ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV ની ભારતમાં એંટ્રી થઈ ચુકી છે કર્ણાટકમાં બે કેસ નોંધાયા બાદ આ વાયરસને લઈને ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં નોંધાયો HMPV વાયરસનો પ્રથમ કેસ
ગુજરાતમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો હોવાના અહેવાલ આવ્યા છે. અહેવાલ અનુસાર 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં નોંધાયેલો આ પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે. 2 મહિનાના બીમાર થતા તેના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી જેમાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની અહેવાલ છે. આ HMPV શિયાળામાં બાળકો અને વૃદ્ધોને વધારે સંક્રમિત કરી શકે છે.
#Breaking | 3rd #HMPV case detected in #Gujarat
— TIMES NOW (@TimesNow) January 6, 2025
A 2-month-old infant tests positive for HMPV.
This child is not from Ahmedabad… The baby showed symptoms of cold and cough, after which the family shifted the child to a hospital in Ahmedabad…: @HitenVithalani shares details… pic.twitter.com/cvn3I2DtGE
આરોગ્ય મંત્રીનું આવ્યું નિવેદન
એક તરફ ગુજરાતમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો હોવાના અહેવાલ આવ્યા છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રીઆરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ કે આ એચએમપીવી નવો નથી. આ જુનો જ છે,પરંતુ એ હમણાં ચીનમાં તેને ફેલાવો વધ્યો છે. આપણે તેનાથી ડરવાની જરૂર નથી. આ વાયરસમાં કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ માઇલ્ડ લક્ષણો છે. છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે એને આપણે ફોલો કરીશું. તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી, ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઉભી કરીશું.
HMPV વાયરસને લઇને આરોગ્ય મંત્રીનું નિવેદન
— CNBC Bajar (@CNBCBajar) January 6, 2025
ગુજરાતમાં હજી સુધી એક પણ કેસ નથી નોંધાયો: ઋષિકેશ પટેલ#gujarat #hmpvvirus #rushikeshpatel #symptoms #gujaratinews #gujaratibusinessnews #business #businessnews #cnbcbajar pic.twitter.com/IDcRmzETU4
અન્ય દેશોમાં દેખાયો વાયરસ
ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચિત્ર એવું ઉપસી રહ્યું છે કે ચીન COVID-19 મહામારીના લગભગ પાંચ વર્ષ બાદ એક નવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ચીનમાં ફેલાઈ રહેલા HMPV ના કેસ અન્ય દેશોમાં પણ દેખાવા લાગ્યા છે. જોકે, કોવિડ-19 વખતે જેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મૌન જાળવી રાખ્યું હતું એવી જ રીતે આ વખતે ચીનમાં ફેલાઈ રહેલા HMPVના સંક્રમણ ઉપર ચુપ્પી સાધી રાખી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ હજુ સુધી આ HMPV વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. આ દરમિયાન ચીનના પડોશી દેશોએ તેમના નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે.
ચીનમાં ફેલાઈ રહેલા HMPV ના કેસ અન્ય દેશોમાં પણ દેખાવા લાગ્યા છે. હોંગકોંગમાં પણ HMPVના કેસ નોંધાયા છે. મલેશિયામાં પણ આ HMPVના કેસ નોંધાયા છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને લોકોને HMPV અંગે સાવચેત રહેવા જણાવ્યું છે.