ICC
Spread the love

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એડિનબર્ગમાં (Edinburgh) યોજાયેલી પોતાની વાર્ષિક સામાન્ય બેઠકમાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 (ICC Men’s Cricket World Cup 2027) અને આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2028 ના (ICC Men’s T20 World Cup 2028) ફોર્મેટમાં સુધારાને મંજૂરી આપી છે. હવે કેવી રીતે થશે ટૂર્નામેન્ટનું આયોજન?

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એડિનબર્ગમાં (Edinburgh) યોજાયેલી પોતાની વાર્ષિક સામાન્ય બેઠકમાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 (ICC Men’s Cricket World Cup 2027) અને આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2028 ના (ICC Men’s T20 World Cup 2028) ફોર્મેટમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે. આઈસીસી બોર્ડે (ICC Board) ‘ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટી’ (Chief Executive Committee) તરફથી મળેલી તે ભલામણોને મંજૂરી આપી જે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Men’s Cricket World Cup) અને આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપના (ICC Men’s T20 World Cup) ફોર્મેટ સાથે જોડાયેલી હતી. ફોર્મેટમાં ફેરફાર (Format Change) સ્પર્ધાનું સ્તર અને રોમાંચ વધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 નું નવું ફોર્મેટ

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું (ICC Men’s Cricket World Cup 2027) આયોજન દક્ષિણ આફ્રિકા (South Africa), ઝિમ્બાબ્વે (Zimbabwe) અને નામીબિયાની (Namibia) સંયુક્ત યજમાનીમાં થવા જઈ રહ્યું છે. આમાં 14 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા માટે ત્રણ સ્ટેજવાળું નવું ફોર્મેટ લાગુ થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાઉન્ડ-1: ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરનારી 14 ટીમોમાંથી સૌથી નીચેની ત્રણ ટીમો એક રાઉન્ડ રોબિન સિરીઝ રમશે, જેની વિજેતા ટીમ આગામી રાઉન્ડમાં પહોંચશે.

રાઉન્ડ-2: આ પછી રાઉન્ડ-2 માં બાકી બચેલી 12 ટીમોને છ-છ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાં રાઉન્ડ રોબિનના આધારે મેચો રમાશે. દરેક ગ્રુપની ટોપ ત્રણ ટીમો અને બંને ગ્રુપમાંથી આગામી સૌથી વધુ સારી રેન્ક ધરાવતી ટીમો સુપર-7 સ્ટેજમાં પ્રવેશશે. રાઉન્ડ-2 માં કુલ 30 મેચો રમાશે.

સુપર-7 રાઉન્ડ: આ રાઉન્ડમાં તમામ ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં મેચો રમાશે અને ટોપ-4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. આ રાઉન્ડમાં કુલ 21 મેચો રમાશે.

સેમિફાઇનલ અને ફાઇનલ: આ પછી સેમિફાઇનલ મુકાબલામાં પહેલા ક્રમે રહેલી ટીમ ચોથા ક્રમે રહેલી ટીમ સામે અને બીજા ક્રમે રહેલી ટીમ ત્રીજા ક્રમે રહેલી ટીમ સામે ટકરાશે. ત્યારબાદ વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2028 નું નવું ફોર્મેટ

આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2028 (ICC Men’s T20 World Cup 2028) માં પણ 20 ટીમો ભાગ લેશે. આની યજમાની સંયુક્ત રીતે ઓસ્ટ્રેલિયા (Australia) અને ન્યુઝીલેન્ડ (New Zealand) કરશે. ટૂર્નામેન્ટના નવા ફોર્મેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે સ્પર્ધાના બીજા સ્ટેજમાં ટીમોની સંખ્યા વધારી શકાય, જેનાથી સુપર-10 સ્ટેજમાં ઉભરતી ટીમોની ભાગીદારી વધશે.

ગ્રુપ સ્ટેજ: ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 20 ટીમો વચ્ચે ગ્રુપ સ્ટેજમાં 30 મેચો રમાશે. 20 ટીમોને ચાર ટીમોના પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવશે. આ વ્યવસ્થા ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ઉપયોગમાં લેવાયેલા પાંચ-પાંચ ટીમોના ચાર ગ્રુપવાળા જૂના ફોર્મેટનું સ્થાન લેશે. દરેક ગ્રુપની ટોપ બે ટીમો સુપર-10 સ્ટેજમાં પહોંચશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સુપર-10 રાઉન્ડ: આ રાઉન્ડમાં કુલ 20 મેચો રમાશે. 10 ટીમોને 5-5 ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે, જેઓ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે. દરેક ગ્રુપની વિજેતા ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચશે.

એલિમેનેટર અને સેમિફાઇનલ: સેમિફાઇનલની બાકીની બે ટીમોનો નિર્ણય એલિમેનેટર મેચો દ્વારા થશે. આમાં ગ્રુપમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એકબીજા સામે ટકરાશે અને જીતનારી ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરશે. ત્યારબાદ સેમિફાઇનલ મેચોના વિજેતાઓ વચ્ચે ફાઇનલમાં ખિતાબ માટે જંગ જામશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2028 ક્વોલિફિકેશન

આઈસીસી ટી20 વિશ્વ કપ 2028 માટે 12 ટીમો વર્ષ 2026 ટી20 વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શન અને ટીમ રેન્કિંગના આધારે ક્વોલિફાય કરી ચૂકી છે. આ ટીમો અફઘાનિસ્તાન (Afghanistan), ઓસ્ટ્રેલિયા (Australia), બાંગ્લાદેશ (Bangladesh), ઇંગ્લેન્ડ (England), ભારત (India), આયર્લેન્ડ (Irland), ન્યુઝીલેન્ડ (New Zealand), પાકિસ્તાન (Pakistan), દક્ષિણ આફ્રિકા (South Africa), શ્રીલંકા (Sri Lanka), વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને ઝિમ્બાબ્વે (Zimbabwe) છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બાકી રહેલી 8 ટીમો 16 ટીમોવાળા ગ્લોબલ ક્વોલિફાયર (Global Qualifier) દ્વારા આવશે. જે આઠ ટીમોએ વર્ષ 2026 ના વિશ્વ કપમાં ભાગ લીધો હતો અને ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવવામાં ચૂકી ગઈ હતી, તેઓ હવે સીધી 16 ટીમોવાળા ગ્લોબલ ક્વોલિફાયરમાં (Global Qualifier) પ્રવેશશે. આ ટીમો કેનેડા (Canada), ઇટાલી (Italy), નામીબિયા (Namibia), નેપાળ (Nepal), નેધરલેન્ડ (Netherland), ઓમાન (Oman), સંયુક્ત આરબ અમીરાત (UAE) અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સ્કોટલેન્ડને (Scotland) ગ્લોબલ ક્વોલિફાયરના (Global Qualifier) બદલે સીધી યુરોપ રીજનલ ફાઇનલમાં (Europe Regional Final) એન્ટ્રી મળશે. વર્ષ 2026ના વિશ્વ કપમાં (World Cup) તેણે વિશેષ સંજોગોમાં બાંગ્લાદેશના (Bangladesh) સ્થાને ભાગ લીધો હતો. ગ્લોબલ ક્વોલિફાયરમાં (Global Qualifier) બાકીની 8 ટીમો રીજનલ ક્વોલિફાયર (Regional Qualifier) દ્વારા આવશે. આફ્રિકાથી (Africa) બે ટીમો, એશિયાથી (Asia) 2 ટીમો, યુરોપથી (Europe) 2 ટીમો, અમેરિકાથી (America) એક ટીમ અને ઇસ્ટ એશિયા પેસિફિકથી (East Asia Pacific) એક ટીમ ગ્લોબલ ક્વોલિફાયરમાં (Global Qualifier) પહોંચશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *