ED
Spread the love

કેરળમાં (Kerala) પ્રવર્તન નિર્દેશાલયની (ED) દરોડા કાર્યવાહી દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો. પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના (Pinarayi Vijayan) નિવાસસ્થાને EDની કાર્યવાહીનો વિરોધ કરતા CPI(M)ના કાર્યકરોએ અધિકારીઓની ગાડી પર હુમલો કર્યો અને પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. તિરુવનંતપુરમ (Thiruvananthapuram) જિલ્લાના બેકરી જંક્શન વિસ્તારમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે અથડામણ પણ થઈ હતી.

માહિતી મુજબ, ઈડીએ CMRL-Exalogic નાણાકીય લેવડદેવડ કેસમાં કેરળના (Kerala) પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન (Pinarayi Vijayan) તથા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મહંમદ રિયાસના (Mohammed Riyas) નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીનો વિરોધ કરવા CPI(M)ના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન ઈડી અધિકારીઓની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા.

EDની ટીમ પર સામ્યવાદી વિજયનના સમર્થકોનો હુમલો

કન્નુરમાં (Kunnur) પિનારાઈ વિજયનના (Pinarayi Vijayan) નિવાસસ્થાન અને કોઝિકોડના (Kozhikode) કોટ્ટુલી વિસ્તારમાં મહંમદ રિયાસના (Mohammed Riyas) ઘેર પણ ઈડી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. કોઝિકોડમાં (Kozhikode) પણ CPI(M)ના કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જોકે બાદમાં પાર્ટીના નેતાઓએ હસ્તક્ષેપ કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી.ઈડીની તપાસ લગભગ આઠ કલાક સુધી ચાલી હોવાનું જાણવા મળે છે.

ઈડીએ કેરળની કંપની CMRL (Cochin Minerals and Rutile Limited) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પિનારાઈ વિજયનની (Pinarayi Vijayan) પુત્રી વીણા વિજયન (Vina Vijayan)અને તેમની કંપની Exalogic Solutions Pvt. Ltd.ના અનેક સ્થળોએ પણ તપાસ કરવામાં આવી હતી. કન્નુર (Kunnur), એર્નાકુલમ (Ernakulam), તિરુવનંતપુરમ (Thiruvananthapuram) અને બેંગલુરુ (Bengaluru) સહિત આશરે 10 સ્થળોએ સર્ચ ઓપરેશન (Search Operation) ચલાવવામાં આવ્યું હતું.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ કંપનીમાં ખોટા ખર્ચ દર્શાવી કરોડો રૂપિયાની ગેરરીતિ કરવામાં આવી હતી. આ મામલો સૌપ્રથમ વર્ષ 2019માં સામે આવ્યો હતો જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે CMRL પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તપાસ Serious Fraud Investigation Office (SFIO)ને સોંપવામાં આવી હતી.

SFIOના દાવા મુજબ છેલ્લા 15 વર્ષમાં કંપનીએ આશરે 182 કરોડ રૂપિયાના ખોટા કેશ ખર્ચ દર્શાવ્યા હતા. ઉપરાંત કંપનીના MD એસ.એન. સશીધરન કાર્તા અને તેમના પુત્રને વર્ષો દરમિયાન 30.63 કરોડ રૂપિયા પગાર અને અન્ય ચુકવણી રૂપે આપવામાં આવ્યા હતા, જ્યારે શેરહોલ્ડરોને કોઈ ડિવિડન્ડ આપવામાં આવ્યો નહોતો.

ઈડીના જણાવ્યા અનુસાર, વીણા વિજયનની કંપની Exalogic Solutionsને પણ IT કન્સલ્ટન્સીના નામે આશરે 2.78 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે CMRL સાથે સંકળાયેલી બીજી કંપનીએ Exalogicને 50 લાખ રૂપિયાની લોન પણ આપી હતી.

CMRLએ ઈડીની તપાસને કેરળ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ 26 મે 2026ના રોજ હાઈકોર્ટે કંપનીની અરજી ફગાવી દીધી હતી અને EDની કાર્યવાહી કાયદેસર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ EDએ વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

EDના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન વીણા વિજયન જ્યાં રહેતા હતા તે ઘરમાં તેમના પિતા પિનારાઈ વિજયન પણ હાજર હતા. તપાસ દરમિયાન રોકાણ અને બેંક FD સંબંધિત કેટલાક દસ્તાવેજો પણ મળ્યા હોવાનું જાણવા મળે છે. હાલ ED સમગ્ર મામલામાં નાણાંની લેવડદેવડ અને કથિત મની લોન્ડરિંગની દિશામાં વધુ તપાસ કરી રહી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *