મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરમાં (Nagpur) ભારતીય વાયુસેનાના (Indian Air Force) એક અધિકારીની પત્ની દ્વારા બે મુસલમાન (Musalaman) યુવકો અને મૌલાના ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પીડિત મહિલાએ ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે તેની સાથે બે મુસ્લિમ (Muslim) યુવકો અને મૌલાનાએ દુષ્કર્મ (Rape) કરવામાં આવ્યું, તેના અશ્લીલ ફોટા-વિડિયો બનાવી બ્લેકમેઇલ (Blackmail) કરવામાં આવી અને મોટી રકમની ઉઘરાણી કરવામાં આવી. સાથે જ તેના પર ધર્મ પરિવર્તન (Force Conversion) માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે.

પોલીસે (Police) આ મામલે બે આરોપીઓ અયાઝ તાજ મદારે અને અમીન શેખની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજો આરોપી હઝરત મૌલાનાની શોધખોળ ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ ઘટનાને લગતો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો હોવાનું જણાવવામાં આવે છે. વીડિયોમાં (Video) એક યુવતી વિરોધ કરતી અને ચીસો પાડતી જોવા મળે છે. પીડિતાનો આરોપ છે કે તેના પૂર્વ પરિચિત મુસ્લિમ યુવક (Muslim) દ્વારા તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી અને બાદમાં તેના પર વિવિધ પ્રકારનું દબાણ લાવવામાં આવ્યું હતું.
The wife of an army man was drugged, gang-raped and filmed by Ayyaz Taj Madare and Ameen Shaikh on the pretext of a land deal in Nagpur.
— The Jaipur Dialogues (@JaipurDialogues) June 15, 2026
Blackmailed, extorted for lakhs, forced to drink halal liquid, chant verses, converted by Hazrat Maulana in Chhindwara, MP, "nikah" to Ayyaz,… pic.twitter.com/hXKfb6luxt
એરફોર્સ અધિકારીની પત્ની ઉપર દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ
પોલીસ ફરિયાદ (Police Complaint) અનુસાર, ફેબ્રુઆરી 2025 દરમિયાન એક આરોપીએ જમીન ખરીદીના બહાને મહિલાનો સંપર્ક કર્યો હતો અને તેને નાગપુરના (Nagpur) વરધા રોડ (Wardha Road) વિસ્તારની એક હોટેલમાં બોલાવી હતી.
મહિલાનો આરોપ છે કે તેને નશીલા પદાર્થ મિશ્રિત પીણું પીવડાવવામાં આવ્યું હતું, ત્યારબાદ બેભાન અવસ્થામાં તેની સાથે દુષ્કર્મ (Rape) કરવામાં આવ્યું અને તેની તસવીરો (Photo) તથા વીડિયો (Video) બનાવવામાં આવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બાદમાં આ સામગ્રીના આધારે મહિલાને બ્લેકમેઇલ (Blackmail) કરવામાં આવી હતી અને તેની પાસેથી આશરે 3.09 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

ધર્મ પરિવર્તન માટે દબાણ
પીડિતાએ એવો પણ આરોપ મૂક્યો છે કે તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ (Force Conversion) કરવામાં આવ્યું હતું. ફરિયાદ અનુસાર, મે 2025 દરમિયાન તેને નાગપુર (Nagpur) નજીકના કલમેશ્વર (Kamaleshwar) વિસ્તારમાં લઈ જવામાં આવી હતી, જ્યાં અન્ય બે વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.
મહિલાનો દાવો છે કે ત્યાં કેટલાક ધાર્મિક વિધિઓ (Religious Practice) કરાવવામાં આવ્યા હતા અને તેના ધર્મ પરિવર્તન (Religious Conversion) અંગે દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીથી તેના પર અત્યાચાર કરવાનો પ્રયાસ થયો હોવાનો પણ આરોપ છે.

પતિને જાણ કર્યા બાદ નાગપુરના (Nagpur) સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પોલીસના જણાવ્યા મુજબ, પીડિતાના પતિ ભારતીય વાયુસેનામાં (Indian Air Force) ફરજ બજાવે છે અને અન્ય શહેરમાં તહેનાત છે. થોડા દિવસ પહેલાં તેઓ ઘરે પરત ફર્યા બાદ મહિલાએ સમગ્ર ઘટનાની માહિતી તેમને આપી હતી.
ત્યારબાદ નાગપુરના (Nagpur) સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં (Sonegaon Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે કાર્યવાહી શરૂ કરી
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજા આરોપીની શોધ ચાલુ છે. આરોપીઓ સામે દુષ્કર્મ, ખંડણી, ધર્મ પરિવર્તન માટે દબાણ અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસનું કહેવું છે કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને તમામ આરોપોની કાયદેસર તપાસ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ આ તમામ આરોપો ફરિયાદના આધારે નોંધાયા છે. કેસની તપાસ ચાલુ હોવાથી તથ્યોની પુષ્ટિ અને જવાબદારી અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
