Uttar Pradesh
Spread the love

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વકફ મિલકતોનું (Waqf Properties) ડિજિટાઇઝેશન ચાલી રહ્યું છે. શરૂઆતમાં, છ મહિનાની સમયમર્યાદા આપવામાં આવી હતી. જોકે, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સુન્ની (Sunni) અને શિયા (Shia) સેન્ટ્રલ વક્ફ બોર્ડ (Uttar Pradesh Sunni and Shia Central Waqf Board) દ્વારા અપીલ કરવામાં આવતા, વક્ફ ટ્રિબ્યુનલે (Waqf Tribunal) નોંધણીનો સમયગાળો વધુ છ મહિના લંબાવ્યો. આ વધારાનો સમય આવતા મહિનાની 5 જૂને સમાપ્ત થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વકફ મિલકતોનું ડિજિટાઈઝેશન

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વકફ મિલકતોને (Waqf Properties) ડિજિટાઇઝ કરવા માટે એક મોટી ઝુંબેશ ચાલી રહી છે, અને પરિણામે, નોંધણીઓ મંજૂર અને રદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં, “ઉમીદ” પોર્ટલ (Umeed Portal) પર 31,000 થી વધુ વકફ મિલકતોના (Waqf Properties) નોંધણીઓ રદ કરવામાં આવી છે. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે તપાસ દરમિયાન, આ વકફ મિલકતોના દસ્તાવેજોમાં અસંખ્ય ખામીઓ જોવા મળી હતી.

31,328 મિલકતોની નોંધણી રદ કરવામાં આવી

ઉમીદ પોર્ટલ (Umeed Portal) પર નોંધાયેલ 1,18,302 મિલકતોમાંથી 31,328 મિલકતોની નોંધણી રદ કરવામાં આવી છે. આ મિલકતોમાં ઘણા જૂના કબ્રસ્તાનો અને દરગાહનો સમાવેશ થઈ શકે છે. ગયા વર્ષે 5 જૂને લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઉમીદ પોર્ટલ (Umeed Portal) પર વકફ મિલકતોની (Waqf Properties) નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે.

53,000 થી વધુ મિલકતોને મંજૂરી આપવામાં આવી

ઉમીદ પોર્ટલ (Umeed Portal) પર વકફ મિલકતોની (Waqf Properties) નોંધણીની પ્રક્રિયા માટે શરૂઆતમાં, છ મહિનાની સમયમર્યાદા આપવામાં આવી હતી. જોકે, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સુન્ની અને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ (Uttar Pradesh Sunni and Shia Central Waqf Board) દ્વારા સમય વધારવાની અપીલ કરવામાં આવતા, વક્ફ ટ્રિબ્યુનલે (Waqf Tribunal) નોંધણીનો સમયગાળો વધુ છ મહિના લંબાવ્યો. આ વધારાનો સમય આવતા મહિને, 5 જૂને સમાપ્ત થાય છે. અત્યરા સુધીમાં 53,000 થી વધુ મિલકતોને મંજૂરી આપવામાં આવી ચૂકી છે.

અત્યાર સુધીમાં, પોર્ટલ પર નોંધાયેલી કુલ 1,18,302 મિલકતોમાંથી 53,711 મિલકતોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 20,546 મિલકતોના દસ્તાવેજો ચકાસણીના અંતિમ તબક્કામાં છે. સૌથી મોટી વાત એ છે કે, 31,192 મિલકતોના વકફ (Waqf) દાવાઓ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યા છે.

રદ કરાયેલા કેસોમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં વકફ બોર્ડ (Waqf Board) અને મહેસૂલ રેકોર્ડ વચ્ચે મેળ ખાતો નથી, વિસ્તારમાં નોંધપાત્ર વિસંગતતાઓ છે અને એક જ મિલકત બે અલગ અલગ વકફ બોર્ડમાં(Waqf Board) નોંધાયેલી છે. વધુમાં, દસ્તાવેજોમાં તકનીકી ત્રુટીઓ અને ભૂતકાળમાં નોંધાયેલી અસંખ્ય ભૂલો છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધણી રદ કરવામાં આવી છે. જેમાં, સૌથી વધુ નોંધણીઓ જૌનપુરમાં (Jaunpur) રદ કરવામાં આવી છે, ત્યારબાદ બારાબંકી (Barabanki), મુઝફ્ફરનગર (Muzaffarnagar), અલીગઢ (Aligarh), બસ્તી (Basti) અને સીતાપુરનો (Sitapur) ક્રમ આવે છે. જ્યારે જૌનપુરમાં (Jaunpur) 1,938, બારાબંકીમાં (Barabanki) 1,521, મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) 1,510, અલીગઢમાં (Aligarh) 1,061, બસ્તીમાં (Basti) 1,000, ઉન્નાવમાં (Unnao) 908, સીતાપુરમાં (Sitapur) 906, હરદોઈમાં (Hardoi) 891, આઝમગઢમાં (Azamgarh) 886 અને લખનૌમાં (Lucknow) 875 મિલકત નોંધણીઓ રદ કરવામાં આવી છે.

આ સમસ્યા ખાસ કરીને જૌનપુર (Jaunpur), બારાબંકી (Barabanki) અને મુઝફ્ફરનગર (Muzaffarnagar) જેવા જિલ્લાઓમાં તીવ્ર બની છે. નિયમો અનુસાર, સમય મર્યાદા વધારવાની મર્યાદિત જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટના સ્ટેની જોગવાઈઓ છતાં, ટ્રિબ્યુનલે પહેલાથી જ મહત્તમ સમય આપી દીધો છે. હવે, મુતવલ્લીઓએ વ્યક્તિગત રીતે ટ્રિબ્યુનલનો સંપર્ક કરવો પડશે, જે કાયદાકીય રીતે જટિલ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે.

જોકે, વકફ બોર્ડના (Waqf Board) અધિકારીઓ એમ પણ કહે છે કે મુતવલ્લીઓ પાસે 5 જૂન સુધીનો સમય છે કે તેઓ તેમની મિલકતો સાચા દસ્તાવેજો સાથે ફરીથી અપલોડ કરી શકે. જો આ સમયગાળા દરમિયાન ખામીઓ દૂર કરવામાં નહીં આવે, તો મિલકતો પોર્ટલ પરથી દૂર કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં, (Uttar Pradesh) 1.26 લાખથી વધુ વકફ સંસ્થાઓ યુપી સુન્ની વકફ બોર્ડના (UP Sunni Waqf Board) અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. આ સમગ્ર પ્રક્રિયા કેન્દ્ર સરકારના “ઉમીદ” પોર્ટલ (Umeed Portal) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જે જૂન 2025 માં વકફ મિલકતોના ડિજિટલ રેકોર્ડ બનાવવા અને તેમના સંચાલનમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. 5 એપ્રિલથી અમલમાં આવેલા વકફ (સુધારા) અધિનિયમ, 2025 (Waqf Act) હેઠળ આ પોર્ટલ પર નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *