NEET UG ની પુનઃપરીક્ષા 21 જૂને યોજાનારી છે. પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે (Supreme Court) એવી માંગણી ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પરીક્ષા પેન-પેપર મોડના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવાય. આરજેડી (RJD) સાંસદ સુધાકર સિંહે આ અંગે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ વર્ષે આવી વ્યવસ્થા અમલમાં મૂકવી વ્યવહારુ ન હોવાનું જણાવ્યું. જોકે, અરજદાર તરફથી વારંવાર રજૂઆત થતાં કોર્ટે કહ્યું કે NEET સંબંધિત વિવિધ અરજીઓની સુનાવણી જુલાઈમાં નક્કી કરવામાં આવી છે અને આ અરજીને પણ તેની સાથે સાંભળવામાં આવશે.

NEET પરીક્ષા સંબંધિત ભાર મૂકવામાં આવ્યો કે પરીક્ષા CBT મોડમાં લેવાય
અરજદાર સુધાકર સિંહ તરફથી NEET પરીક્ષા સંબંધિત વિવિધ રાહતોની માંગ સાથે જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ વખતે મુખ્યત્વે માત્ર એક જ માંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પરીક્ષા CBT મોડમાં લેવાય. તેમના વકીલે કોર્ટમાં કહ્યું હતું, “આજે હું માત્ર એક જ વિનંતી પર ભાર મૂકી રહ્યો છું કે પરીક્ષા કમ્પ્યુટર આધારિત મોડમાં યોજવામાં આવે.”

આ માંગ અંગે જસ્ટિસ નરસિંહાએ જણાવ્યું કે અગાઉ પણ આવી અરજીઓ કરવામાં આવી હતી અને કોર્ટ તેને ફગાવી ચૂકી છે. બેન્ચે પરીક્ષા સત્તાધિકારીઓને આવી સ્થિતિમાં આવતી મુશ્કેલીઓ તરફ પણ ધ્યાન દોર્યું. જસ્ટિસ નરસિંહાએ કહ્યું કે પરીક્ષા પહેલા આ તબક્કે આવી રાહત આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે ઉમેર્યું કે અધિકારીઓ પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે.
જસ્ટિસ નરસિંહાએ કહ્યું, “તમને ખબર છે કે અમે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. પરીક્ષા રદ થઈ ગઈ હતી અને હવે ફરીથી તેનું આયોજન કરવું પડી રહ્યું છે.” તેમણે પરીક્ષા સત્તાધિકારીઓ પર રહેલા દબાણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આવી માંગણીઓ અગાઉ પણ નકારી દેવામાં આવી છે.

વકીલે ફરી એકવાર જણાવ્યું કે તેઓ માત્ર CBT મોડમાં પરીક્ષા યોજવાના મુદ્દા પર જ દલીલ કરી રહ્યા છે. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી શક્ય નથી.
The Supreme Court has refused an urgent hearing of a plea seeking that the 2026 NEET UG exam, which has been rescheduled to June 21, be conducted through the Computer-Based (CBT) mode
— ANI (@ANI) June 1, 2026
The plea was mentioned before a partial-working-day bench of Justices PS Narasimha and Arvind… pic.twitter.com/oqQNASohBr
જસ્ટિસ નરસિંહાએ અંતે જણાવ્યું, “અમે રજાઓ બાદ આ મામલો જોઈશું.” ત્યારબાદ કોર્ટે આ અરજીને NEET સંબંધિત અન્ય અરજીઓ સાથે સુનાવણી માટે યાદીબદ્ધ કરી દીધી.
