Spread the love

અમેરિકાના 50 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે સીટો છે. આ ચૂંટણીમાં કોઈપણ સમયે કોઈની તરફેણમાં પલડુ ફેરવી શકે એવા કુલ 7 સ્વિંગ સ્ટેટ છે. એકલા આ 7 સ્વિંગ રાજ્યોમાં 93 બેઠકો છે. ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ કે કમલાને 270 સીટો જીતવી જરૂરી છે.

કોણ બનશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ ? આ પ્રશ્નનો ઉત્તર ટૂંક સમયમાં મળી જશે. અમેરિકાની ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. પ્રારંભિક વલણોમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે મોટી લીડ મેળવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રારંભિક વલણો અને પરિણામો છે. 2020 માં પણ આવું જ જોવા મળ્યું હતું જ્યારે પ્રારંભિક વલણોમાં, ડોનાલ્ડ ટ્રમ્પે મોટી લીડ લીધી હતી, પરંતુ પરિણામો બિડેનની તરફેણમાં આવ્યા હતા. આવી સ્થિતિમાં વિશ્વના સૌથી શક્તિશાળી ગણી શકાય એવા પદ પર કોણ બેસશે તે ચિત્ર જેમ જેમ દિવસ આગળ વધશે તેમ સ્પષ્ટ થતુ જશે.

અમેરિકાના અલાબામા, અર્કાંસાસ, ફ્લોરિડા, કેન્ટકી, ઈન્ડિયાના, લુઈજીયાના, મિસિસ્સીપી, મિઝોરી, મોન્ટાના, નોર્થ ડેકોટા, નેબ્રાસ્કા, ઓહાયો, ઓક્લાહામા, સાઉથ કેરોલિના, સાઉથ ડેકોટા, કેન્સાસ, ટેનેસી, ટેક્સાસ, યુટાહ, પશ્ચિમ વર્જિનિયા અને વાયોમિંગ જેવા રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે જ્યારે કમલા હેરિસ કોલોરાડો, વરમોન્ટ, ન્યુયોર્ક, રોડ આઈલેન્ડ, ન્યુ જર્સી, મેરી લેન્ડ, મેસાચુસેસ્ટ્સ, ઈલિનોઈ, ડેલાવેર, કનેક્ટિકટ જેવા રાજ્યમાં જીત મેળવી છે. આ લખાય છે ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ 214 અને કમલા હેરિસ 179 ઈલેક્ટરોલ વોટ મેળવી ચુક્યા છે. રાજ્યોમાં હાલમાં ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી રહી છે. અમેરિકાની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની શક્યતા 69% અને કમલા હેરિસની જીતની શક્યતા 31% છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *