Hindu Law
Spread the love

સોલિસિટર જનરલ (Solicitor General of India) તુષાર મહેતાએ (Tushar Mehta) હિન્દુ કાયદાને (Hindu Law) મનુસ્મૃતિ (Manusmriti) સાથે જોડવાને ખોટું ગણાવ્યું છે, કારણ કે મોટાભાગના હિન્દુઓ (Hindu) ‘મિતાક્ષરા’ વિચારધારાને (Mitakshara Ideology) માને છે. આ ‘યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ’ (Yagyavalkyasmriti) પર આધારિત છે. અસમ (Assam) અને બંગાળમાં (Bengal) ‘દાયભાગ’ વિચારધારા (Dayabhaga Ideology) પ્રચલિત છે. એસજી (SG) તુષાર મહેતાએ (Tushar Mehta) હિન્દુ કાયદાની (Hindu Law) બે વિચારધારાઓનો ઉલ્લેખ કર્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સોલિસિટર જનરલ (Solicitor General) તુષાર મહેતાએ (Tushar Mehta) શનિવારે જણાવ્યું હતું કે હિન્દુ કાયદાને (Hindu Law) ‘મનુસ્મૃતિ’ (Manusmriti) સાથે જોડવો એ એક ગેરસમજ છે, કારણ કે અસમ (Assam) અને બંગાળને (Bengal) બાદ કરતાં મોટાભાગના હિન્દુઓ (Hindu) ‘મિતાક્ષરા’ વિચારધારાને (Mitakshara Ideology) માને છે. ‘પ્રાચીન જ્ઞાન અને કાનૂની સમજ’ વિષય પર એક વ્યાખ્યાન આપતા મહેતાએ કહ્યું કે જે લોકો એવો આક્ષેપ કરે છે કે હિન્દુ કાયદો (Hindu Law) ‘મનુસ્મૃતિ’ (Manusmriti) પર આધારિત છે, તેઓ વાસ્તવમાં ખોટા છે, કારણ કે ભારતનો મોટાભાગનો હિસ્સો ‘મિતાક્ષરા’ વિચારધારાને (Mitakshara Ideology) અનુસરે છે, જે ‘યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ’ (Yagyavalkyasmriti) પર આધારિત છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

700 ઈસ્વીસન પૂર્વેથી હિન્દુ કાયદાની (Hindu Law) બે વિચારધારાઓ પ્રચલિત રહી છે

તેમણે આગળ કહ્યું કે ભારતમાં ખૂબ જ પ્રાચીન સમયથી, ઓછામાં ઓછું 700 ઈસ્વીસન પહેલાથી, હિન્દુ કાયદાની (Hindu Law) બે વિચારધારાઓ પ્રચલિત રહી છે. હિન્દુ કાયદામાં (Hindu Law) પહેલી વિચારધારા ‘મિતાક્ષરા’ (Mitakshara Ideology) છે અને બીજી વિચારધારા ‘દાયભાગ’ (Dayabhaga Ideology) છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સોલિસિટર જનરલે (Solicitor General) જણાવ્યું કે વિજ્ઞાનેશ્વર (Vijnaneshwara) દ્વારા વિકસાવવામાં આવેલી ‘મિતાક્ષરા’ વિચારધારા (Mitakshara Ideology) સંપૂર્ણપણે ‘યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ’ (Yagyavalkyasmriti) પર આધારિત હતી, નહીં કે ‘મનુસ્મૃતિ’ (Manusmriti) પર. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વિચારધારા બંગાળ (Bengal) અને અસમ (Assam) સિવાય સમગ્ર દેશમાં પ્રચલિત હતી; આ બંને રાજ્યોમાં ‘દાયભાગ’ વિચારધારા (Dayabhaga Ideology) માનવામાં આવતી હતી, જે ‘મનુસ્મૃતિ’ (Manusmriti) પર આધારિત હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દાયભાગ પ્રણાલી વારસાને પિંડદાન કરવાની ક્ષમતા સાથે જોડે છે

ધર્મગ્રંથોમાં (Religious Screaptures) દર્શાવવામાં આવેલા વારસાના અધિકારોના આધારે આ બંને વિચારધારાઓ વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે કહ્યું કે ‘દાયભાગ’ વિચારધારામાં (Dayabhaga Ideology) વારસાનો અધિકાર માત્ર એ જ લોકોને મળતો હતો જેઓ ‘પિંડદાન’ (Pind Dan) કરી શકતા હતા. આ વ્યવસ્થા અનુસાર, ‘પિંડ’ નો અર્થ ‘શ્રાદ્ધ’ વિધિમાં પૂર્વજોને અર્પણ કરવામાં આવતો ચોખાનો ગોળો થતો હતો. બે રાજ્યોમાં પ્રચલિત ‘દાયભાગ’ વિચારધારામાં (Dayabhaga Ideology) આનો અર્થ ખૂબ જ મર્યાદિત હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે કહ્યું કે ‘મિતાક્ષરા’ વિચારધારા (Mitakshara Ideology) વધુ ઉદાર અને ગતિશીલ હતી કારણ કે તે ‘પિંડ’ ને ડીએનએ (DNA) માનીને જન્મથી જ વારસાનો અધિકાર આપતી હતી. આ વિભાવના આજે પણ અસ્તિત્વમાં છે, કારણ કે હિન્દુ પરિવારમાં (Hindu Family) સહ-વારસદાર/સહ-ઉત્તરાધિકારીને (Coparcene) જન્મથી જ વારસાનો અધિકાર મળે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દત્તક લેવાના મામલે પણ મહેતાએ આપ્યો જવાબ

બાળકને દત્તક લેવાના મામલે, મહેતાએ “દત્તક લેવાના અધિકાર” ની ચાર પ્રચલિત વ્યાખ્યાઓ રજૂ કરી હતી. તેમણે તર્ક આપ્યો કે હિન્દુ ધર્મગ્રંથો (Hindu Religious Screaptures) પર આધારિત કાયદાઓની વ્યાખ્યા ગતિશીલ રીતે કરી શકાય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે સ્ત્રી અને પુરુષ વચ્ચે ‘સંબંધોની પ્રતિબંધિત શ્રેણીઓ’ (વર્જિત સંબંધો) નક્કી કરનારી પ્રાચીન સમજની પણ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે 700 ઈસ્વીસનથી ઘણો સમય પહેલાં બનાવવામાં આવેલી આ વ્યવસ્થાને સંસદે હિન્દુ લગ્ન કાયદાને (Hindu Marriage Act) સંહિતાકૃત (Codify) કરતી વખતે મંજૂરી આપી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *