Dhruv RatheeDhruv Rathee
Spread the love

ધ્રુવ રાઠીએ (Dhruv Rathee) પોતાની અટકાયતને ‘કિડનેપિંગ’ ગણાવી છે. તેમણે કહ્યું કે બેડરૂમમાંથી સીડીઓથી નીચે ઢસડીને લઈ જવાના કારણે તેમના આખા શરીર પર ઈજાઓ થઈ છે. તેમને ચંપલ પહેરવાની પણ તક આપવામાં ન આવી. તેમનો અને તેમના માતા-પિતાનો ફોન આંચકી લેવામાં આવ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોકરોચ જનતા પાર્ટીના (Cockroach Janta PArty) વિરોધ પ્રદર્શનમાં (Protest) સામેલ થવા આવેલા યુટ્યુબર (Youtuber) ધ્રુવ રાઠીને (Dhruv Rathee) પોલીસ કસ્ટડીમાંથી (Police Custody) છોડી મૂકવામાં આવ્યા છે. મોડી રાત્રે પોલીસે ધ્રુવ રાઠીને (Dhruv Rathee) મુક્ત કર્યા હતા. મુક્ત થયા બાદ ધ્રુવ રાઠીએ (Dhruv Rathee) એક વિડિયો (Video) સંદેશ જારી કર્યો હતો. વિડિયોમાં (Video) તેમણે પોતાની અટકાયતને ‘કિડનેપિંગ’ (Kidnapping) ગણાવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મુક્તિ પછી ધ્રુવ રાઠીનો (Dhruv Rathee) વિડિયો આવ્યો સામે

વિડિયોની શરૂઆતમાં ધ્રુવ રાઠીએ (Dhruv Rathee) કહ્યું, “કેમ છો દોસ્તો, આપ સૌની શુભેચ્છાઓ માટે અને છેલ્લા 24 કલાકમાં તમે જે પ્રેમ દર્શાવ્યો છે તે બદલ ખૂબ-ખૂબ આભાર. સૌથી પહેલાં એક બાબત હું સ્પષ્ટ કરવા માંગીશ, આ મારો પાસપોર્ટ (Passport) છે, હું એક ભારતીય નાગરિક (Indian Citizen) છું, હતો અને રહીશ. તો આ જે અફવાઓ ફેલાવી રહ્યા છે ગોદી મીડિયા (Godi Media) વાળા અને મારા ડિટેન્શન (Detention) તથા ધરપકડ પાછળ જે જસ્ટિફિકેશન આપી રહ્યા છે કે ફોરેન પાસપોર્ટ હોલ્ડર હતો, પ્રોટેસ્ટમાં (Protest) ભાગ લઈ ન શકે, આ તદ્દન જૂઠું છે. હું એક ભારતીય નાગરિક (Indian Citizen) છું અને મને તેટલા જ અધિકારો છે જેટલા એક સામાન્ય નાગરિક પાસે હોય છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘બેડરૂમમાં ઊંઘતા સમયે પોલીસે કર્યો કિડનેપ’

ધ્રુવ રાઠીએ (Dhruv Rathee) 10 ઓક્ટોબરની ઘટના વિશે જણાવતાં કહ્યું, “10 ઓક્ટોબરની સવારે આશરે 7:00 વાગ્યે હું મારા બેડરૂમમાં સૂતો હતો. મારા મમ્મી સવારે ઊઠીને દરવાજો ખોલે છે કારણ કે બહાર પોલીસ વાળા નહીં, પરંતુ સાદા કપડાંમાં ઘણા બધા લોકો ફરી રહ્યા હતા. અચાનક આશરે 20 લોકો તેમને ધક્કો મારીને ઘરની અંદર ઘૂસી જાય છે, તેઓ ચીસ પાડે છે અને તે લોકો સીધા ઘરની અંદર ચારે તરફ ફેલાઈ જાય છે અને મારા બેડરૂમમાં આવે છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે આક્ષેપ કર્યો, “હું અહીં ‘કિડનેપ’ શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું કારણ કે આ કોઈ ધરપકડ (Arrest) કે ડિટેન્શન (Detention) નથી. ડિટેન્શન ત્યારે ગણાય જો હું પ્રોટેસ્ટમાં (Protest) જાઉં અને પોલીસ (Police) ત્યાં ડિટેન કરે. ધરપકડ (Arrest) ત્યારે કહેવાય જો કોઈ પોલીસ વાળો પોતાનો યુનિફોર્મ અને નેમપ્લેટ બતાવીને કલમો જણાવે અને પોલીસ સ્ટેશન (Police Station) ચાલવાનું કહે. પરંતુ આમાંથી કશું જ ન થયું; તેમણે ગુંડાઓ મોકલીને મને ઘરમાં સૂતો હતો ત્યારે કિડનેપ કર્યો. ઘરમાં તે સમયે ફક્ત મારા પપ્પા, મમ્મી અને હું જ હતા. બાદમાં મને ખબર પડી કે બહાર 50 થી વધુ લોકો ઊભા હતા.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ધ્રુવ રાઠીનો આરોપ- ઢસડી જવાને કારણે શરીર પર થઈ ઈજાઓ

ધ્રુવ રાઠીએ (Dhruv Rathee) કહ્યું કે બેડરૂમમાંથી સીડીઓથી નીચે ઢસડીને લઈ જવાના કારણે તેમના આખા શરીર પર ઈજાઓ થઈ છે. તેમને ચંપલ પહેરવાની પણ તક આપવામાં ન આવી. તેમનો અને તેમના માતા-પિતાનો ફોન આંચકી લેવામાં આવ્યો. તેમણે જણાવ્યું, “જ્યારે હું પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મારા વકીલને મળવાની માંગ કરી, તો તેમણે ના પાડી દીધી અને કોઈ ફોન પણ એક્સેસ કરવા ન દીધો. લગભગ 22-23 કલાક સુધી મને કેદ કરીને રાખ્યો અને કહેતા રહ્યા કે આ ધરપકડ કે ડિટેન્શન નથી.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિડિયોમાં ધ્રુવ રાઠીએ (Dhruv Rathee) કહ્યું, “શું તમે કોઈ લોકશાહી દેશમાં સાંભળ્યું છે કે એક સામાન્ય નાગરિક, જેણે માત્ર સત્ય, દેશહિત અને બહેતર ચૂંટણી પંચ માટે અવાજ ઉઠાવ્યો હોય, તેના ઘરમાં ઘૂસીને બેડરૂમમાંથી કિડનેપ કરી લેવામાં આવે. આવું કોઈ લોકશાહી દેશમાં બનતું નથી.” તેમણે આગળ કહ્યું કે તેમના ઘરની ચારે તરફ હજુ પણ ઓછામાં ઓછા 15 લોકો નજર રાખવા માટે મૂકી રાખ્યા છે જે હાઉસ અરેસ્ટ (House Arrest) જેવું છે. તેમણે અભિજીત (Abhijeet Dipke), સૌરભ દાસ (Saurva Das) અને આશુતોષને (Ashutosh Ranka) પણ ડિટેન કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો અને સોનમ વાંગચુકનો (Sonam Wangchuk) આભાર માન્યો.

બેંગલુરુમાં CJP ના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા

ધ્રુવ રાઠી (Dhruv Rathee) મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના (Gyanesh Kumar) રાજીનામા અને મતદાર યાદી SIR ના વિરોધમાં CJP દ્વારા જંતર-મંતર (Jantar Mantar) પર બોલાવવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં (Protest) સામેલ થવા આવ્યા હતા. આ પહેલાં તેઓ 8 ઓક્ટોબરે બેંગલુરુના (Bengluru) ફ્રીડમ પાર્કમાં CJP ના વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસે (Delhi Police) તેમને 10 ઓક્ટોબરની સવારે ગુરુગ્રામના (Gurugram) સેક્ટર 56 સ્થિત એક ફ્લેટમાંથી અટકાયતમાં લીધા હતા. દિલ્હી પોલીસે (Delhi Police) સ્પષ્ટ કર્યું છે કે જંતર-મંતર (Jantar-Mantar) આવવાનો પ્રયાસ કરાશે તો પગલાં લેવામાં આવશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *