યુબીટી (Shivsena UBT) (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના ઉમેદવારને […]