- મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમાયું છે
- પહેલા શરદ પવાર અને અજિત પવારની મુલાકાતોથી ગરમાવો આવેલો
- છગન ભુજબળે મોટો ખુલાસો કર્યો
2024ની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છી વિપક્ષોએ ગઠબંધન રચીને ભાજપને ટક્કર આપવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. વિપક્ષી જૂથની ત્રીજી બેઠક આગામી સમયમાં મુંબઈમાં યોજાવાની છે, ત્યારે જ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.
છગન ભુજબળે કર્યો ધડાકો
છગન ભુજબળે રવિવારે બીડમાં એક જાહેર સભા દરમિયાન NCP પ્રમુખ શરદ પવાર પર ટિપ્પણી કરતા મોટો ધડાકો કર્યો હતો. શરદ પવારને છોડીને અજિત પવારના જૂથમાં સામેલ થયેલા પાર્ટીના નેતા છગન ભુજબળે શરદ પવાર વિશે મોટોનો ખુલાસો કર્યો છે. છગન ભુજબળે કહ્યું કે શરદ પવારે જ અમને મંત્રી પદ માટે તથા અન્ય ચર્ચાઓ માટે ભાજપ સાથે વાત કરવાની પ્રેરણા આપી હતી. છગન ભુજબળે મંચ પરથી જ પૂછ્યું કે, કહો શરદ પવાર 2014થી અત્યાર સુધી શું થયું છે, તમે અજિત પવાર, પ્રફુલ પટેલ અને જયંત પાટીલને દિલ્હી જઈને કેબિનેટમાં બેઠક યોજવાનું કહ્યું હતું.
જયંત પાટીલ જે અત્યારે શરદ પવાર સાથે છે તેમનું નામ યાદીમાં હતું, તે પણ મંત્રી બનવાની હરીફાઈમાં હતા. જે બધા પહેલા ભાજપ સાથે જવા તૈયાર હતા તે આજે અમને કોસતા રહે છે. છગન ભુજબળે બીડના યેઉલા વિસ્તારમાં એક રેલીમાં આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ એ જ જગ્યા છે જ્યાં અજિત પવારે શરદ પવાર સાથે રાજકીય સંબધ તોડી ભાજપ-શિવસેના (શિંદે) ની ગઠબંધન સરકારમાં જોડાયા હતા ત્યારે શરદ પવારે અહી જ રેલી કરી હતી અને પાર્ટી ફરીથી ઊભી કરવાની વાત કરી હતી.
વિપક્ષી ગઠબંધનમાં મૂંઝવણની સ્થિતિ
શરદ પવાર ભારત ગઠબંધનના મહત્વના નેતા છે, જ્યારે અજિત પવાર એનડીએમાં સામેલ થઈ ગયા છે અને હવે છગન ભુજબળે આ ધડાકો કરતાં વિપક્ષી ગઠબંધનમાં મૂંઝવણની સ્થિતિ નિર્માણ થઈ હોય એવું ચિત્ર ઊભું થયું છે. અજિત પવાર જ્યારે એનડીએની રાજ્ય સરકારમાં જોડાયા ત્યારે શરદ પવારે પહેલા તેને વિદ્રોહ ગણાવ્યો હતો પરંતુ તેઓ એક કરત વધુ વખત અજિત પવારને મળ્યા અને દરેક મુલાકાતને તેમણે પરિવારની મુલાકાત કહ્યું હતું. તાજેતરમાં જ શરદ પવારે નિવેદન આપ્યું હતું કે તેમની પાર્ટી તૂટી નથી, એનસીપીના તમામ નેતાઓ સમાન છે પણ એવું બન્યું છે કે કેટલાક નેતાઓએ જુદો રસ્તો અપનાવ્યો છે.