Indian Army
Spread the love

ભારતીય સેનાના (Indian Army) 2 જવાન લક્ષ્ય (Hav Lakshay) અને ઉજ્જવલ કુમાર સિંહે (Hav Ujjwal Kumar Singh) લ્યૂસર્નમાં (Lucerne) યોજાયેલા 2026 વર્લ્ડ રોઇંગ કપ થ્રી (III) માં (World Rowing Cup) ઇતિહાસ (History) રચવામાં જબરદસ્ત સફળતા મેળવી છે, તેઓ લાઇટવેઇટ મેન્સ ડબલ સ્કલ્સ (Lightweight Men’s Double Sculls) ફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવીને દેશ માટે પહેલીવાર ગોલ્ડ મેડલ (Gold Medal) જીતવામાં સફળ રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતીય સેનાના (Indian Army) 2 જવાન હવાલદાર લક્ષ્ય (Havildar Lakshay) અને હવાલદાર ઉજ્જવલ કુમાર સિંહે (Havildar Ujjwal Kumar Singh) સ્વિટ્ઝર્લેન્ડના (Switzerland) લ્યૂસર્નમાં (Lucerne) યોજાયેલા 2026 વર્લ્ડ રોઇંગ કપ III માં (World Rowing Cup) ઇતિહાસ રચતા દેશ માટે આ ઇવેન્ટમાં પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. લાઇટવેઇટ પુરુષ ડબલ સ્કલ્સ (Lightweight Men’s Double Sculls) (LM2x) ફાઇનલમાં લક્ષ્ય હવાલદાર લક્ષ્ય (Havildar Lakshay) અને ઉજ્જવલ કુમાર સિંહની (Havildar Ujjwal Kumar Singh) ભારતીય જોડીએ શાનદાર પ્રદર્શન કરતા 6 મિનિટ 26.09 સેકન્ડનો સમય કાઢીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જેમાં તેમને હોંગકોંગ (Hongkong) અને નેધરલેન્ડ્સની (Netherland) જોડીઓ તરફથી જોરદાર ટક્કર તો મળી પરંતુ તેઓ તેમને પાછળ રાખવામાં સફળ રહ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વર્લ્ડ રોઇંગ કપ સિરીઝમાં દેશ માટે પહેલીવાર ગોલ્ડ

હવાલદાર લક્ષ્ય (Havildar Lakshay) અને ઉજ્જવલ કુમાર સિંહ હવાલદાર ઉજ્જવલ કુમાર સિંહે (Havildar Ujjwal Kumar Singh) હવે એવી પ્રથમ ભારતીય જોડી બની ગયા છે જે વર્લ્ડ રોઇંગ કપ સિરીઝમાં (World Rowing Cup) પહેલીવાર દેશ માટે ગોલ્ડ મેડલ (Gold Medal) જીતવામાં સફળ રહી છે. ભારતીય સેનાના (Indian Army) જવાનોએ જ્યાં પોતાની રેસ 6:26.09 માં પૂરી કરી હતી, તો વળી બીજા નંબર પર હોંગકોંગની (Hong Kong) સેન તુંગ લામ અને ટિક લુન ચાનની જોડી રહી હતી જેમણે 6:27.14 ના સમયમાં રેસ પૂરી કરી હતી. આ ઇવેન્ટમાં ત્રીજા નંબર પર નેધરલેન્ડ્સની (Netherland) એરિક વેન ઇજક વેન હેસ્લિંગા અને ફ્રેડરિક પ્લોએગની જોડી રહી હતી જેમણે 6:27.36 ના સમયમાં રેસ પૂરી કરી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતીય સેનામાં (Indian Army) ના જવાનોની જ્વલંત સફળતા

હવાલદાર લક્ષ્ય (Havildar Lakshay) અને ઉજ્જવલ કુમાર સિંહ હવાલદાર ઉજ્જવલ કુમાર સિંહે (Havildar Ujjwal Kumar Singh) બંને ભારતીય સેનામાં (Indian Army) સૈનિક છે અને લ્યૂસર્નમાં (Lucerne) હાજર ભારતીય ટીમનો હિસ્સો છે. નૌકાસ્પર્ધામાં (Regatta) ભાગ લેનારી 18 સભ્યોની ટીમમાંથી 17 એથ્લેટ્સ ભારતીય સેનાના (Indian Army) અને એક ભારતીય નૌસેનામાંથી (Indian Navy) છે. આ નૌકાસ્પર્ધામાં (Regatta) લ્યૂસર્નની (Lucerne) પ્રખ્યાત રોટસી તળાવ (Lake Rotsee) ખાતે યોજાઈ હતી. જેને વિશ્વના સૌથી શ્રેષ્ઠ રોઇંગ સ્થળો (Rowing Venue) માંથી એક માનવામાં આવે છે, કારણ કે અહીંનું પાણી શાંત છે અને અહીં ઓલિમ્પિક સ્ટાન્ડર્ડનો (Olympic Standard) 2000 મીટર લાંબો છ-લેન વાળો કોર્સ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ પહેલા જીત્યા હતા ત્રણ બ્રોન્ઝ મેડલ

વર્લ્ડ રોઇંગ કપમાં (World Rowing Cup) ગોલ્ડ મેડલ (Gold Medal) જીતતા પહેલા ભારતે ત્રણ કાંસ્ય મેડલ (Bronze Medal) જીત્યા હતા. આમાં પહેલો મેડલ વર્ષ 2009માં મહિલા કેટેગરીમાં (Women Category) આવ્યો હતો, તો વળી બીજો અને ત્રીજો મેડલ વર્ષ 2019 તથા 2022 માં પેરા ડબલ્સ કેટેગરીમાં (Para Doubles Category) જીત્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લ્યૂસર્નમાં (Lucerne) 26-28 જૂન સુધી આયોજિત વર્લ્ડ રોઇંગ કપ III માં (World Rowing Cup) 42 દેશોના 650 થી વધુ એથ્લેટ્સોએ ભાગ લીધો હતો અને આ વર્ષના અંતમાં યોજાનારી વર્લ્ડ રોઇંગ ચેમ્પિયનશિપની (World Rowing Championship) દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *