Khamenei
Spread the love

આયાતુલ્લાહ ખામેનેઈ (Ayatollah Khamenei), ઈરાનના સર્વોચ્ચ નેતાએ સત્તાવાર રીતે ઈઝરાયલ સામે યુદ્ધની ઘોષણા કરી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ (Israel Iran War) છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. ઈરાને ઈઝરાયલ (Israel) પર હુમલો કર્યો હતો તો ઈઝરાયલે પણ 12 સ્થળોએ હુમલો કર્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ખામેનનેઈની (Khamenei) ચેતવણી, ‘યુદ્ધ શરૂ થાય છે’

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ (Iran Israel Conflict) હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનનેઈએ (Ayatollah Ali Khamenei) બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતા લખ્યું કે, યુદ્ધ શરૂ થાય છે. ઈરાન (Iran) અને ઈઝરાયલ (Israel) વચ્ચેનો સંઘર્ષ છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો તો ઈઝરાયલે ઈરાનના (Iran) 12 સ્થળો ઉપર ભીષણ હુમલો કર્યો હતો.

ખામેનેઈએ (Khamenei) લખ્યું, “અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું, અમે તેમના પર કોઈ દયા બતાવીશુ નહીં.” ખામેનેઈની જાહેરાતના થોડા સમય પછી, ઈરાને ઈઝરાયલ ઉપર 25 મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ ઘટનાને બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષના યુદ્ધમાં ફેરવાઈ જવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અગાઉ, ખામેનેઈએ (Khamenei) કહ્યું હતું કે, તેઓ ઝાયોનિસ્ટ શાસન સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. ખામેનેઈનું નિવેદન અને મિસાઇલ હુમલો પુષ્ટિ કરે છે કે ઈરાન હવે ખુલ્લેઆમ યુદ્ધના મેદાનમાં ઉતરી ગયું છે. આ ઘટના બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ચરમ પર પહોંચી ગયો છે.

ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને ખામેનેઈને આપી કડક ચેતવણી

ઈઝરાયલના (Israel) સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે (Israel Katz) ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈને (Ayatollah Ali Khamenei) કડક ચેતવણી આપતા કહ્યું કે જો ખામેનેઈએ ઈઝરાયલ વિરુદ્ધ આ જ રસ્તો અપનાવવાનું ચાલુ રાખ્યું તો તેમનું પણ ઈરાકના (Iraq) શાસક સદ્દામ હુસૈન (Saddam Husain) જેવું જ પરિણામ આવી શકે છે.

કાત્ઝે (Israel Katz) તેમના નિવેદનમાં કહ્યું, “ખામેનીએ યાદ રાખવું જોઈએ કે ઇઝરાયલનો વિરોધ કરનારા સરમુખત્યારનું શું થયું હતું.” તેઓ જેમને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ પછી સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને ફાંસી આપવામાં આવી હતી તેવા ઈરાકના (Iraq) સદ્દામ હુસૈનનો (Saddam Husain) સીધો ઉલ્લેખ કરી રહ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *