અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય ચીનની ડગમતી અર્થવ્યવસ્થા માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હજુ કાલે જ ચીનને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સ્ટિમ્યુલસ પેકેજનો ડોઝ આપવો પડ્યો છે ત્યારે ટ્રમ્પના નિર્ણયો ચીનને કેટલા નુકશાનદાયક રહેશે તે જીનપિંગ માટે કલ્પનાનો વિષય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયને પરિણામે કથળી રહેલી અર્થવ્યવસ્થાને લઈને ચીનની ચિંતામાં વધારો થયો છે. હાલમાં જ ચીન પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટેના પ્રયાસોના ઉદાહરણ રુપે સ્ટિમ્યુલસ પેકેજ આપી ચુક્યુ છે.
ટ્રમ્પનું અમેરિકાના પ્રમુખ તરીકેનું સત્તારુઢ થવું ચીનના બધા જ આયોજનોને ધરાશાયી કરી શકે છે. અમેરિકામાં ચૂંટણી દરમિયાન પોતાના પ્રચારમાં ટ્રમ્પે ચીનથી આયાત થતા માલ પર વધુ ટેરિફ લાદવાનું વચન આપ્યું હતું. હવે જ્યારે ટ્રમ્પ ચુંટણી જીતી ચુક્યા છે ત્યારે ચીન સહિત સમગ્ર વિશ્વને આશંકા છે કે ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળમાં ચીનથી આયાત થતા સામાન પર 60 ટકા સુધી ટેરિફ લાદી શકે છે. ટ્રમ્પ જો જેની અપેક્ષા છે એ નિર્ણય લેશે તો ચીનના અર્થતંત્ર માટે આકરો અને ભયાનક સાબિત થઈ શકે છે. કદાચ તેથી જ ચીન ઝડપથી પોતાની અર્થવ્યવસ્થાને સુધારવાના પ્રયસોમાં લાગી ગયું હોય તેવું દેખાય છે.
ચીનની આશંકાનો અંદાજ ત્યારે આવ્યો જ્યારે ટ્રમ્પના વિજય બાદ ચીનના સામાન પર ટેરિફ વધારવાના ટ્રમ્પના સંભવિત નિર્ણય વિશે પૂછવામાં આવતા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે વેપાર યુદ્ધથી કોઈને ફાયદો થશે નહીં. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ચીની વસ્તુઓ પર 25 ટકા સુધીની ટેરિફ લાદી હતી. ચીન વિશેના વિષ્લેશક ગણાતા લોકોનું માનવું છે કે આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ કે જો ટ્રમ્પ ટેરિફ વધારવાની વાત કરી રહ્યા છે તો તે તેવું કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરોના બાદ ચીનનો વિકાસ ગંભીર રીતે દર ધીમો પડી ગયો છે. બીજી તરફ ચીન પોતાને મહાસત્તા બનાવવાની મહાત્વાકાંક્ષા ધારવે છે ત્યારે ચીને ઝડપથી પોતાના અર્થતંત્રને મજબૂત કરવાની આવશ્ક્યકતા છે. જોકે ગઈકાલે જે રીતે ચીને પોતાના અર્થતંત્રને ગતિ આપવા સ્ટિમ્યુલસ પેકેજનો ડોઝ આપ્યો છે તે જોતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખતરાને પારખી ગયા છે અને કોઈપણ ભોગે અર્થવ્યવસ્થાને સુધારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કોવિડની શરૂઆત પછી એટલે કે છેલ્લા ચાર વર્ષથી ચીનમાં પ્રોપર્ટી સહિતના ઘણા ક્ષેત્રો મંદીનો સામનો કરી રહ્યા છે. સરકાર પર દેવું વધી રહ્યું છે અને તેની સાથે દેશમાં બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે.
ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં ટેરિફમાં વધારો કર્યો હતો જેની આર્થિક અસરો ચીન ઉપર ગભીર પ્રમાણમાં થઈ હતી. આવમ ટ્રમ્પનો ભુતકાળ જોતા જો ટ્રમ્પ હવે તેમણે ચુંટણી વખતે આપેલા વચન મુજબ ચીનથી આયાત થતા સામાન ઉપર ટેરિફ વધારીને 60 ટકા કરે તો ચીનની ડગમગતી અર્થવ્યવસ્થા માટે ગંભીર અસરો કરનારો હશે, ચિંતાજનક બનશે.
કોરોના સમયગાળા દરમિયાન ચીનમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેના કારણે અર્થવ્યવસ્થાનો દર કથળ્યો હતો. લગભગ બે વર્ષ પછી, ચીને તેના કડક નિયંત્રણો હળવા કર્યા અને અર્થવ્યવસ્થાને સુધારવાની દિશામાં પગલાં લીધા. ત્યારથી ચીન તેની અર્થવ્યવસ્થાને કોરોના પહેલા જેવી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન માટે ચિંતાજનક બાબત એ છે કે પ્રયાસો છતાં ચીનને અર્થવ્યવસ્થાને લગતા સારા સમાચાર નથી મળી રહ્યા. આવી સ્થિતિમાં ટ્રમ્પનું આગમન સળગતા અંગારા પર તેલ ફેંકવા જેવું છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ પણ ચીન માટે તેના વાર્ષિક વિકાસ લક્ષ્યાંકમાં ઘટાડો કર્યો છે. IMF અપેક્ષા રાખે છે કે 2024 માં ચીનની અર્થવ્યવસ્થા 4.8 ટકા વૃદ્ધિ પામશે, જે ચીનના “લગભગ 5 ટકા” લક્ષ્યના નીચા છેડે છે. IMFનું અનુમાન છે કે આગામી વર્ષ સુધીમાં ચીનનો વાર્ષિક વિકાસ દર વધુ ઘટીને 4.5 ટકા થઈ જશે.
2017માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે હવે તેમનો દેશ ઝડપી વિકાસને બદલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર આપવા માંગે છે. સસ્તી વસ્તુઓ વેચવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત ચીન તેની અર્થવ્યવસ્થાને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન ઈન્ડસ્ટ્રીઝ તરફ વાળવાની યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ચીન પોતાની જાતને સંકટમાંથી આસાનીથી બહાર કાઢી શકતું નથી.
લાંબા સમયથી ઓછી કિંમતની ચીજવસ્તુઓ માટે વિશ્વમાં જાણીતું ચીન હવે હાઈ-ટેક નિકાસ દ્વારા એ જ સફળતાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સોલાર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો (EV) અને લિથિયમ-આયન બેટરીના ઉત્પાદનમાં ચીન પહેલાથી જ વિશ્વમાં આગળ છે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અનુસાર, વિશ્વમાં સોલર પેનલના ઉત્પાદનમાં ચીનનો હિસ્સો લગભગ 80 ટકા છે. આ સાથે, તે ઈલેક્ટ્રિક વાહનો અને તેમને પાવર આપતી બેટરીઓનું પણ સૌથી મોટું ઉત્પાદક છે.
અલબત્ત, ચીન આવી વસ્તુઓનો મોટો નિકાસકાર છે, પરંતુ મૂડીઝ એનાલિટિક્સનાં રિસર્ચ ડાયરેક્ટર કેટરીના એલ કહે છે કે અત્યારે સમસ્યા એ છે કે આ વસ્તુઓની આયાત કરતા યુરોપ અને અમેરિકા સહિતના ઘણા દેશો હવે ખરીદીમાં ઘટાડો કરી રહ્યા છે.
આ ચીનની સૌથી મોટી ચિંતા પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો ટ્રમ્પ આવે છે અને ટેરિફમાં વધુ વધારો કરે છે, તો ચીને પોતાને પૂછવું પડશે કે તે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે જે પ્રયાસો કરી રહ્યું છે તે પૂરતું હશે?