Meghalaya
Spread the love

મેઘાલયમાં (Meghalaya) આવેલો બાલપક્રમ નેશનલ પાર્ક (Balpakram National Park) કોઈપણ પ્રવાસ પ્રિય અને પ્રકૃતિ પસંદ વ્યક્તિના ટ્રાવેલ બકેટલિસ્ટમાં (Travel Backetlist) સામેલ થઈ શકે છે. આ જગ્યાને ‘આત્માઓની ભૂમિ’ (Land Of Spirit) કહેવામાં આવે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મેઘાલયમાં (Meghalaya) આવેલો બાલપક્રમ નેશનલ પાર્ક (Balpakram National Park) એક એવું અનોખા પ્રવાસન સ્થળ (Travel Destination) છે જ્યાં પ્રકૃતિની સાથે રહસ્ય અને લોકકથાઓનું પણ અદભુત મિલન તમને જોવા મળે છે. મેઘાલયમાં (Meghalaya) આવેલા બાલપક્રમ નેશનલ પાર્ક (Balpakram National Park) જે કોઈપણ પ્રવાસ પ્રિય અને પ્રકૃતિ પસંદ વ્યક્તિના ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસપણે સામેલ હોવો જોઈએ. સાઉથ ગારો હિલ્સમાં (South Garo Hills) બાઘમારાથી (Baghmara) આશરે 45 કિલોમીટર દૂર અને બાંગ્લાદેશ (Bangladesh) સરહદ નજીક આ નેશનલ પાર્ક (National Spirit) આવેલો છે. ‘લેન્ડ ઓફ સ્પિરિટ્સ’ (Land Of Spirit) એટલે કે ‘આત્માઓની ભૂમિ’ નામે પ્રખ્યાત બાલપક્રમ નેશનલ પાર્ક (Balpakram National Park) પોતાની ભવ્ય વાદીઓ, ઊંડી ખીણો, દુર્લભ વન્યજીવો અને ગારો જનજાતિની (Garo Tribe) માન્યતાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મેઘાલયનો (Meghalaya) આ પાર્ક કેમ કહેવાય છે ‘આત્માઓની ભૂમિ’?

મેઘાલયમાં (Meghalaya) આવેલો આ બાલપક્રમ નેશનલ પાર્ક (Balpakram National Park) ગારો જનજાતિ (Garo Tribe) માટે અત્યંત પવિત્ર સ્થળ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે સારા લોકોના આત્મા મૃત્યુ પછી આ જ જગ્યાએ આવે છે. આ જ કારણ છે કે આ પાર્કને ‘આત્માઓની ભૂમિ’ (Land Of Spirit) કહેવામાં આવે છે. અહીંની કેટલીય ટેકરીઓ (Hills), ખડકો અને ખીણો લોકકથાઓ તેમજ પૌરાણિક વાર્તાઓ સાથે જોડાયેલી છે. લોકવાયકાઓમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે આ જગ્યા કોઈ સ્વર્ગથી (Heaven) ઓછી નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રકૃતિએ ખુલ્લા હાથે વેર્યો છે પોતાનો ખજાનો

મેઘાલયમાં (Meghalaya) આવેલો આ બાલપક્રમ નેશનલ પાર્કનો(Balpakram National Park) નજારો કોઈ ફિલ્મી લોકેશનથી કમ નથી. અહીંની ઊંડી ખીણો, ઊંચા-ઊંચા ઉચ્ચપ્રદેશો (પઠાર), ખડકો, ધોધ અને ચૂનાના પથ્થરની કુદરતી ગુફાઓ તમારું મન મોહી લે છે. આની સુંદરતાના કારણે કેટલાય લોકો આની સરખામણી ભારતના ‘ગ્રાન્ડ કેન્યન’ (Grand Canyon of India) સાથે પણ કરે છે. સિમસાંગ (Simsang River) અને મહાદેવ (Mahadev River) જેવી નદીઓ આ વિસ્તારને વધુ સુંદર બનાવે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વન્યજીવ પ્રેમીઓ માટે સ્વર્ગ

અહીં હોર્નબિલ (Hornbill) સહિત કેટલાય સુંદર પક્ષીઓનો કલરવ આખા જંગલને જીવંત બનાવી દે છે. આ પાર્ક કેટલાય લુપ્તપ્રાય (નાશ થવાના આરે આવેલા) વન્યજીવોનું સુરક્ષિત ઘર પણ છે. આ નેશનલ પાર્કમાં ગીચ જંગલો, ઘાસના મેદાનો અને કેટલાય દુર્લભ ઔષધીય છોડ મળી આવે છે. જો નસીબ સાથ આપે તો અહીં એશિયાઈ હાથી (Asian Elephant), બેંગાલ ટાઈગર (Bengal Tiger), ચિત્તો (Clouded Leopard), ગોલ્ડન કેટ (Golden Cat), ગૌર (Indian Bison), વાંદરાની પ્રજાતિ હુલોક ગિબ્બન (Hoolock Gibbon), સ્લો લોરિસ (Slow Loris) અને પિગ-ટેઈલ્ડ મકાક (Pig-tailed Macaque) જેવા દુર્લભ પ્રાણીઓની ઝલક જોવા મળી શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શા માટે આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ?

બાલપક્રમ નેશનલ પાર્કનો (Balpakram National Park) એવા સ્થળોમાંનું એક છે, જ્યાં પહોંચીને માત્ર સુંદર નજારા જ નહીં, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ, રહસ્યમય વાર્તાઓ અને પ્રકૃતિની અજાણી દુનિયાને પણ નજીકથી જોવાની તક મળે છે. જો તમે પ્રકૃતિના ખોળામાં કેટલીક શાંત ક્ષણો વિતાવવા માંગો છો, ફોટોગ્રાફીના શોખીન છો અથવા ઓછા જાણીતા સ્થળો (Offbit Destination) એક્સપ્લોર કરવાનું પસંદ કરો છો, તો બાલપક્રમ નેશનલ પાર્ક (Balpakram National Park) એક ઉત્તમ વિકલ્પ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *