Burj Khalifa v/s Jeddah Tower
Spread the love

બુર્જ ખલીફા (Burj Khalifa) કરતા પણ ઉંચી બિલ્ડિંગ જેદ્દાહ ટાવરનું બાંધકામ ફરી શરૂ કરવાની જાહેરાત સાઉદી અરેબિયાની કિંગડમ હોલ્ડિંગ કંપની (KHC) એ કરી છે. જેદ્દાહ ટાવરનું બાંધકામ પૂર્ણ થઈ જતા જ તે વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઈમારત બની જશે. મીડિયા અહેવાલો અનુસાર ટાવરના બાંધકામમાં કોંક્રિટ નાખવાનું કામ તાજેતરમાં ફરી શરૂ થયું હતું, જેમાં ઘણા શેરધારકોએ ભાગ લીધો હતો.

જેદ્દાહ ટાવર બુર્જ ખલીફા (Burj Khalifa) કરતા પણ ઉંચુ હશે

સાઉદી અરેબિયામાં બની રહેલી આ ઈમારત બુર્જ ખલીફા (Burj Khalifa) કરતા પણ ઉંચી હશે. આ ગગનચુંબી ઈમારતમી ઉંચાઈ 1,000 મીટર (1 કિલોમીટર) જેટલી હશે ઉલ્લેખનીય છે કે બુર્જ ખલીફા (Burj Khalifa) ની ઊંચાઈ 828 મીટર છે. આ ટાવરમાં એક સાથે એક લાખ લોકો રહી શકશે. આ ગગનચુંબી ઈમારતનું નામ જેદ્દાહ ટાવર છે જેને 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ટાવરમાં હશે લક્ઝરી સુવિધાઓ

જેદ્દાહ ટાવરમાં 157 માળ હશે, તેની ડિઝાઈન ખાસ કરીને તેની ઊંચાઈ સંબંધિત એન્જિનિયરિંગ પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જેદ્દાહ ટાવરમાં લક્ઝરી એપાર્ટમેન્ટ્સ, ફોર સીઝન્સ હોટેલ, ઓફિસ સ્પેસ, શોપિંગ કોમ્પ્લેક્સ અને વિશ્વનું સૌથી ઉંચુ ઓબ્ઝર્વેશન ડેક સામેલ હશે. તેના બાંધકામની જવાબદારી જેદ્દાહ ઇકોનોમિક કંપનીની છે, જે પ્રખ્યાત આર્કિટેક્ટ એડ્રિયન સ્મિથ અને ગોર્ડન ગિલ સાથે મળીને કામ કરી રહી છે.

સાઉદી અરેબિયા શા માટે બનાવી રહ્યું છે જેદ્દાહ ટાવર?

આ પ્રોજેક્ટ સાઉદી વિઝન 2030 હેઠળ આર્થિક વિકાસ અને શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે. તેના નિર્માણથી હજારો લોકોને રોજગારી મળશે અને તે ભવિષ્યમાં દેશ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે.

આ પ્રોજેક્ટ 2013માં શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને કારણે તેને 2018માં બંધ કરી દેવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2024 માં, સાઉદી બિન લાદીન જૂથને $ 1.92 બિલિયનની નવી ડીલ આપવામાં આવી અને ફરીથી કામ શરૂ થયું. તેને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકાય તે માટે બાંધકામ ટીમ દર ચાર દિવસે એક માળ પૂર્ણ કરવાની યોજના પર કામ કરી રહી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *