Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 32


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..

વાંચો લેખમાળાનું પ્રકરણ 32


• ઇસ્લામી દેશોએ ખિલાફતને ટેકો ન આપ્યો, પણ ભારતના મુસ્લિમો અને કોન્ગ્રેસ એને બચાવવા કૂદતી હતી


કમાલપાશાએ કેવળ ખલીફા બનવાની વિનંતી ફગાવી દીધી એટલું જ નહીં, ખિલાફતને જ સમાપ્ત કરી દીધી. એમણે કહ્યું: ‘ઇસ્લામ હારેલા લોકોનો મજહબ છે.’ એમણે આગાખાન અને અમીર અલીને કહ્યું, “આપ તો શિયા અને ખોજા છો, ઇસ્લામ માટે તો તમે વિધર્મી છો. તુર્કીના સુન્ની મુસલમાનોને સલાહ આપનાર તમે કોણ ?’

કેવી વિટંબણા! ભારતના મુસલમાનોએ તો ખિલાફત જેવા આંદોલનનો ભાર પોતાને માથે લઇ લીધો અને ઠેર ઠેર જઇ છાતી કૂટી કૂટી કહેવા લાગ્યા ‘ઇસ્લામ ખતરામાં છે. પણ..તુર્કીએ તો ખિલાફતને ઠોકર મારી દેશ બહાર કાઢી મૂકી હતી! બાકીના બીજા મુસ્લિમ દેશોએ તો એને એમની પાસે જ ફરકવા દીધી ન હતી.

તુર્કીમાં એક સશક્ત રાષ્ટ્રવાદી રાજ્યનો ઉદય થાય એની સાથે અંગ્રેજોની આંતરરાષ્ટ્રીય રણનીતિનો મેળ ખાતો ન હતો, આથી એમણે કમાલપાશાની વિરુધ્ધ ખલીફાને ઊભો કરવા પ્રયત્ન કર્યો અને આગાખાનને ખલીફાને સાથ આપવા માટે પ્રોત્સાહન આપ્યું. આગાખાન અને અમીર અલીએ તાર કરી કમાલપાશાને મજિદની ખલીફાઇ બચાવી લેવા વિનંતી કરી. કમાલપાશાએ આ તારને કચરાપેટીમાં ફેંકી દીધો, ત્યારે આ બન્ને નેતાઓ પોતે જ એક પ્રતિનિધિ મંડળ બનાવી કમાલપાશાને મળ્યા કે તેઓ અબ્દુલ મજિદને ખલીફાઇના અધિકારો પુન: સ્થાપિત કરાવી દે.
કમાલપાશાએ બંનેને ધુત્કારી કાઢ્યા. એમણે આગાખાન અને અમીર અલીને કહ્યું, “આપ તો શિયા અને ખોજા છો, ઇસ્લામ માટે તો તમે વિધર્મી છો. તુર્કીના સુન્ની મુસલમાનોને સલાહ આપનાર તમે કોણ?’
બંનેએ કમાલપાશાને ખલીફાની ગાદી સંભાળી લેવા વિનંતી કરી. કમાલપાશાએ એમને એક સીધો સાદો પ્રશ્ન કર્યો: ‘આપ તો અંગ્રેજ અને ફ્રેંચ ઉપનિવેશની પ્રજા છો. હું ખલીફા બની જાઉં તો આપ મારા આદેશોનું પાલન કરશો?’ પ્રતિનિધિ મંડળ ગલ્લાં તલ્લાં કરવા માંડ્યું ત્યારે કમાલપાશાએ કહ્યું, ‘આપ મારા આદેશોનું પાલન કરવા અસમર્થ હો તો પછી કેવળ દેખાવ પૂરતું મારા ખલીફા બનવાનો અર્થ શો છે ?’ કમાલપાશાએ આ બન્નેને કહ્યું કે તમે લોકો અવળી ગંગા વહાવી રહ્યા છે. ભારતમાં તમે લોકો અંગ્રેજી શાસનના સ્તંભ છો અને તુર્કી વિરુધ્ધ અંગ્રેજોને ટેકો આપી રહ્યા છો. હવે કયા મોઢે તુર્કીને એની રાષ્ટ્રીય નીતિ અંગે સલાહ દેવા આવ્યા છો ?’ એ પછી કમાલપાશાએ આગાખાનનો પાછલો ઇતિહાસ કરી સંભળાવ્યો અને સાબિત કરી બતાવ્યું કે તેઓ અંગ્રેજના પીઠ્ઠુ છે. કમાલપાશાએ કેવળ ખલીફા બનવાની વિનંતી ફગાવી દીધી એટલું જ નહીં, ખિલાફતને જ સમાપ્ત કરી દીધી. એમણે કહ્યું: ‘ઇસ્લામ હારેલા લોકોનો મજહબ છે. જે દિવસે એમણે આપણી ભૂમિ પર પગ મૂક્યો છે, તે દિવસથી તુર્કીની દશા દિવસે દિવસે ખરાબ થતી ગઇ છે.’ કમાલપાશાએ ઇસ્લામને સરકારી ધર્મના સિંહાસનેથી ઊઠાડી મૂક્યો અને તુર્કીને સંપ્રદાય નિરપેક્ષ રાજ્ય જાહેર કરી દીધું.

આમ છતાંય ભારતમાં ખિલાફત આંદોલનના નેતાઓ આટલી હદે અપમાનિત થયા પછી પણ શાંત બેસી રહ્યા નહીં. અલી બંધુઓની નેતાગીરીમાં તેઓ અરબના શાહ અબ્દુલ અઝીઝ ઇબ્ન સઉદ પાસે પહોંચ્યા અને એમને નવા ખલીફા બનવા કહ્યું. શાહ અબ્દુલ અઝીઝ પણ જાણતા હતા કે આ અંગ્રેજોની ચાલ છે. એમણે ખિલાફતના નેતાઓનને દ્વિધામાં મૂકી દેતા કહ્યું, ‘આપ ઇસ્લામના આટલા જ પાકા સમર્થક છો તો પછી આપ ગાંધીજીને સાથ આપી ભારતને અંગ્રેજોના પંજામાંથી કેમ છોડાવતા નથી? આ તો ઇસ્લામનું શિક્ષણ છે. આપ અંગ્રેજોના ગુલામ તરીકે મારી પાસે આવ્યા છો અને મને અંગ્રેજોની જાળમાં ફસાવા આવ્યા હોય એવું મને લાગે છે.. ત્રણ દિવસની સામાન્ય અરબ મહેમાનગતિ કર્યા પછી શાહે એમને કહ્યું કે આપ ખુશીથી વિદાય લો અને ત્યાં જઇ ગાંધીજીને મારી સલામ કહેજો’ શૌક્ત અલીએ કાંઇક કહ્યું તો અબ્દુલ અઝીઝ ઉઠયા, એમણે બન્ને ભાઇઓની દાઢી પકડી, બન્ને ભાઇ (અલી બંધુઓ) માથાં એકબીજાના માથા સાથે ભટકાડ્યા…’ (કે.આર.મલકાની : આર.એસ.એસ.સ્ટોરી, પૃ. 12)

તુર્કી અને અરબમાં નિરાશા મળતા ખિલાફત આંદોલનના નેતા ઇરાનના શાહ રજા શાહ પહલવી પાસે પહોંચ્યા, પરંતુ શાહને તો એમની આર્ય પરંપરા પર ગર્વ હતો. એમણે ખિલાફત અને ભારતીય મુસલમાનોમાં કોઇ રસ દાખવ્યો નહીં. ખિલાફતના નેતાઓના હાથમાં કશું આવ્યું નહીં. તેઓ ખાલી હાથે પાછા ફર્યા. હાથમાં આવ્યા કેવળ અપમાનના ઘૂંટડા. કેવી વિટંબણા! ભારતના મુસલમાનોએ તો ખિલાફત જેવા આંદોલનનો ભાર પોતાને માથે લઇ લીધો અને ઠેર ઠેર જઇ છાતી કૂટી કૂટી કહેવા લાગ્યા ‘ઇસ્લામ ખતરામાં છે. પણ..તુર્કીએ તો ખિલાફતને ઠોકર મારી દેશ બહાર કાઢી મૂકી હતી! બાકીના બીજા મુસ્લિમ દેશોએ તો એને એમની પાસે જ ફરકવા દીધી ન હતી. એને તેઓ એક ધૃણાસ્પદ ચીજ માનતા. આનાથીય વધુ મોટી વિટબણા તો એ હતી કે આપણા રાષ્ટ્રીય નેતાઓએ ખિલાફતનું તન-મન-ધનથી સમર્થન કર્યું હતું અને એને રાષ્ટ્રીય આંદોલનનો વિષય બનાવી દીધો હતો! ડો. આંબેડકર કહે છે કે ખિલાફતને ગાંધીજીએ જીવન મરણનો પ્રશ્ન બનાવી દીધો. ડો. આંબેડકર લખે છે:

‘ખિલાફતનું આંદોલન ઉપાડી લેવામાં શ્રી ગાંધીએ બેવડા હેતુઓ સિદ્ધ કર્યા. એક તો એ કોંગ્રેસની મુસ્લિમોને જીતી લેવાની યોજનાને પરાકાષ્ટાએ લઈ ગયા. બીજું, એ કે તેમણે દેશમાં કોંગ્રેસને એક બળ બનાવી. મુસ્લિમોએ તેને સહકાર ન આપ્યો હોત તો તે ક્યારેય એક શક્તિ ન બની શકી હોત. રાજકીય સલામતીઓ કરતાંય ખિલાફતનો હેતુ મુસ્લિમોને વધુ સ્પર્શી ગયો. પરિણામે જે મુસ્લિમો કોંગ્રેસની બહાર હતા તે તેમાં જોડાયા.’


ક્રમશ: ©kishormakwana


Spread the love