Spread the love

  • માસ્ક પહેર્યા વગર ફરતા, ટોળે વળતા લોકો.

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક સ્ટૉલ સીલ કરવામાં આવ્યા.

  • વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી.

અમદાવાદમાં સોશ્યલ ડિસ્ટન્સની પરવા ન કરતો યુવાવર્ગ


કોરોનાનું સંક્રમણ હજુ સંપૂર્ણ રીતે કાબુમાં નથી આવ્યું, છેલ્લા કેટલાક દિવસોથી રોજના 1300-1400 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે છતાં અમદાવાદમાં યુવાવર્ગ સાવ બેફિકરાઈથી માસ્ક પહેર્યા વગર તથા સોશ્યલ ડિસ્ટન્સની ધજ્જિયા ઉડાડતા ટોળે વળવા માંડ્યા છે.


મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેકીંગ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઈવે, ખાણીપીણી બજારો, પ્રહલાદ નગર, સિંધુ ભવન, રીંગ રોડ, લૉ ગાર્ડન વગેરે વિસ્તારોમાં કરેલા ચેકીંગ દરમિયાન જોવા મળેલા દ્રશ્યોના ફોટોગ્રાફ જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી હતી.


મ્યુનિસિપલ કોર્પોરેશનની ચિંતા


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માસ્ક વગર ફરતા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા ટોળે વળેલા લોકો તરફથી ચિંતા વ્યક્ત કરી હતી કે બની શકે ટોળે વળેલા યુવાવર્ગમાં કોઈ કોરોના પોઝિટિવ હશે અને એસિમ્પ્ટોમેટીક હશે તો અન્ય લોકો પણ સંક્રમિત થવાનું જોખમ છે, જે કોઈ પણ કોરોના સંક્રમિત હશે, એસિમ્પટોમેટીક હશે તેનામાં કોવિડ 19 ના લક્ષણો નહીં હોય અને એ ઘેર જઈને પોતાના ઘેર રહેતા વૃદ્ધ વડીલોને સંક્રમિત કરી શકે છે.


રાજ્યના અધિક મુખ્ય સચિવનો નિર્ણય


અનેક સુચનાઓ આપવા છતાં શહેરના નાગરિકો દ્વારા કોવિડ પ્રોટોકોલનો સતત ભંગ કરવામાં આવતા રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં બજારો રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે એવી જાહેરાત કરી છે. જોકે દવાની દુકાનોને આ નિયમ લાગુ પડશે નહીં.


કયા 27 વિસ્તારોમાં બજારો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે


અમદાવાદ શહેરના વિસ્તારોમાં યુવાનો દ્વારા માસ્ક પહેર્યા વગર, સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વિના સમુહમાં ટોળે વળીને કોવિડ પ્રોટોકોલનો સતત ભંગ કરવાને કારણે જે 27 વિસ્તારોમાં બજારો રાત્રે 10 વાગ્યા પછી સદંતર બંધ કરવામાં આવશે તે વિસ્તારો નીચે મુજબ છે.


1. બુટભવાની માતાજીના મંદિરથી આનંદનગર રોડ

2. પ્રહલાદનગર રોડ

3. કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ

4. વાયએમસીએથી કાકે કા ઢાબા ( કર્ણાવતી કલબ રોડ )

5. ઇસ્કોન ક્રોસ રોડથી શપથ 4 અને 5 સર્વિસ રોડ

6. ઇસ્કોનથી બોપલ/ આંબલી રોડ

7. એસ.જી. હાઇવે

8. શીલજ સર્કલથી સાયન્સ સીટી સર્કલ સુધી 200 ફૂટના એસ.પી. રીંગ રોડ ઉપર

9. ઇસ્કોન, આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર

10. સાયન્સ સીટી રોડ

11. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગ રોડ

12. બોપલ/ આંબલી રોડ

13. ઇસ્કોનથી બોપલ/ આંબલી રોડ

14. વસ્ત્રાપુર તળાવના ફરતે

15. શ્યામલ બ્રીજથી જીવરાજ ચાર રસ્તા

16. ડ્રાઇવ ઈન રોડ

17. ઓનેસ્ટથી શ્યામલ ચાર રસ્તા

18. લો ગાર્ડન (ચાર રસ્તા અને હેપી સ્ટ્રીટ, મ્યુનિ. માર્કેટ, પંચવટી સર્કલ)

19. સી. જી. રોડ

20. આઈ.આઈ.એમ. રોડ

21. શિવરંજનીથી જોધપુર ચાર રસ્તા બીઆરટીએસ કોરીડોરની બન્ને બાજુ

22. બળીયાદેવ મંદિરથી જીવરાજ ચાર રસ્તા

23. માનસી સર્કલથી ડ્રાઇવ ઇન રોડ

24. રોયલ અકબર ટાવર પાસેનો વિસ્તાર

25. સાણંદ ચાર રસ્તા શાંતિપુરા ચાર રસ્તા

26. સરખેજ રોઝા/ કેડિલા સર્કલ / ઉજાલા સર્કલ

27. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ.

ઉપરોક્ત વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સ સિવાયની તમામ દુકાનો તથા બજાર રાત્રે 10 વાગ્યા પછી સદંતર બંધ રહેશે.


Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.