World BankWorld Bank
Spread the love

વર્લ્ડ બેંકનો રિપોર્ટ (World Bank Report) કહે છે કે ભારતમાં ગરીબી (Poverty) માત્ર 2.6 ટકા જ છે જ્યારે આશરે 30 ટકા ભારતીયો દિવસમાં બે ટંકનું પેટ ભરીને ભોજન ખરીદી શકતા નથી. અર્થશાસ્ત્રી પુલાપરે બાલકૃષ્ણન અને રિસર્ચર અમન રાજ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યાં સોમાંથી ત્રીસ લોકોને બે ટંકનું પૂરતું ભોજન નસીબ નથી, ત્યાં સોમાંથી ત્રણ કરતાં પણ ઓછા ગરીબ કેવી રીતે હોઈ શકે?

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દર દસમાંથી આશરે ત્રણ ભારતીયો દિવસમાં બે ટંકનું ભોજન ખરીદી શકતા નથી. પરંતુ વર્લ્ડ બેંક (World Bank) કહે છે કે ભારતમાં અત્યંત ગરીબોની (Multi Dimensional Poverty) વસ્તી હવે માત્ર 2.6 ટકા છે. એટલે કે સોમાંથી ત્રણ લોકો. તો સત્ય શું છે? કાગળ પર લખેલા આંકડા કે સામાન્ય માણસની થાળી?

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતમાં અત્યંત ગરીબી ધરાવતા લોકો 2.6 ટકા

તાજેતરમાં વર્લ્ડ બેંકેના રિપોર્ટમાં (World Bank Report) જણાવ્યું છે કે ભારતમાં કેટલી ગરીબી છે. વર્લ્ડ બેંકેના રિપોર્ટ (World Bank Report) મુજબ અત્યંત ગરીબી ધરાવતા લોકો (Multi Dimensional Poor) માત્ર 2.6 ટકા છે. જો આ સાચું હોય, તો આ ખૂબ જ સારા સમાચાર છે કારણ કે તેનો અર્થ એવો થાય કે દેશમાં મોટા પાયે ભૂખમરો અને તંગી હવે ભૂતકાળની વાત બની ગઈ છે. પરંતુ આ બન્ને વ્યક્તિને લાગે છે કે વર્લ્ડ બેંકની (World Bank) વાત આટલી જલદી માની લેવી યોગ્ય નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પહેલાં સમજીએ કે વર્લ્ડ બેંકે (World Bank) કેવી રીતે આ આંકડો કાઢ્યો છે. વર્લ્ડ બેંકે (World Bank) એક રેખા ખેંચી છે તે ગરીબી રેખા (Poverty Line) કહેવાય છે. અર્થાત એક ચોક્કસ રકમ ખર્ચ કરનાર ગરીબ (Poor) નથી, અને તે ચોક્કસ રકમથી ઓછો ખર્ચ કરનાર ગરીબ છે, ત્યારબાદ તેણે સરકારનો 2023-24 નો ઘરેલુ ખર્ચ સર્વે, જેને HCES કહેવામાં આવે છે તે સર્વે લીધો. આ સર્વેમાં સરકારે ઘરે-ઘરે જઈને પૂછ્યું હતું કે લોકો કઈ વસ્તુ પર કેટલા પૈસા ખર્ચે છે. વર્લ્ડ બેંકે (World Bank) જોયું કે આ સર્વેમાં કેટલા લોકો તે રેખાથી નીચે છે અને આ રીતે આવ્યા 2.6 ટકા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વર્લ્ડ બેંકનો (World Bank) આંકડો કેટલો સાચો?

એક મુશ્કેલી એ છે કે વર્લ્ડ બેંકે (World Bank) એ નથી જણાવ્યું કે ભારત માટે આ ગરીબી રેખા (Poverty Line) ખેંચતી વખતે તેણે કઈ વસ્તુઓ ગણી હતી અને તેમની શું કિંમત માની હતી. જોકે સારી વાત એ છે કે સરકારનો આ સર્વે ખૂબ કામનો છે. તેમાં સમગ્ર દેશના લોકોના ખર્ચનો ઝીણવટભર્યો હિસાબ છે. તો આ જ સર્વે પરથી આપણે પણ તપાસી શકીએ છીએ કે વર્લ્ડ બેંકનો (World Bank) આંકડો કેટલો સાચો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શું છે ‘થાળી ઇન્ડેક્સ’?

આ બન્ને વ્યક્તિઓએ 2025 માં લોકોની સ્થિતિ માપવાની એક સરળ રીત સૂચવી હતી. આ માપદંડને નામ રાખ્યું ‘થાળી ઇન્ડેક્સ’ (Thali Index). પ્રશ્ન સ્પષ્ટ છે કે એક માણસ ખાવા પર જેટલા પૈસા ખર્ચે છે, તેટલામાં તે કેટલી થાળીઓ ખરીદી શકે છે? તો થાળી જ શા માટે? થાળી રાખવાનું કારણ કે થાળીમાં દાળ, રોટલી, ભાત, શાક. એટલે કે શરીરને જે જોઈએ તે બધું. પેટ ભરાય તેવું પણ અને પૌષ્ટિક પૂરું ભોજન હોય છે અને થાળી દરેક ભારતીયના રસોડાનો હિસ્સો છે.

હવે થાળીની કિંમત નક્કી કરવાની હતી. તેમણે એક થાળી 30 રૂપિયાની માની. રેટિંગ અને રિસર્ચ એજન્સી CRISIL મુજબ 2023-24 માં ઘરે બનેલી એક શાકાહારી થાળી (Veg Thali) આટલા રૂપિયામાં જ પડતી હતી. તેમણે ઘરની શાકાહારી થાળી (Veg. Thali) એટલા માટે પસંદ કરી, કારણ કે તે સૌથી સસ્તી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હવે પરિણામો જે આવ્યા તે ચોંકાવનારા છે. ગામડાઓમાં (Village) દર બેમાંથી એક વ્યક્તિ એટલે કે 50 ટકા જેટલા લોકો દિવસમાં બે થાળી ખરીદી શકતા નથી. શહેરોમાં આ આંકડો દર પાંચમાંથી એકનો એટલે કે 20 ટકા છે.

વર્લ્ડ બેંકના રિપોર્ટમાં (World Bank Report) પણ સસ્તા રાશનને (Free Ration) ગરીબીના આંકડાઓ પર અસર કરનારું એક કારણ જણાવવામાં આવ્યું છે. તો તેમાં સસ્તા રાશનને (Free Ration) પણ ઉમેરીને જોવામાં આવતા જે આંકડો આવ્યો તે દર્શાવે છે કે ગામડાઓમાં 40 ટકા અને શહેરોમાં 10 ટકા લોકો બે થાળી ખરીદી શકતા નથી. કુલ મળીને આશરે 30 ટકા ભારતીયો દિવસમાં બે ટંકનું પેટ ભરીને ભોજન ખરીદી શકતા નથી. હવે વિચારો કે આ વાત ગળે કેવી રીતે ઉતરે કે જ્યાં સોમાંથી ત્રીસ લોકોને બે ટંકનું પૂરતું ભોજન નસીબ નથી, ત્યાં સોમાંથી ત્રણ કરતાં પણ ઓછા ગરીબ કેવી રીતે હોઈ શકે?

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

માપદંડ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત

અને મજાની વાત એ છે કે વર્લ્ડ બેંક (World Bank) અને થાળી ઈન્ડેક્સ (Thali Index) બનાવનારા બંનેએ એક જ સરકારી સર્વેમાંથી આંકડા લઈ રહ્યા છે. ફરક માત્ર રીતનો છે કે વર્લ્ડ બેંક (World Bank) પૈસાની એક રેખા ખેંચીને જુએ છે. અને થાળી ઈન્ડેક્સ (Thali Index) બનાવનારા સીધું એ જોઈ રહ્યા છે કે લોકો ખાવા પર કેટલો ખર્ચ કરી શકે છે. જો દિવસમાં બે થાળીઓને ભોજનની સૌથી પાયાની જરૂરિયાત માનીએ, તો સ્પષ્ટ છે કે વર્લ્ડ બેંકના (World Bank) અંદાજ કરતાં અત્યંત ગરીબી ક્યાંય વધારે છે. તેથી વર્લ્ડ બેંકે ભારત માટે પોતાની ગરીબી રેખા પર ફરીથી વિચાર કરવો જોઈએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આને બીજી એક રીતે સમજી, માની લો કે વર્લ્ડ બેંકની (World Bank) રેખા એવું માને છે કે ચોક્કસ પૈસા કોઈની પાસે છે, અને તેટલામાં બે થાળીઓ આરામથી આવી શકે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘર ચલાવવા માટે માત્ર ભોજન જ નથી હોતું. મકાનનું ભાડું (House Rent), બીમારીમાં દવા (Medicine), બાળકોની સ્કૂલ ફી (School Fee), કામ-ધંધે પર જવાનો ખર્ચ (Tranportation), બની શકે કે માણસ પહેલાં આ જરૂરી ખર્ચાઓ ચૂકવતો હોય. અને ખાવા માટે જે પૈસા બચે, તેનાથી જ કામ ચલાવતો હોય. તેથી જો આપણે માનીએ છીએ કે ગરીબ (Poor) ન કહેવાવા માટે ઓછામાં ઓછું પેટ ભરીને ભોજન જરૂરી છે, તો ગરીબી રેખામાં પણ આ વાત દેખાવી જોઈએ.

થાળી ઈન્ડેક્સ (Thali Index) બનાવનારાની આ વાત માત્ર વર્લ્ડ બેંકના (World Bank) માપદંડ પૂરતી નથી. સંયુક્ત રાષ્ટ્રની (UNO) સંસ્થા UNDP નો પણ એક માપદંડ છે, જે સ્વાસ્થ્ય (Health), શિક્ષણ (Education) અને રહેણીકરણીને (Life Style) મેળવીને ગરીબી (Poverty) માપે છે. જ્યાં સુધી તે માપદંડ વર્લ્ડ બેંકની (World Bank) રેખા પર ટકેલો છે, ત્યાં સુધી આ વાત તેના પર પણ લાગુ પડે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોંઘવારી અને નીતિગત સુધારાની જરૂરિયાત

આ બધું જરૂરી શા માટે છે? કારણ કે ગરીબીના આવા આંકડા જોઈને સરકાર ઢીલી પડી શકે છે. તેને લાગી શકે છે કે અત્યંત ગરીબી (Multi Dimensional Poverty) તો લગભગ ખતમ થઈ ગઈ છે. પરંતુ ખરેખર જોતા એ દેખાય છે કે દેશના મોટા હિસ્સાની થાળીમાં ઘણું ઓછું ભોજન છે. તેથી ગરીબી દૂર કરનારી યોજનાઓની તાત્કાલિક જરૂરિયાત હજુ પણ વધારે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લોકો કેટલું ખાઈ શકશે, એ વાત તેના પર ટકેલી છે કે ખોરાક કેટલો મોંઘો છે. તેથી ખાદ્ય ચીજોના ભાવ કાબૂમાં રાખવા સૌથી જરૂરી છે. અને અત્યારે ખાદ્ય મોંઘવારી ઝડપથી વધી રહી છે. આ વધારો પણ અનોખો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ખાદ્ય મોંઘવારી દર મહિને વધી છે. આ દરમિયાન તે ત્રણ ગણી થઈ ગઈ. મતલબ કે ભાવ માત્ર વધી જ નથી રહ્યા, પરંતુ તેના વધવાની ઝડપ પણ તેજ થતી જઈ રહી છે. તો ખાદ્ય મોંઘવારી રોકનારી નીતિઓ પર તાત્કાલિક ફરીથી વિચાર કરવો પડશે. ખાદ્ય ચીજોના ભાવ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે બજારમાં અનાજ ભરપૂર હોય. એટલે કે ઓછા ખર્ચે વધુ અનાજ પેદા થાય. અને આના માટે ખેતીની પેદાવાર વધારવી પડશે.

લેખ સૌજન્ય: ઈન્ડિયન એક્સ્પ્રેસ હિન્દી


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *