કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી (PM Modi) ભલે જેને ઈચ્છે તેને જજ બનાવી લે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોંગ્રેસ નેતા (Congress Leader) અને લોકસભામાં વિપક્ષના નેતા (LOP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીને (Narendra Modi) ફરી એકવાર ડિબેટની (Debate) ચેલેન્જ આપતા કહ્યું કે પીએમ, અમારી સાથે સામસામે બેસીને ડિબેટ (Debate) કરે. આ દરમિયાન રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સરકાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે સંસદમાં (Parliament) તેમને બોલતા રોકવામાં આવતા રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પીએમ મોદીને આપી ચેલેન્જ
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) ડિબેટનો પડકાર આપતા કહ્યું, “હું ઈચ્છું છું કે વન-ઓન-વન (one-on-one) થાય. હું ભાષણવાળી ડિબેટ (Debate) નથી ઈચ્છતો, હું ઈચ્છું છું, નરેન્દ્ર મોદી (Narendra Modi) મારા પર આરોપ લગાવી રહ્યા છે, હું તેમના પર આરોપ લગાવી રહ્યો છું, તેઓ આવી જાય, જેમ મેં કહ્યું છે તેમ, એક ટેબલ હશે, એક તરફ નરેન્દ્ર મોદીજી (Narendra Modiji), બીજી તરફ હું. હું ગેરંટી આપી રહ્યો છું કે, વન-ઓન-વન ડિબેટ પછી નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન નહીં રહી શકે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો
આ દરમિયાન રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સરકાર પર ઘણા ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું, “મેં સંસદમાં (Parliament) ડિબેટ કરવાનો પ્રયાસ કર્યો, તમે માઈક બંધ કરી દો છો. તમે મને ખેડૂત બિલ (Famers Bill) પર વાત ન કરવા દીધી. મત ચોરી (Vote Chori) પર વાત ન કરવા દીધી. SIR પર વાત ન કરવા દીધી. ચીન (China) પર વાત ન કરવા દીધી. નરવણેના પુસ્તક પર વાત ન કરવા દીધી. એપસ્ટિન (Epstein) પર વાત ન કરવા દીધી.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાહુલ ગાંધી આપતા રહ્યા છે ચેલેન્જ
કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધીએ વિવિધ પ્રસંગોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) જાહેર ચર્ચા (Debate) નો પડકાર આપ્યો છે. એપ્રિલ 2019 ના લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રાફેલ સોદા (Rafale Deal) અને ભ્રષ્ટાચારના (Corruption) મુદ્દાઓ પર વડાપ્રધાનને 15 મિનિટની સીધી ચર્ચાનો પડકાર ફેંક્યો હતો. ત્યારબાદ, મે 2024 ની સામાન્ય ચૂંટણીઓ સમયે પૂર્વ ન્યાયાધીશ મદન બી. લોકુર, અજિત પી. શાહ અને વરિષ્ઠ પત્રકાર એન. રામ દ્વારા બંને નેતાઓને મોકલવામાં આવેલા આમંત્રણને સ્વીકારતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાનને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા માટે આમંત્રિત કર્યા હતા.
नरेंद्र मोदी मेरे साथ आमने-सामने बैठकर डिबेट करें। मै गारंटी देता हूं- मेरे साथ one-on-one डिबेट के बाद नरेंद्र मोदी प्रधानमंत्री नहीं रह पाएंगे। : नेता विपक्ष श्री @RahulGandhi https://t.co/QdLEdy725C
— Congress (@INCIndia) November 13, 2026

