જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પણ ચર્ચામાં રહેતા હોય છે. આનંદ મહિન્દ્રા (Anand Mahindra) તાજેતરમાં એક ભારતીય શહેરની સફળતાને બિરદાવતી સ્ટોરી શેર કરી છે. તેમણે ગુજરાત (Gujarat) રાજ્યના મોરબી અને સિરામિક ઈન્ડસ્ટ્રીઝના વૈશ્વિક પ્રભાવને દર્શાવતો એક વીડિયો શેર કર્યો છે. મોરબીની સફળતા અને વિશ્વની ફેકટરી ગણાતા ચીનેન હંફાવતા હોવા અંગેનો વીડિયો જોઈ મહિન્દ્રાએ પોતાનો આનંદ વ્યક્ત કરતા ગુજરાતના મોરબી શહેરને ‘ભારતના બાહુબલી’ તરીકે ગણાવ્યું છે.

આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ શેર કર્યો વીડિયો
આનંદ મહિંદ્રાએ શેર કરેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતનું આ નાનકડુ શહેર સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં વિશ્વ સ્તર પર મોટી ભૂમિકા ભજવી રહ્યુ છે.
Can Indian businesses compete with China?
— anand mahindra (@anandmahindra) March 7, 2025
Maybe we’re not looking in the right places for success stories.
I was delighted to see this video on the ‘Morbi’ effect.
Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.
👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl

મોરબીની ઓળખ આમ તો સિરામિક સીટી તરીકેની છે જ સાથે સાથે મોરબી ગ્લોબલ સિરામિક હબ તરીકે વિકાસ પામ્યું છે. ઉલ્લેખનીય છે કે મોરબી ભારતના સિરામિક પ્રોડક્શનના 90 ટકા હિસ્સેદારી ધરાવે છે. વર્ષ 1930ના દાયકામાં શરૂ થયેલો આ સિરામિક ઉદ્યોગ વિકાસ પામતા આજે આશરે 1000 પારિવારીક માલિકીની ફેક્ટરી ધરાવે છે એટલું જ નહી અત્યારે ચીનનો ટક્કર આપી રહ્યું છે.

મોરબી ભારતનું બિઝનેસ બાહુબલી
મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વના સિરામિક ઉત્પાદનના 13 ટકા પર હિસ્સો ધરાવે છે અને હજારો કરોડ રૂપિયાના ઈન્ડસ્ટ્રીઝમાં યોગદાન કરે છે. આશરે ચાર લાખ લોકોને રોજગારી આપે છે. મોરબીના કારોબારીઓની પ્રશંસા કરતાં મહિન્દ્રાએ કહ્યું કે શું ભારતીય બિઝનેસ ચીન સાથે કમ્પીટ કરી શકે છે? કદાંચ અમે સફળતાની કહાનીઓ માટે યોગ્ય જગ્યા શોધી રહ્યા નથી. મોરબી પ્રભાવ અંગેનો આ વીડિયો જોઈ મને ઘણી ખુશી થઈ.