Spread the love

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાં આપેલા ઈન્ટરવ્યુ કેસમાં પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર હવે રહી રહીને જાગી છે અને આરોપી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. પંજાબ સરકારે પૂર્વ ડીએસપી ગુરશેરસિંહ સંધૂ અને અન્ય છ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. શુક્રવારે સાંજે રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ ગુરકીરત કૃપાલ સિંહ દ્વારા આ આદેશો જારી કરવામાં આવ્યા હતા.

3 એપ્રિલ 2022ના રોજ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ઈન્ટરવ્યૂમાં આ તમામને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તે સમયે લોરેન્સ સીઆઈએ પોલીસ સ્ટેશન, ખરડમાં બંધ હતો. આ મુલાકાત ટીવી ચેનલો પર વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી હતી જે પછીથી વાયરલ થઈ હતી. આ પછી પંજાબ સરકાર અને પોલીસની ખૂબ ટીકા થઈ હતી. ડીએસપી સ્પેશિયલ ઓપરેશન સેલ ગુરશેર સિંહ સંધૂ ઉપરાંત સમર વનીત, સબ ઈન્સ્પેક્ટર રીના, એસઆઈ જગતપાલ જાંગુ, સબ ઈન્સ્પેક્ટર શગનજીત સિંહ, એએસઆઈ મુખ્તિયાર સિંહ અને એચસી ઓમ પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પંજાબના ગૃહ વિભાગે પંજાબ માનવાધિકાર આયોગના વિશેષ ડીજીપી પરબોધ કુમારના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી હતી. તેણે પોતાના રિપોર્ટમાં 7 પોલીસકર્મીઓને દોષી ઠેરવ્યા હતા. લોરેન્સ બિશ્નોઈના ઈન્ટરવ્યૂ માટે પંજાબ પોલીસે 5 જાન્યુઆરીએ મોહાલીમાં આઈપીસીની કલમ 384, 201, 202, 506, 116 અને 120-બી અને જેલ એક્ટ 1894ની કલમ 46 હેઠળ એફઆઈઆર નોંધી હતી.

Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *