મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બન્ને ગઠબંધન જીતના દાવા કરી રહ્યા છે અને વિજય માટે પ્રચાર કરી રહ્યા છે. મહાયુતિની પ્રચારની લગામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે ત્યારે ગુરુવારે મુંબઈના દાદરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ રેલી યોજી હતી. જ્યારે આ રેલીમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર અને તેમની પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓ હાજર ન દેખાતા મહાયુતિમાં બધુ સમુસુતરુ છે કે કેમ એવા પ્રશ્નો ઉભા થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ રેલી માં મહાયુતિમાંના શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ) સહિત મહાયુતિના તમામ ઉમેદવારો રેલી દરમિયાન હાજર રહયા હતા એક માત્ર અજિત પવારના પક્ષના કોઈ નેતા ઉપસ્થિત નહોતા. એનસીપી ઉમેદવારો સના મલિક, નવાબ મલિક અને જીશાન સિદ્દીકીએ મહાયુતિ ગઠબંધનની રેલીમાં અનુપસ્થિતિ રહયા હતા જ્યારે શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની આરપીઆઈ સહિત મહાયુતિના તમામ ઉમેદવારો રેલી દરમિયાન મંચ પર હાજર હતા.
અજીત પવાર જુથ મહારાષ્ટ્રની ચુંટણીમાં ભાજપે હિન્દુવાદને મુદ્દો બનાવી ‘બટેંગે તો કટેંગ’ સુત્ર વહેતુ મુકતા ભાજપથી નારાજ હોવાના અહેવાલો આવ્યા હતા અને અજીત પવાર જુથના ટોચના નેતાઓએ ભાજપની આ રણનિતી સામે સવાલો ઉઠાવી નારાજગી પણ વ્યકત કરી હતી ત્યારે ગઈકાલે યોજાયેલ વડાપ્રધાન મોદીની રેલીમાંથી અજીત પવાર જુથના નેતાઓ ગાયબ રહેતા મહારાષ્ટ્ર મહાયુતિમાં બધુ સમુસુતરુ નહીં ચાલી રહયાનો સંદેશ વહેતો થયો છે. હવે ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ આંતરીક ડખો નિર્ણાયક વળાંક ઉપર આવતા મહાયુતિના જ ભાગીદાર પક્ષોએ સામસામી તલવારો ખેંચી હોય તેવું ચિત્ર ઉભુ થયું છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું, આ ચૂંટણી વિચિત્ર છે. પરિણામ પછી જ ખબર પડશે કે કોણ કોની સાથે છે ત્યારે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે પણ મહાયુતિમાં આંતરિક વિરોધને સ્વીકારી લીધો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. મહાયુતિમાં પણ આંતરિક વિરોધાભાસ છે. ફડણવીસે કહ્યું કે તેમની પાર્ટીનું સૂત્ર બટેગે તો કટેગે વિપક્ષી મહાવિકાસ અઘાડી (એમવીએ) ના ચૂંટણી પ્રચારના ઉત્તર તરીકે બનાવાયુ છે. ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે તેમના સાથીદારો અશોક ચવ્હાણ અને પંકજા મુંડે તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેનો મૂળ અર્થ સમજવામાં ઊણા ઉતર્યા છે.
આ રેલીમાં પીએમ મોદીએ રેલી દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મહાવિકાસ અઘાડીના લોકો તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. આ એ જ આઘાડી છે જે રામ મંદિરનો વિરોધ કરે છે. ભગવા આતંકવાદ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. કાશ્મીરમાં કલમ 370 પુન:સ્થાપિત કરવા ઠરાવ પસાર કરે છે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મારી છેલ્લી જનસભા છે. મેં દરેક ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી છે. આખા મહારાષ્ટ્રના આશીર્વાદ આજે મહાયુતિ સાથે છે.