આર્થિક સર્વેક્ષણ 2024-25 (Economic Survey 2024-25) નો ઉદ્દેશ્ય છેલ્લા નાણાકીય વર્ષમાં દેશની આર્થિક કામગીરીનું મૂલ્યાંકન કરવાનો છે. આ સર્વે દર્શાવે છે કે મેન્યુફેક્ચરિંગ અને સેવાઓ જેવા ઉદ્યોગોમાં કેવા પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને પડકારોને ઉકેલીને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેવા પ્રકારની નીતિ બનાવવી જોઈએ.

શું છે આર્થિક સર્વે (Economic Survey)?
આર્થિક સર્વેક્ષણ (Economic Survey) એક એવો દસ્તાવેજ છે જેમાં દેશની અર્થવ્યવસ્થા (Economy) નું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે. આમાં કેટલાક ચોક્કસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તે બે ભાગમાં વહેંચાયેલું છે – પ્રથમ ભાગ આર્થિક કામગીરીનું મૂલ્યાંકન કરે છે, જ્યારે બીજો ભાગ શિક્ષણ, ગરીબી અને જળવાયુ પરિવર્તન જેવા સામાજિક-આર્થિક મુદ્દાઓનું વિશ્લેષણ કરે છે. તેમાં જીડીપી ગ્રોથ, ફુગાવો અને વેપારના અંદાજોનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે.
Watch LIVE 📡
— PIB India (@PIB_India) January 30, 2025
Economic Survey 2024-25: Press Conference by the Chief Economic Advisor
🗓️ 31st January 2025
🕜 2:30 PM
📍National Media Centre
Watch on #PIB's📺
Facebook: https://t.co/ykJcYlNrjj
YouTube: https://t.co/9CtpIFWe83
આર્થિક સર્વે ક્યારે જાહેર કરવામાં આવે છે?
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થાય છે અને બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વે (Economic Survey) સામાન્ય રીતે બજેટ ભાષણના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવે છે. એટલે કે 31મી જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે છે.
કોણ તૈયાર કરે છે આર્થિક સર્વે?
આર્થિક સર્વેક્ષણ (Economic Survey) ડિપાર્ટમેન્ટ ઑફ ઈકોનિક અફેર્સના ઈકોનોમિક ડિવિઝન દ્વારા મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે અને તે બજેટ પહેલા નાણાં પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે છે.

આર્થિક સર્વેમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે?
આર્થિક સર્વેક્ષણ (Economic Survey) ના બંને ભાગોમાં કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર, નાણાં પુરવઠો, કિંમતો, આયાત-નિકાસ અને વિદેશી વિનિમય અનામત જેવા આર્થિક સૂચકાંકોનો ઉલ્લેખ હોય છે. આ દર્શાવે છે કે કઈ બાબતો અર્થતંત્રને અસર કરે છે અને સરકારની નાણાકીય વ્યૂહરચના પર તેની શું અસર પડે છે.