Spread the love

ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.


ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી પ્રસિદ્ધ લેખક, પત્રકાર શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે લખાયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.


વાંચો લેખમાળાનું પ્રકરણ 10


• અંગ્રેજોએ મુસ્લિમોને લાલચ આપવાનું શરુ કર્યું.


અંગ્રેજોએ બીજી લાલચ પણ દેખાડી કે જેથી રાજભક્તિની અંગ્રેજી જાળમાં મૌલવી ફસાઇ જાય. ૧૮૫૭ના સંગ્રામમાં ભાગ લેનારા હિન્દુ જમીનદારોની જપ્ત કરવામાં આવેલી એ જમીન અંગ્રેજોએ જે મુસલમાનોએ મુશ્કેલ સમયમાં એમને સાથ આપ્યો હતો એમને ભેટ સ્વરૂપે વહેંચી દીધી.


મહારાજ રણજિતસિંહના પરાક્રમી સૈનિકોએ અદભૂત વીરતા બતાવી. ૧૮૩૧ના બાલકોટ યુધ્ધમાં સૈયદ અહમદ પણ માર્યો ગયો. પરંતુ આ કારમા ઘા છતાં આ આંદોલન ઠપ્પ થયું નહિં. એમણે અંગ્રેજો વિરુધ્ધ નવા મોરચાઓ ખોલ્યા. અંગ્રેજો પોતાની જાળમાં જ ફસાઇ ગયા. વિલિયમ હંટરે લખ્યું છે : ‘જે આંધળો ક્રોધ પહેલાં શીખો પર ઉતર્યો હતો, આપણા દ્વારા પંજાબને ભેળવી દીધા બાદ તે આપણા પર ઉતર્યો. વહાબીઓની નજરે અંગ્રેજ અને હિન્દુ બંને જ કાફર હતા, બંનેની ડોક તલવારથી ઉડાવી મૂકવી જોઇએ. શીખોની સરહદે પહેલાં જે ગરબડ સામે આપણે આંખ આડા કાન કર્યા હતા, તે આપણા માટે ખૂબજ ખરાબ પૂરવાર થઇ. વહાબીઓના અનુયાયી દેશના વિવિધ ભાગોમાં બળવા માટે પ્રચાર કરી રહ્યાં હતાં. બંગાળમાં રાજશાહી, બિહારમાં પટણા અને પંજાબની સરહદ સુધી એમનો પ્રચાર ચાલી રહ્યો હતો . ધર્માંધ કબાલીઓને તેઓ અંગ્રેજો વિરુધ્ધ ખૂબ ભડકાવતા રહ્યા.’ હંટરે લખ્યું છે કે ૧૮૫૦ થી ૧૮૬૩ વચ્ચે એમણે ૩૬ વિશેષ અભિયાનોમાં અનિયમિત હથિયારબંધ વ્યક્તિઓ અને પોલીસ ઉપરાંત કુલ ૬૦,૦૦૦ નિયમિત સૈનિક મોકલ્યા હતા.


વહાબી પ્રકરણથી અંગ્રેજોની ‘ભાગલા પાડો’ અને રાજ્યકરો’ની નીતિ થ્યાનમાં આવે છે. જ્યાં સુધી શીખ પંજાબ અને પશ્વિમ ઉત્તર ભાગમાં અંગ્રેજો માટે સમસ્યા બની રહ્યા, એમણે ધર્માંધ મુસ્લિમ જેહાદીઓને ઉત્તેજન આપ્યું. શીખોને દબાવી દીધા પછી જેહાદીઓને બળવાખોર જાહેર કરી કચડી નાખવામાં આવ્યા.


વહાબી આંદોલન પછી અંગ્રેજોને મુસ્લિમ ધર્માંધતાની ભયાનકતાનો પરચો મળી ગયો હતો. અંગ્રેજો લોકોમાં ઉન્માદ જગાડવાની મુસ્લિમોની ક્ષમતા પારખી ગયા હતા. એક વાર તો અંગ્રેજ મુસલમાનોને પોતાના મુખ્ય હરીફ માનવા લાગ્યા હતા. ગવર્નર જનરલ લૉર્ડ એલેનબરોએ ૧૮૪૩માં ડ્યૂક ઓફ વિલિંગડનને લખ્યું હતું કે મુસ્લિમ જાતિ મૂળભૂત રીતે અંગ્રેજો વિરુધ્ધ છે અને આપણી નીતિ હિન્દુઓ સાથે સુમેળ કરવાની હોવી જોઇએ. એ પછી અંગ્રેજોએ મુસ્લિમોની સાંપ્રદાયિક ધૃણાને બિન અસરકારક બનાવવાની યોજનાઓનો આરંભ કરી દીધો. એમણે એને પોતાના સામ્રાજ્યવાદી હિત સાધવા માટે એક નવી દિશા આપી.


ડબલ્યુ. ડબલ્યુ. હંટરે ‘ધ ઇંડિયન મુસલમાંન્સ’ નામના પોતાના પુસ્તકમાં ખાસ લખ્યું કે બ્રિટિશ રાજ વિરુધ્ધ મુસ્લિમ નારાજગીના મુખ્ય કારણ કયા છે અને એને અંગ્રેજ કેવી રીતે દૂર કરીને એમની નિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. હંટરે એમની ગંભીર સાંપ્રદાયિક આશંકાઓ ઉજાગર કરવાનો વિશેષ પ્રભાવી પ્રયત્ન કર્યો અને લખ્યું છે કે કેવી રીતે એને દૂર કરી શકાય એમ છે. એનું કહેવું હતું કે કુરાનના આદેશો પ્રત્યેની એમની પ્રતિબધ્ધતાની યોગ્ય રીતે વ્યાખ્યા કરવી જોઇએ, જેથી બ્રિટિશ વિરોધના એમના આવેશ અને આક્રોશને દૂર કરી શકાય. હંટરનો વિશેષ ફાળો એ હતો કે એણે મુસ્લિમ ઉગ્રતાના વિશ્લેષણમાં સહાનુભૂતિ ભર્યું વલણ દાખવ્યું અને એમની અનેક ફરિયાદોને યોગ્ય ગણાવી છે.


હંટરે એ પણ લખ્યું કે અંગ્રેજોએ પહેલાં ક્યાં ક્યાં ભૂલ કરી હતી અને ભવિષ્યમાં એમણે કઇ કઇ નવી રીત અપનાવી પડશે. આ દ્રષ્ટિકોણ મુજબ જ અંગ્રેજ અધિકારીઓએ ઇસ્લામના ઉલેમાઓને વિનંતી કરી કે તેઓ મુસલમાનોમાં યોગ્ય રીતે એવો પ્રચાર કરે કે અંગ્રેજોના ખ્રિસ્તી રાજ્ય પ્રત્યેની નિષ્ઠા કોઇ પણ રીતે કુરાનની શરિયતોથી પ્રતિકૂળ નથી.


અંગ્રેજોએ મુસલમાનોને પોતાના સંપ્રદાયના નીતિ નિયમોના પાલનની સ્વતંત્રતાની ગેરંટી તો આપી, પણ સાથે જ એમણે એમને એક બીજી લાલચ પણ દેખાડી કે જેથી રાજભક્તિની અંગ્રેજી જાળમાં મૌલવી ફસાઇ જાય. ૧૮૫૭ના સંગ્રામમાં ભાગ લેનારા હિન્દુ જમીનદારોની જપ્ત કરવામાં આવેલી એ જમીન અંગ્રેજોએ જે મુસલમાનોએ મુશ્કેલ સમયમાં એમને સાથ આપ્યો હતો એમને ભેટ સ્વરૂપે વહેંચી દીધી. મુસ્લિમ ભદ્રવર્ગમાં, ખાસ કરીને અવધ અને સંયુક્ત પ્રાંત અને બિહારમાં આવી જમીન માટે લાલચ જગાડવામાં આવી. મૌલવી આ જાળમાં ફસાઇ ગયા અને એમણે અંગ્રેજોને લાભ થાય એવા નવા નવા ફતવા બહાર પાડ્યા. આમ પાછલા ફતવા રદ થઇ ગયા, જેમાં દારૂલ ઇસ્લામની સ્થાપનાની ઘોષણા કરવામાં આવી હતી. મક્કાના ત્રણ મુખ્ય મુસલમાન સંપ્રદાયોના ઉલેમાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ફતવાઓમાં કહેવામાં આવ્યું કે અંગ્રેજોના ખ્રિસ્તી રાજ્ય હેઠળ મુસલમાનોને સુરક્ષા અને ઇસ્લામ કાયદા કાનૂન પાળવા માટેની સ્વતંત્રતાની ગેરંટી આપવામાં આવી છે, આથી હવે દારુલ-હરબની સ્થિતિ રહી નથી અને એમની વિરુધ્ધ જેહાદની કોઇ જરૂર નથી.


૧૮૫૭ના ‘વિદ્રોહ’ ના પ્રચંડ આઘાતમાંથી કેટલાક આવા જ મહત્વના બોધપાઠ અંગ્રેજો શીખ્યા. અંગ્રેજોને ખદેડી મૂકવાના એ ભીષણ પ્રયાસમાં હિન્દુ અને મુસ્લિમ શક્તિઓ ખાસ કરીને મુસ્લિમ મજહબી નેતાઓ એક થઇ ગયા હતા. અંગ્રેજોને હવે પાકી ખાતરી થવા માંડી હતી કે એમના સામ્રાજ્યને મુસલમાનોથી જે ભય છે એની સામે દ્વિમુખી વ્યૂહ અપનાવો પડશે. એક તો જયાં ક્યાંય એમનો વિદ્રોહ માથું ઉચકે, ત્યાં એને કડક રીતે કચડી નાખવાે અને બીજો, બ્રિટિશ રાજ્ય પ્રત્યે એમના ધર્માંધ ક્રોધને ગમે તે રીતે શાંત કરી દેવો. અંગ્રેજો એ પણ સમજી ગયા હતા કે જો એમણે એમના વિરુધ્ધ હિન્દુઓ અને મુસલમાનોના સંયુક્ત વિરોધને વિકસવા દીધો તો એમના માટે ભારતમાં રાજ કરવું મુશ્કેલ બની જશે. આથી એમણે તરત જ પોતાની રણનીતિ બદલી અને મુસલમાનોને હિન્દુઓથી અળગા કરી દેવા અને તેમને હિન્દુઓ સાથે જ ઝઘડાવી મારવાનું ચાલુ કર્યું.


૧૮૯૭ માં વાઇસરોય એલ્ગિન લોર્ડ હેમિલ્ટને લખેલા એક પત્રથી ધ્યાનમાં આવે છે કે કેટલી ઠંડકથી અને ‘રોટલી ન્યાય’ કરતા વાંદરાની જેમ


એ નીતિ રીતિને અનુસરવામાં આવી હતી. પત્રમાં કહેવાયું છે: ‘પશ્વિમી સરહદી પ્રાંત અને પંજાબમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વધતા જતા મતભેદોની વાત સાંભળીને મને ખૂબ દુ:ખ થયું છે, પણ કહી શકતો નથી કે કઇ વાતની કામના કરું. વિચારો અને કાર્યોની એકતા રાજકીય દ્રષ્ટિએ ખૂબ જોખમકારક હશે, મતભેદ અને અથડામણ વહીવટી દ્રષ્ટિએ કષ્ટદાયી છે. આ બંને પૈકી બીજી સ્થિતિમાં ઓછામાં ઓછું જોખમ છે, જો કે એનાથી સંઘર્ષગ્રસ્ત સ્થળે અત્યારે વસતાલોકો પર ચિંતા અને જવાબદારીનો ભાર વધી જાય છે.’


ક્રમશ: ©kishormakwana


Spread the love