એલન મસ્કની (Elon Musk) તમામ કંપનીઓ હવે ઈરાનના (Iran) ટાર્ગેટ (Target) ઉપર દેખાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ (America-Iran war) હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈરાને (Iran) હવે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કની (Elon Musk) તમામ કંપનીઓ અને પશ્ચિમ એશિયા (Middle East) માં રહેલા તેમના વ્યાપારિક હિતોને પોતાના “વૈધ સૈન્ય લક્ષ્યો” (Legitimate Military Targets) જાહેર કરીને તેના પર હુમલો કરવાની ચેતવણી આપી છે. ઈરાનનો (Iran) આરોપ છે કે મસ્કની (Elon Musk) કંપનીઓએ અમેરિકા (America) અને ઈઝરાયેલને (Israel) ઈરાન (Iran) વિરુદ્ધ સૈન્ય ગતિવિધિઓમાં ટેકનિકલ મદદ પૂરી પાડી છે.
એલન મસ્કની (Elon Musk) સ્ટારલિંક અને એક્સ (X) ઉપર ઈરાનનો ડોળો
ઈરાનની (Iran) સત્તાવાર સરકારી ન્યૂઝ એજન્સી (News Agency) ‘ફાર્સ’ ના (Fars) અહેવાલ મુજબ, તેહરાને (Tehran પોતાની સૈન્ય ટાર્ગેટ લિસ્ટનો (Military Target List) વિસ્તાર કર્યો છે. હવે આ યાદીમાં એલન મસ્કની (Elon Musk) સ્પેસએક્સ (SpaceX) ની ‘સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા’ (Starlink Satellite Internet Service) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) ‘એક્સ’ (X – જૂનું ટ્વિટર) સહિતની તમામ સંપત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં આવેલા સ્ટારલિંકના (Starlink) ગ્રાઉન્ડ સ્ટેશનો (Ground Station) પણ ઈરાનના (Iran) નિશાના પર છે.
ટેકનિકલ મદદ અને યુદ્ધ અપરાધનો આરોપ
ઈરાની (Iran) સત્તાવાળાઓનો દાવો છે કે મસ્કની કંપનીઓએ ઈરાન (Iran) વિરુદ્ધ અદ્યતન હથિયાર પ્રણાલીઓ (Weapon), હવાઈ હુમલો (Air Strike) કરનારા ડ્રોન (Drone) અને માનવરહિત દરિયાઈ બોટો (Unmanned Sea Boats) ના સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી છે. ફાર્સ ન્યૂઝે (Fars News) એક સત્તાવાર સૂત્રના હવાલાથી જણાવ્યું છે કે:
“અમેરિકાએ (America) એલન મસ્કની (Elon Musk) કંપનીઓની સીધી મદદથી યુદ્ધ અપરાધો (War Crime) કર્યા છે. આથી ઈરાન (Iran) આ ક્ષેત્રમાં અને કબજા હેઠળના વિસ્તારોમાં મસ્ક દ્વારા સંચાલિત કંપનીઓ સાથે જોડાયેલી તમામ સુવિધાઓ પર હુમલો કરવાનો અધિકાર અનામત રાખે છે.”
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચેતવણી
ઈરાની મીડિયાની (Iranian Media) આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ દ્વારા ઈરાનને (Iran) કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે (Trump) જણાવ્યું છે કે:
અમેરિકા (America) આજે રાત્રે ઈરાન (Iran) પર ખૂબ જ મોટો અને આકરો સૈન્ય હુમલો કરશે. અમેરિકી સેના (US Army) ઈરાનના (Iran) સૌથી મહત્વપૂર્ણ તેલ નિકાસ કેન્દ્ર ‘ખાર્ગ દ્વીપ’ (Kharg Island) પર નિયંત્રણ મેળવવા માટે મોટી કાર્યવાહી શરૂ કરશે.
ઈરાનની હિટ લિસ્ટમાં અમેરિકાની 18 મોટી ટેક કંપનીઓ
આ માત્ર એલન મસ્ક (Elon Musk) પૂરતું સીમિત નથી. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અગાઉ માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) તથા AI ક્ષેત્રની 18 થી વધુ અગ્રણી અમેરિકી કંપનીઓને પોતાની સંભવિત લક્ષ્ય યાદીમાં સામેલ કરી છે. આ યાદીમાં સોશિયલ મીડિયા (Social Media) અને સર્ચ એન્જીન (Search Engine) કંપનીઓ જેવીકે મેટાની (Meta) ફેસબુક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram), વોટ્સએપ (WhatsApp) અને ગૂગલ (Google) વગેરે, કમ્પ્યુટિંગ (Computing) અને ચિપ મેન્યુફેક્ચરિંગ Chip Manufacturing) કંપનીઓ જેમાં એપલ (Apple), માઇક્રોસોફ્ટ (Microsoft), ઇન્ટેલ (Intel), ઓરેકલ (Oracle) અને એનવીડિયા (Nvidia) સામેલ છે તથા ડિફેન્સ (Defense) અને ઓટોમેશન જાયન્ટ (Automation Giant) જેવા કે પાલાન્ટિર (Palantir), બોઇંગ (Boeing) અને ટેસ્લા (Tesla) સામેલ છે.
અગાઉ એમેઝોનના ડેટા સેન્ટર પર થયા હતા હુમલા
રિપોર્ટ્સ અનુસાર, આ માત્ર શાબ્દિક ધમકી નથી. આ પૂર્વે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને બહેરીનમાં (Bahrain) આવેલા ‘એમેઝોન વેબ સર્વિસીસ’ (AWS) ના કેટલાક ડેટા સેન્ટરો (Data Center) ઈરાની (Iran) ડ્રોન હુમલાનો (Drone Attack) ભોગ બન્યા હતા. આ હુમલાને કારણે ત્યાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ફાયર ફાઈટીંગ સિસ્ટમ સક્રિય થવાને કારણે પાણી ભરાઈ જવાથી મોટું નુકસાન થયું હતું.
અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચેનો આ વિવાદ હવે પરંપરાગત સરહદો છોડીને ગ્લોબલ ટેકનોલોજી (Global Technology), સેટેલાઇટ (Satellite) અને અબજોપતિઓના વેપાર સુધી પહોંચી ગયો છે, જે સમગ્ર વિશ્વ માટે અત્યંત ચિંતાજનક છે.
Iran warns Musk-linked companies amid escalating US tensions!!
Iran has reportedly warned it may target companies linked to Elon Musk, including "Starlink infrastructure", across the Middle East.👇👇👇 pic.twitter.com/0uH5fQvbOE
— EchoDrop Global News🪩🥇 (@DesmondJ002) June 11, 2026