ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 24
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 24
• લોકમાન્ય ટિળકે શરુ કર્યો ગણેશોત્સવ
ડો. બાબાસાહેબ આંબેડકર લોકમાન્ય ટિળક કરતા સાવ જ સામે છેડે વિચારતા હતા. બાબાસાહેબ માનતા હતા કે હિન્દુ-મુસ્લિમ એકતા એટલે મૃગજળ. એકતા સંભવ જ નથી. ડો. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં ભાઇ પરમાનંદની એક પુસ્તિકાનો હવાલો આપીને લખ્યું છે: ‘આ ભૂમિના ગૌરવ તથા સ્વાતંત્ર્ય માટે જે લડ્યા તે પૃથ્વીરાજ, પ્રતાપ, શિવાજી અને વૈરાગીવીરની સ્મૃતિઓને હિંદુઓ ઇતિહાસમાં આદર આપે છે, જ્યારે મુસ્લિમો મહંમદ બિન કાસિમ જેવા હિન્દ પર આક્રમણ કરનારાઓને તથા ઔરંગઝેબ જેવા શાસકને તેમના રાષ્ટ્રીય નેતાઓ ગણે છે.’
દેશમાં રાષ્ટ્રભક્તિનો સંચાર થાય, લોકો જાતિ-પંથ-સંપ્રદાય-પ્રાંત જેવા રોગોથી મુક્ત બની અંગ્રેજ સલ્તનતને ભગાડી મૂકવા સંગઠિત થાય તે દિશામાં કેટલાક નેતાઓએ પ્રયત્નો પણ કર્યા.
આપણા રાષ્ટ્રીય નેતૃત્વની પરખની મુખ્ય કસોટી તેઓ કેટલી હદ સુધી પ્રજામાં વાડાબંધીથી ઉપર ઊઠીને વિશુધ્ધ દેશભક્તિની ભાવનાનો સંચાર કરી શકે એમ છે એ ક્ષમતામાં છે. આ દિશામાં લોકમાન્ય ટિળકે કેટલાય લોકપ્રિય કાર્યક્રમોના શ્રી ગણેશ કર્યા હતા. લાખો લોકોના હૃદયમાં બિરાજતા ભગવાન ગણપતિની સાર્વજનિક પૂજા એમના હાથમાં રાજકીય શિક્ષણનું એક સશક્ત શસ્ત્ર બની ગયું. સાંસ્કૃતિક પરંપરાને એમણે રાષ્ટ્રભક્તિમાં પરિવર્તિત કરી. સામાજિક અને રાજકિય જાગરણનું માધ્યમ ભગવાન ગણેશને બનાવ્યા.
વિશુદ્ધ દેશભક્તિના પ્રચાર સામે ભવાં ચઢાવવાં શરુ થયાં. આને ‘દેશદ્રોહ’ સમજવામાં આવ્યો ત્યારે ગણપતિ મહારાજે રક્ષા કરી અને બે વર્ષના ટૂંકાગાળામાં જ ગણપતિ-પૂજાએ એક લોકપ્રિય રાષ્ટ્રીય સમારોહનું રૂપ ધારણ કરી લીધું. અનેક સ્થળો પર કોઇ પણ ખચકાટ વગર લોકો જાતિ-પંથના ભેદો ભૂલી એક સાથે આ સમારોહમાં ભાગીદાર બન્યાં. મુંબઇના એક પારસી સાપ્તાહિક ‘રસ્ત ગફતાર’ એ લખ્યું છે : ‘શોલાપુરમાં આ વર્ષ (1896) ના ગણપતિ-વિસર્જન સમારોહની ધૂમધામની તો વાત જ શી ! આ પહેલાં કદી આવી ધૂમધામ જોઇ ન હતી, ન તો સાંભળી હતી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે ગણપતિની વંદનામાં હિન્દુઓની સાથોસાથ સ્થાનિક મુસલમાન હર્ષભેર સામેલ થયા. નાસિકમાં હિન્દુ અને મુસલમાન ભેગા થઇને ગણપતિને વિસર્જન માટે લઇ ગયા અને શોભાયાત્રાની આગેવાની એક મુસલમાને કરી.’ આ બંને સ્થળો એ પોલીસે સાંપ્રદાયિક ઝઘડા ભડકાવવાના પ્રયાસ કર્યા, પરંતુ સદભાગ્યે કોઇ અપ્રિય ઘટના બની નહિ.
લોકમાન્ય ટિળકે શિવાજી-જન્મદિવસ સમારોહનું પણ આયોજન કર્યું અને તેના દ્વારા સામાન્ય જનતામાં સ્વરાજ્યનો સંદેશો ફેલાવ્યો.
પરંતુ અંગ્રેજોના મનમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વધતો જતો ભાઇચારો કાંટાની માફક ભોંકાતો હતો. ટિળકના પ્રયાસોને નિષ્ફળ કરવા માટે એમણે નવી નવી ચાલ ખેલવી શરુ કરી દીધી. ટિળક-વિરોધી પ્રચારનો આધાર એ હતો કે તે કટ્ટરવાદી હિન્દુ નેતા છે અને મુસલમાનોનો વિરોધ કરે છે. અંગ્રજોના વફાદાર દૈનિક ‘ટાઇમ્સ ઑફ ઇંડિયા’ એ શિવાજીને ડાકુ ગણાવ્યા અને લખ્યું કે શિવાજીએ દગાથી અફજલ ખાનનો વધ કર્યો હતો. ટિળકની પણ ટીકા કરી કે તેઓ એક ‘મુસ્લિમ વિરોધી’ ને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટિળકને ‘અસંતોષના જનક’ કહેનાર વેલેન્ટાઇન કિરોલએ પણ પોતાના પુસ્તક ‘ઇંડીયન અનરેસ્ટ’ માં ટિળક પર આવા જ પ્રકારનો કાદવ ઉછાળ્યો છે. એણે કહ્યું છે કે ટિળકે જાહેરમાં મુસલમાનોને વખોડી કાઢ્યા છે અને એમને હિન્દુઓના જન્મજાત શત્રુ ગણાવ્યા છે. તેમણે એક ગોવધ-વિરોધી સંસ્થાની સ્થાપના કરી છે. એનો એકમાત્ર હેતુ મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે.’
જોકે ટિળક જેવા નેતાની હિન્દુ-મુસ્લિમ એકતાની વાતોને સામાન્ય મુસલમાન બહુ ગંભીરતાથી લેતો નહોતો. એ કુરાન અને મુલ્લા-મૌલવીઓને વફાદાર હતો. એમના માટે દેશ ગૌણ બાબત હતી. એટલે જ
ડો. બાબાસાહેબ આંબેડકર લોકમાન્ય ટિળક કરતા સાવ જ સામે છેડે વિચારતા હતા. બાબાસાહેબ માનતા હતા કે હિન્દુ-મુસ્લિમ એકતા એટલે મૃગજળ. એકતા સંભવ જ નથી. ડો. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ માં ‘હિંદુઓ અને મુસ્લિમો ગૌરવ કે વિષાદના પ્રસંગોમાં સહભાગી થયા હોય એવી સમાન ઐતિહાસિક પૂર્વ ઘટનાઓ છે ખરી?’ આવો પ્રશ્ન ડો. આંબેડકરે પુસ્તકમાં કર્યા પછી ભાઇ પરમાનંદની એક પુસ્તિકાનો હવાલો આપીને બાબાસાહેબે લખ્યું છે: ‘આ ભૂમિના ગૌરવ તથા સ્વાતંત્ર્ય માટે જે લડ્યા તે પૃથ્વીરાજ, પ્રતાપ, શિવાજી અને વૈરાગીવીરની સ્મૃ તિઓને હિંદુઓ ઇતિહાસમાં આદર આપે છે, જ્યારે મુસ્લિમો મહંમદ બિન કાસિમ જેવા હિન્દ પર આક્રમણ કરનારાઓને તથા ઔરંગઝેબ જેવા શાસકને તેમના રાષ્ટ્રીય નેતાઓ ગણે છે.’ ડો. આંબેડકર આગળ લખે છે:’સમાન ઐતિહાસિક પૂર્વઘટનાઓના અભાવને કારણે હિંદુઓ તથા મુસ્લિમોનું એક રાષ્ટ્ર છે તેવો હિન્દુઓનો મત ખોટો ઠરે છે. તે જાળવી રાખવો એટલે ભ્રમણામાં જીવવું’