Balochistan
Spread the love

બલૂચિસ્તાને (Balochistan) પાકિસ્તાનને જોરદાર ફટકો આપ્યો છે. તેણે પોતાને આઝાદ દેશ જાહેર કરી દીધો છે. આ સાથે જ 85 ટકા જમીન પર કબ્જો હોવાનો દાવો પણ કર્યો છે.

બલૂચિસ્તાને (Balochistan) પાકિસ્તાનને (Pakistan) જોરદાર ઝટકો આપતા પોતાને આઝાદ દેશ જાહેર કરી દીધો છે. સોશ્યલ મીડિયા પર એક નિવેદન શેર કરવામાં આવ્યું છે, જેમાં ‘રિપબ્લિક ઓફ બલૂચિસ્તાન’ ના (Republic Of Balochistan) નામે બલૂચિસ્તાનને (Balochistan) સ્વતંત્ર દેશ જાહેર કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વાયરલ (Viral) થયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે બલૂચિસ્તાનની સેનાએ (Balochistan Army) આ વિસ્તારના 85 ટકા હિસ્સા પર કબ્જો જમાવી લીધો છે. આ સાથે જ દેશનો ઝંડો, રાષ્ટ્રગીત, નવું ચલણ અને વહીવટી વ્યવસ્થા લાગુ કરવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવેલા પત્રમાં એવું પણ કહેવાયું છે કે નવી સરકાર પાસે આ વિસ્તારના ખનિજો, ગેસ ક્ષેત્રો અને કોલસાની ખાણો પર સંપૂર્ણ નિયંત્રણ છે. આ ઉપરાંત પાકિસ્તાનની (Pakistan) સુરક્ષા એજન્સીઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ રાજીનામા આપીને બલૂચિસ્તાનને (Balochistan) સાથ આપ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પાકિસ્તાન વિરુદ્ધ કેટલીય વાર થયા વિરોધ પ્રદર્શનો

બલૂચિસ્તાનમાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ કેટલીય વાર વિરોધ પ્રદર્શનો પણ થયા છે. બલૂચિસ્તાનના લોકોએ આસિમ મુનીર (Asim Munir) અને શહબાઝ શરીફ (Shehbaz Sharif) વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. હવે બલૂચિસ્તાન દ્વારા પોતાને આઝાદ જાહેર કર્યા બાદ પાકિસ્તાનનો માથાનો દુખાવો વધુ વધી ગયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મહત્વની વાત એ પણ છે કે આ વાયરલ પત્રના દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સાથે જ અત્યાર સુધી કોઈ અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા કે માન્યતા પ્રાપ્ત સરકારે બલૂચિસ્તાનને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બલૂચિસ્તાનમાં (Balochistan) છેલ્લા કેટલાક મહિનામાં હિંસા વધી

બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનામાં હિંસાનું પ્રમાણ વધ્યું છે. અહીં વંશીય બલૂચ બળવાખોરો (Baloch Rebel) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આતંકવાદીઓ સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. 5 જુલાઈથી અત્યાર સુધીમાં 109 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાંથી 71 આતંકવાદીઓ ‘ઓપરેશન શાબાન’ (Operation Shaban) દરમિયાન માર્યા ગયા હતા. આ ઓપરેશન પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર (FC) અને બલૂચિસ્તાન પોલીસે મળીને ચલાવ્યું હતું. જો કે હવે પરિસ્થિતિ વધુ બદલાઈ ગઈ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *