કેરળમાં (Kerala) કોંગ્રેસના (Congress) નેતૃત્વ હેઠળ સરકાર બનતા જ દૂધના (Milk) ભાવ વધવાની (Price Hike) તૈયારીમાં છે. મધર ડેરી (Mother Dairy) અને અમૂલ (Amul) જેવી બ્રાન્ડ્સ દ્વારા દેશભરમાં દૂધના ભાવમાં વધારા (Milk Price Hike) બાદ, કેરળ (Kerala) રાજ્યની માલિકીની કંપનીઓ હવે તેનું અનુકરણ કરી રહી છે.

ઈરાન (Iran) વિરુદ્ધ અમેરિકા (America) અને ઈઝરાયેલ (Israel) યુદ્ધને (War) કારણે દેશભરમાં મોંઘવારી પગલા ભરી રહી છે. પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવમાં તાજેતરમાં બબ્બે વાર થયેલા વધારાને કારણે લોકો માટે મુશ્કેલીઓ ઉભી થવાની શરૂ થઈ છે. થોડા દિવસો પહેલા, મધર ડેરી (Mother Dairy) અને અમુલ (Amul) જેવી કંપનીઓએ દૂધના ભાવમાં ₹2 નો વધારો કર્યો હતો. હવે, કેરળની (Kerala) એક દૂધ કંપનીએ પણ તેનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે. કેરળ (Kerala) સ્થિત દૂધ કંપની મિલ્માએ (Milma) પણ તેની બ્રાન્ડના દૂધના ભાવ વધારવાનો (Milk Price Hike) નિર્ણય લીધો છે.

કેરળમાં (Kerala) તાજેતરમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ બની સરકાર
કેરળમાં (Kerala) તાજેતરમાં કોંગ્રેસના (Congress) નેતૃત્વ હેઠળ નવી સરકારની રચના થઈ છે, જેમાં 18 મેના રોજ કોંગ્રેસના (Congress) નેતા વીડી સતીસને (V. D. Satheesan) મુખ્યમંત્રી (Chief Minister) તરીકે શપથ લીધા છે. શપથના બે જ દિવસ બાદ રાજ્યના લોકોને મોંઘવારીના મારનો સામનો કરવાનો આવ્યો છે. રાજ્યના ડેરી સંગઠન મિલ્માએ (Milma) તેના દૂધના ઉત્પાદનોના (Milk Products) ભાવમાં વધારો (Price Hike) કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના દૂધના ભાવમાં હવે પ્રતિ લિટર રૂ. 4 નો વધારો કરવામાં આવી રહ્યો છે. આ નવા દર 1 જૂનથી અમલમાં આવશે.

કંપનીના ચેરમેને આપી માહિતી
મિલ્માના (Milma) ચેરમેન (Chairman) કે.એસ. મણિએ (K.S. Mani) બોર્ડ ઓફ ડિરેક્ટર્સની (Board Of Directors) બેઠક બાદ દૂધના ભાવમાં વધારાની (Milk Price Hike) જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકોને ભાવ વધારાનો નોંધપાત્ર હિસ્સો મળશે. આ નિર્ણય વિશે બોલતા તેમણે કહ્યું, “ભાવ વધારો એ કોઈ નવો નિર્ણય નથી. તેને પાછલી સરકારે પણ મંજૂરી આપી હતી, પરંતુ ચૂંટણી આચારસંહિતાના કારણે તેનો અમલ કરવામાં આવ્યો ન હતો.”

મુખ્યમંત્રીની મંજૂરી બાદ ભાવ વધારાનો નિર્ણય લેવાયો
તેમણે વધુમાં સમજાવ્યું કે નવી સરકારે કાર્યભાર સંભાળ્યા પછી, બોર્ડે ફરીથી આ મુદ્દા પર ચર્ચા કરી. વિભાગના મંત્રી અંગેની પરિસ્થિતિ અસ્પષ્ટ હતી, તેથી મુખ્યમંત્રી (Chief Minister) સાથે સીધી બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીની (Chief Minister) મંજૂરી મળ્યા પછી, દૂધના ભાવમાં વધારો કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Keralam | Milma on Wednesday announced a hike of Rs 4 per litre in milk prices in the state. The revised prices will come into effect from June 1.
— ANI (@ANI) May 20, 2026
The decision was taken at the Milma Board of Directors meeting held earlier in the day. Officials said Rs 3.35 from the increased…
ઉલ્લેખનીય છે કે મિલ્મા (Milma) કેરળની (Kerala) એક વિશ્વસનીય દૂધ કંપની છે, જેના પર કેરળની અડધાથી વધુ વસ્તી નિર્ભર છે. તેથી, દૂધના ભાવમાં વધારો (Milk Price Hike) જનતાના ખિસ્સા પર સીધી અસર કરશે. કારણ કે તે રોજિંદી જરૂરિયાત છે, તે સામાન્ય લોકોના ઘરના બજેટ (Budget) પર નોંધપાત્ર અસર કરશે.

[…] 25 મે દરમિયાન કંપનીઓ દ્વારા ચોથી વખત ભાવ વધારો (Price Hike) ઝીંકવામાં આવ્યો છે. આ 10 દિવસની અંદર જ […]
[…] ઈડીએ CMRL-Exalogic નાણાકીય લેવડદેવડ કેસમાં કેરળના (Kerala) પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન (Pinarayi […]