UPI MDR ને લઈને સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે યુપીઆઈ પેમેન્ટના નવા નિયમોમાં P2P ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે ફ્રી રહેશે. ₹2,000 થી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર 0.4% MDR, મોટા પેમેન્ટ પર ₹300 ની મહત્તમ મર્યાદા અને નાના દુકાનદારોને ઝીરો MDR ની સુવિધા મળશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
₹2,000 થી વધુના UPI પેમેન્ટને લઈને ઊભા થયેલા તમામ પ્રકારના વિવાદો પછી હવે સરકારે પોતાની સ્પષ્ટતા જારી કરી દીધી છે. સરકારે એક નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે હવે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ એટલે કે P2P ટ્રાન્ઝેક્શન પર કોઈપણ રકમ માટે કોઈ ચાર્જ લાગશે નહીં. જ્યારે, દુકાનદાર (Shopkeeper) કે મર્ચન્ટને (Merchant) કરવામાં આવતા ₹2,000 થી વધુના UPI પેમેન્ટ પર સામાન્ય મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે એટલે કે 0.4% ચાર્જ લાગશે. સરકારનું કહેવું છે કે આ ફેરફારનો હેતુ ડિજિટલ પેમેન્ટને (Digital Payment) પરવડે તેવું અને પારદર્શક રાખવાનો છે. નવો નિયમ 15 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

P2P UPI પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી રહેશે
સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (PSS) એક્ટ, 2007 માં સુધારો કર્યો છે. આ હેઠળ સરકારને ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ (Electronic Payment Mode) પર ચાર્જ નક્કી કરવાની સત્તા મળી છે. 14 સપ્ટેમ્બર 2026 ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ₹2,000 સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર MDR શૂન્ય રાખવામાં આવ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
જો કે, સૌથી મહત્વની બાબત એ છે કે P2P ટ્રાન્ઝેક્શન પર રકમની કોઈ મર્યાદા રહેશે નહીં. એટલે કે તમે કોઈ વ્યક્તિને ₹500 મોકલો કે ₹1 લાખ, UPI થી પૈસા મોકલવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. P2P ટ્રાન્ઝેક્શન એ UPI ના કુલ વોલ્યુમના લગભગ 37% અને વેલ્યુના આશરે 70% જેટલો હિસ્સો ધરાવે છે.

₹2,000 થી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર 0.4% MDR
નવા નિયમો હેઠળ માત્ર Person-to-Merchant એટલે કે P2M ટ્રાન્ઝેક્શન, જેની રકમ ₹2,000 થી વધુ છે, તેના પર જ 0.4% MDR વસૂલવામાં આવશે. એટલે કે જો તમે 10 હજાર રૂપિયાનું મર્ચન્ટ પેમેન્ટ કરશો તો તમારે 40 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ શુલ્ક પેમેન્ટ સિસ્ટમમાં સામેલ બેંકો (Bank) અને એપ પ્રોવાઇડર્સ (App Providers) જેવા ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે. ₹75,000 કે તેથી વધુના મોટા ટ્રાન્ઝેક્શન પર MDR મહત્તમ ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી સીમિત રહેશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
રેલવે, ટેલિકોમ અને ફ્યુઅલ સેક્ટર માટે ₹5 ફ્લેટ MDR
રેલવે (Railway), ટેલિકોમ (Telecom), ઇન્સ્યોરન્સ (Insurance), ફ્યુઅલ (Fuel) અને કૃષિ ઇનપુટ (Agricultural Input) જેવા આવશ્યક ક્ષેત્રોમાં ₹2,000 થી વધુના પેમેન્ટ પર ₹5 નો ફ્લેટ MDR લાગુ થશે. આ ક્ષેત્રોની ભાગીદારી UPI P2M વોલ્યુમમાં આશરે 17% અને મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં લગભગ 46% છે. વળી, મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ, સ્ટોક બ્રોકર અને ડીલર સંબંધિત પેમેન્ટ પર માત્ર 0.02% MDR, મહત્તમ ₹300 સુધી, લાગુ થશે.

નાના દુકાનદારોને મળશે સંપૂર્ણ રાહત
₹1 લાખ સુધીની માસિક UPI QR રીસીટ ધરાવતા નાના વેપારીઓને P2PM કેટેગરી હેઠળ તમામ ટ્રાન્ઝેક્શન પર ફરજિયાતપણે ઝીરો MDR નો લાભ મળતો રહેશે. સરકારના જણાવ્યા અનુસાર MDR લાગુ થવાથી માત્ર આશરે 4% મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન જ પ્રભાવિત થશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલી શકાશે નહીં
UPI એપ પ્રોવાઇડર્સને કોઈ પણ પ્રકારની પ્લેટફોર્મ ફી કે છૂપો ચાર્જ વસૂલવાની મંજૂરી રહેશે નહીં. બેંકોને ખાતરી કરવા માટે સલાહ આપવામાં આવી છે કે મર્ચન્ટ્સ MDR નો ખર્ચ ગ્રાહક પાસેથી UPI પેમેન્ટના નામે ન વસૂલે. વ્યક્તિગત યૂઝર્સ માટે UPI ના ઉપયોગ પર કોઈ માસિક ક્વોટા કે ટ્રાન્ઝેક્શન મર્યાદા રહેશે નહીં. બેંક અને NPCI ની ₹1 લાખથી ₹5 લાખ સુધીની દૈનિક મર્યાદા માત્ર સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપન (રિસ્ક મેનેજમેન્ટ) માટે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ઉપરાંત, નાના વેપારીઓ વચ્ચે UPI ને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત (ડેડિકેટેડ) ફંડ બનાવવામાં આવશે. આમાં કુલ MDR કલેક્શનના 5% યોગદાન આપવામાં આવશે, જેનાથી નાના વેપારીઓ વચ્ચે ડિજિટલ પેમેન્ટને વધુ વેગ મળશે.
Regarding Merchant Discount Rate (MDR) on Select UPI (P2M) Transactions
— NPCI (@NPCI_NPCI) September 15, 2026
Please refer to the FAQs here: https://t.co/DTOZFVHAVB pic.twitter.com/4HMU0YZ2AC

