ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 21
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 21
• 1906 : અંગ્રેજોએ મુસ્લિમોને ભરપૂર લાભ આપ્યા
બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’માં લખે છે: ‘મુસલમાનોની બધી માંગણીઓ સ્વીકારવામાં આવી. મુસ્લિમોને 1. તેમના પ્રતિનિધિ ચૂંટવાનો. 2. અલગ મતદાર મંડળો દ્વારા તેમના પ્રતિનિધિ ચૂંટવાનો 3. સામાન્ય ચૂંટણીઓ તથા 4. પ્રતિનિધિત્વમાં મહત્વનો અધિકાર પ્રાપ્ત થયો.’ ડો. આંબેડકરે આટલું લખ્યા પછી વિસ્તુત આંકડાવાળો કોઠો આપીને દર્શાવ્યું છે કે અંગ્રેજોએ કઇ હદે મુસલમાનોને લાભ કરાવી આપ્યા.
એક તરફ મુસ્લિમ લીગની સ્થાપના અને બીજી તરફ કોન્ગ્રેસની અવઢવ… બંને વચ્યે અંગ્રેજો વાંદરાની ભૂમિકામાં હતા.
આવી સ્થિતિમાં કૉંગ્રેસને કહેવામાં આવ્યું કે તે મુસલમાનો પ્રત્યે અને ખાસ કરીને મુસ્લિમ લીગ પ્રત્યેની પોતાની રણનીતિ નક્કી કરે. આવા માહોલમાં
1906માં નવું બંધારણીય પરિવર્તન લાગુ કરવામાં આવ્યું. એમાં મુસ્લિમોને આપવામાં આવેલા મિન્ટોના વચનો સામેલ હતાં. એનું જ નામકરણ થયું મોર્લે-મિન્ટોના સુધારા. એ પ્રમાણે મસલમાનો માટે અલગ મતદાર-મંડળોની રચના કરવામાં આવી. પ્રતિનિધિત્વમાં એમને ઘણું મહત્વ આપવામાં આવ્યું અને મતદાર-મંડળોની રચનામાં હિંદુઓ સાથે ઘોર ભેદભાવ કરવામાં આવ્યા. વાર્ષિક આવક, આવકવેરાપાત્ર આવક, શૈક્ષણિક યોગ્યતાઓ વગેરે બાબતોમાં મતદારોને યોગ્યતાના પ્રશ્ને પણ ભેદભાવ આચરવામાં આવ્યા. ડો. બાબાસાહેબ આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’માં લખે છે: ‘મુસલમાનોની બધી માંગણીઓ સ્વીકારવામાં આવી. મુસ્લિમોને 1. તેમના પ્રતિનિધિ ચૂંટવાનો. 2. અલગ મતદાર મંડળો દ્વારા તેમના પ્રતિનિધિ ચૂંટવાનો 3. સામાન્ય ચૂંટણીઓ તથા 4. પ્રતિનિધિત્વમાં મહત્વનો અધિકાર પ્રાપ્ત થયો.’ (પૃષ્ઠ: 287) ડો. આંબેડકરે આટલું લખ્યા પછી વિસ્તુત આંકડાવાળો કોઠો આપીને દર્શાવ્યું છે કે અંગ્રેજોએ કઇ હદે મુસલમાનોને લાભ કરાવી આપ્યા.
સુધારાઓમાં હિન્દુઓ અને મુસલમાનોની એકતા પર કુઠારાઘાત કરવામાં આવ્યો. એ ઉપરાંત એમાં હિન્દુઓને પણ આંતરિક રીતે વિભાજિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શિખોને હિંન્દુઓથી અલગ એક જુદો સમુદાય જાહેર કરીને એમના માટે અલગ મતદાર-મંડળોની રચના કરવામાં આવી. એના ઔચિત્યનો આધાર એવો જણાવવામાં આવ્યો કે તેઓ એક આગવો અને મહત્વપૂર્ણ સમુદાય છે, જેણે ભારતીય સેનાને વીર લડાયક સૈનિકો આપ્યા છે.
બંગાળના ભાગલા વિરોધી આંદોલન અને ક્રાંતિકારી વિસ્ફોટોએ દેશમાં રાષ્ટ્રીય પુનર્જાગરણનો જે શંખનાદ કર્યો હતો, એને જ અનુરુપ કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા 1906ના સુધારાઓ પરત્વે આવી. પંડિત મદન મોહન માલવીયાએ ‘ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ’માં આપેલા ભાષણમાં અલગ મતદાર-મંડળોની રચનાની આકરી ટીકા કરી. એમણે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોંગ્રેસ કદી પણ ભાગલા પાડનારી આવી યોજનામાં સામેલ થશે નહિ.
કોંગ્રેસના જ એક અન્ય મહારથી ગોપાળકૃષ્ણ ગોખલેએ પણ સ્પષ્ટ શબ્દોમાં સુધારાઓની ટીકા કરી. જાતિ અથવા પંથ પર આધારિત પ્રતિનિધિત્વના કડવાં ફળ તરફ સચેત કરતાં એમણે કહ્યું કે પ્રાંતિય પ્રતિનિધિત્વ જ એક માત્ર એવો આધાર છે જે સુયોગ્ય રીતે એક વિશાળ જનસંખ્યાનાં લોકહિતોનું પ્રતિનિધિત્વ કરી શકે છે. બધાં રાષ્ટ્રોનો આ જ અનુભવ છે. એમણે કહ્યું કે જાતિ અથવા પંથના આધારે પ્રતિનિધિત્વના સિધ્ધાંતને માન્યતા આપવામાં આવે એ સરકાર માટે એ જરુરી નથી.
વિવિધ અંગત સ્વાર્થ ધરાવતા હિતો વચ્ચેનું દબાણ દેશમાટે પહેલેથી જ શાપરુપ બની રહ્યું છે.
1909ના રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ‘સંપ્રદાયના આધાર પર અલગ મતદાર-મંડળોની રચનાનો તીવ્ર વિરોધ’ કરવામાં આવ્યો. રાષ્ટ્રીય કૉંગ્રેસે એ પણ કહ્યું : ‘ખાસ કરીને આ વ્યવહારે દેશમાં વ્યાપક અસંતોષ ફેલાવ્યો, જેનું કારણ છે: 1. એક ખાસ સંપ્રદાયના અનુયાયીઓને પ્રતિનિધિત્વનો વધુ પડતો અને અયોગ્ય ભાગ આપવામાં આવ્યો છે. 2. ચૂંટણી, મતાધિકાર અને ઉમેદવારોની યોગ્યતાઓના પ્રશ્ને મહામહિમે મુસ્લિમ અને બિનમુસ્લિમ પ્રજા વચ્ચે અયોગ્ય, પક્ષપાતી અને અપમાનજનક ભેદભાવ કર્યો છે. ૩. કાઉન્સિલ માટે ચૂંટણી લડતા ઉમેદવારો માટે વ્યાપક, મનફાવે તેવા અને અયોગ્ય ગેરલાયક ઠરાવતાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે.