Spread the love

  • ગુજરાત રાજ્યના સરેરાશ વરસાદના 94.97% વરસાદ થયો.

  • રાજ્યની કુલ જળસંગ્રહ ક્ષમતાના 69.90% જળસંગ્રહ

  • રાજ્યના કુલ 205 બંધોમાંથી 68 બંધોમા 100% જળસંગ્રહ

  • કચ્છમાં રેકોર્ડ 162.81% વરસાદ

ગુજરાત ઉપર વરસાદની સાર્વત્રિક મહેર


સંપૂર્ણ રાજ્યમાં મેઘમહેર યથાવત છે. શરૂઆતમાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસ્યા બાદ વરસાદે ઉત્તર ગુજરાતમાં મોરચો માંડયો છે એવું ગઈકાલે વરસેલા વરસાદને કારણે લાગે છે. ઉત્તર ગુજરાતના કડી, મહેસાણા, પાટણ, જોટાણા જેવા ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.


રાજ્યમાં સિઝનનો વરસાદ




ગુજરાત રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 34 ઈંચ જેટલો પડતો હોય છે જેની સામે આ વર્ષે હજુ સુધી લગભગ 32% વરસાદ વરસી ચુક્યો છે. બીજી રીતે કહીએ તો રાજ્યમાં સિઝનનો સરેરાશ 94.57% વરસાદ વરસી ગયો છે.


સમગ્ર રાજ્યની ઝોનવાર મેઘમહેર




સમગ્રતયા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોતા મેઘમહેરની સ્થિતિ છે. આ વર્ષે વરસાદે પેટર્ન બદલી હોય એવું જણાય છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત પર અનરાધાર વરસતો વરસાદ આ વર્ષે કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન હોય એવું લાગે છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 86.19% પડ્યો છે જ્યારે કચ્છમાં સિઝનનો 162.81% તથા સૌરાષ્ટ્રમાં સિઝનનો 123.59% વરસાદ વરસી ચુક્યો છે.


રાજ્યના બંધોમાં કુલ જળસંગ્રહ




રાજ્યમાં કુલ 205 બંધોમાં 3,89,179.42 મિલિયન ક્યુબિક ફૂટ પાણી સંગ્રહ થયું છે જે કુલ જળસંગ્રહની ક્ષમતાના 69.90% જેટલો જળસંગ્રહ થયો છે. 120 જેટલા બંધો 90% કરતા વધુ ભરાયા છે ત્યારે 14 બંધ 80% થી 90% જેટલા ભરાઈ ગયા છે. 19 બંધો તેની કુલ ક્ષમતા સામે 70% થી 80% ભરાઈ ગયા છે.


120 બંધો હાઈ એલર્ટ પર મુકાયા




રાજ્યના બંધોમાંથી 120 બંધો હાઈ એલર્ટ પર મુકાયા છે. 14 બંધો એલર્ટ પર તથા 19 બંધ વૉર્નિગ ઉપર છે.


સરદાર સરોવર નર્મદા ડેમની સ્થિતિ


ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના 62.31% જેટલો ભરાઈ ગયો છે. હાલમાં સરદાર સરોવર ડેમ 125.39 મીટર સુધી છલોછલ ભરાયેલો છે અને 1,71,755 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે.


રાજ્યમાં વરસાદની મહેર 100% કરતા વધુ હશે ?


ગુજરાતનું ચોમાસું મોટાભાગે સપ્ટેમ્બર મહિનાના મધ્ય સુધી ચાલતું હોય છે ક્યારેક ક્યારેક ઓક્ટોબર મહિનાને પણ ભીંજવે છે. આ વર્ષ ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં જ સિઝનની સરેરાશ સામે 94.57% વરસાદ વરસ્યો છે અને હજુ સાર્વત્રિક મેઘમહેર ચાલુ રહેતા આ વર્ષમાં એવી આશા સેવાઈ રહી છે આ ચોમાસું 100% કરતા વધુ વરસાદથી ભરપૂર હશે.



Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *