પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે નિધન થયું હતું.
ભુતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હી ખાતે નિધન થયું હતું. આજે સાંજે તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. ડો.મનમોહન સિંહે દેશના વડાપ્રધાન તરીકે બે વખત સેવા આપી હતી. આ પહેલા પણ તેમને નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી દેશે એક મહાન નેતા ગુમાવ્યો છે, જેમના નેતૃત્વમાં ભારતે અભૂતપૂર્વ આર્થિક વિકાસ તરફ કદમ ઉઠાવ્યા છે.
ડૉ. મનમોહન સિંહ ભારતીય રાજકારણના અગ્રણી નેતા હતા અને તેમના નેતૃત્વમાં ભારતે અભૂતપૂર્વ આર્થિક વૃદ્ધિ અને વિકાસ જોયો હતો. 2004 થી 2014 સુધી વડા પ્રધાન તરીકે સેવા આપતા, તેમણે ભારતને એક મજબૂત વૈશ્વિક આર્થિક શક્તિ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના નિધનથી ભારતીય રાજનીતિ અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રે ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
ડૉ. મનમોહન સિંહ 1991 થી રાજ્યસભાના સભ્ય હતા, જ્યાં તેઓ 1998-2004 સુધી વિપક્ષના નેતા હતા. 2004 અને 2009માં કોંગ્રેસ પાર્ટીની ઐતિહાસિક જીત બાદ, તેમણે 22 મે, 2004ના રોજ અને ફરીથી 22 મે, 2009ના રોજ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.