Viral Video: વર્તમાન સમયમાં પત્રકારત્વ અને રિપોર્ટિંગના આયામો બદાલાઈ રહ્યા છે. અનેક ટીવી ચેનલોના જમાનામાં કયા સમાચાર સૌથી પહેલા કોણ આપે તેની હરિફાઈમાં પત્રકારત્વની ગરિમા પણ ક્યારેક ઓછી થતી જોઈ શકાતી હોય છે. પત્રકારો માટે આજે સતત દોડાદોડીનો સમય જોવા મળી રહ્યો છે.
પત્રકારોના જીવનમાં ક્યારેક એવી પળ આવી જતી હોય છે જે તેમને લોકપ્રિય અથવા હાસ્યાસ્પદ બનાવી દે છે, ખાસ કરીને જ્યારે ઘણા લોકોની વચ્ચે રહીને રિપોર્ટિંગ કરવાનું હોય ત્યારે આવી સ્થિતિ આવવાની સંભાવના વધારે જોવા મળે છે. આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે આ બાબતની પુષ્ટી કરે છે.

મહિલા પત્રકારે બાળકને ફટકારી થપ્પડ વાયરલ વિડીયો (Viral Video)
આ વાયરલ વીડિયોમાં (Viral Video) એક મહિલા પત્રકાર લાઈવ રિપોર્ટિંગ કરી રહી છે ત્યારેએક નાના બાળક મસ્તી કરતો હોવાનું જોવા મળે છે ત્યારે રિપોર્ટર તેને સહન કરી શકતી નથી અને કેમેરા સામે જ તે બાળકને થપ્પડ ફટકારી દેતી જોવા મળે છે.

વાયરલ વિડિયોમાં (Viral Video) જોવા મળતી મહિલા પત્રકાર સ્થાનિકોની વચ્ચે ઊભી રહીને કેમેરા તરફ જોઈને વાત કરી રહી હતી, ત્યારે એક બાળક રિપોર્ટરને પરેશાન કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. મહિલા પત્રકારને આ બાળકની હરકત સહન ન થતી હોય અને પોતાને અસહજ અનુભવતી હોય તેવું લાગે છે. એવામાં બાળક ફરીથી એવી જ હરકત કરે છે ત્યારે રિપોર્ટર પિત્તો ખોઈ બેસે છે અને પ્રતિક્રિયા દેખાડતા ઓન કેમેરા, કેમેરાની સામે જ બાળકને સટ્ટાક કરતા થપ્પડ ફટકારી દે છે. વાયરલ વિડીયો પાકિસ્તાનનો હોવાનું કહેવાય છે.

આ વાયરલ વીડિયો (Viral Video) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર @gharkekalesh નામના હેંડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડીયો જબરદ્સ્ત રીતે વીડિયો વાયરલ (Viral Video) થયો અને અનેક યુઝર્સે જુદી-જુદી કમેન્ટ કરી હતી. કેટલીક કમેન્ટ કરતા યુઝર્સે લખ્યું કે, “દીદી ગુસ્સામાં છે,” જ્યારે બીજા યુઝર્સે લખ્યું કે, “દીદી એક સેકન્ડ માટે પણ અચકાઈ નહી,” અને તો અન્ય એક કમેનન્ટ માં “કોઈ બકવાસ નહીં, સીધો થપ્પડ,” યુઝર્સે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 31, 2025
વાયરલ વિડીયોમાં (Viral Video) જોવા મળતી ઘટના રિપોર્ટિંગની વર્તમાન સ્થિતિ દર્શાવે છે. આ વીડિયોમાં એ જોવા મળે છે કે રિપોર્ટર થોડી મજાક એક ચોક્કસ મર્યાદા સુધી જ ચલાવી લે છે પરંતુ પછી પ્રતિકાર કરે છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે સામાન્ય લોકો કેમેરાના આગળ રહીને મજા કરતા હોય ત્યારે રિપોર્ટરની સ્થિતિ કેવી થતી હોય છે,અને એક મર્યાદા બાદ રિપોર્ટર પ્રતિસાદ આપે છે. આ વિડીયો પાકિસ્તાનનો હોવાનું કહેવાય છે.

[…] વાર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી […]
[…] કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેમાં કન્નનના સાહસ અને માનવીય […]