- મુઈઝ્ઝુ હાડોહાડ ભારત વિરોધી છે
- મુઈઝ્ઝુ ચીન તરફી ગણાય છે
- ભારત વિરોધ પર ત્રણ પ્રધાનોને પાણીચું આપવું પડ્યું
માલદીવની રાજધાની માલેમાં મેયરની ચૂંટણી એવા સમયે યોજાઈ હતી જ્યારે મુઈઝુ સરકાર પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાની ટિપ્પણીઓને લઈને માલ્દીવ્સના લોકોના નિશાન પર આવી હતી. માલદીવમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભારતની પડખે ઉભા રહ્યા અને ટિપ્પણી કરનારા નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુને મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે રાજધાની માલેની મેયરની ચૂંટણીમાં મુઈઝુની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીમાં ભારત તરફી વિરોધ પક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ મેયરની ચૂંટણીમાં જંગી મતોથી જીત મેળવી છે. મુઈઝ્ઝુ લક્ષદ્વીપ અંગે તેમના પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ વિપક્ષી દળોના નેતાઓએ તેમની ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
મુઈઝ્ઝુની તથા તેમની ચીન તરફી નીતિની હાર
MDP ઉમેદવાર આદમ અઝીમ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને માલેના નવા મેયર તરીકે ચૂંટાયા છે. માલદીવના રાષ્ટ્રપતિ બનતા પહેલા મુઈઝ્ઝુ માલેના મેયર હતા. રાષ્ટ્રપતિ બન્યા પછી, તેમણે મેયર પદ પરથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ અહીં ચૂંટણી યોજાઈ અને મુઈઝ્ઝુની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. સ્થાનિક મીડિયાએ અઝીમની જીતને જનતાના મિજાજની જીત ગણાવી છે અને મુઈઝ્ઝુની તથા તેમની ચીન તરફી નીતિની હાર ગણાવી હતી.
ભારત તરફી ઉમેદવાર મોહમ્મદ સોલિહ જીત્યા
માલદીવ્સની માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) ભારત તરફી નીતિઓ માટે જાણીતી છે તેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ કરે છે. માલદીવમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સોલિહ ચીન તરફી મુઇઝુ સામે હારી ગયા હતા. આ ચૂંટણીમાં ચીનના હસ્તક્ષેપની ચર્ચા પણ છાના ખૂણે ચાલતી રહી છે. મેયરની ચૂંટણીમાં માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) ઉમેદવાર આદમ અઝીમ અને મુઈઝુની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) ઉમેદવાર આશાયત અઝીમા શકુર વચ્ચે મુકાબલો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અઝીમની તરફેણમાં 45 ટકા વોટ પડ્યા હતા જ્યારે અઝીમા શકુરને માત્ર 29 ટકા વોટ મળ્યા હતા.
મેયરની ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું. ચૂંટણીમાં માલદીવ્સની માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને મુઈઝુની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ના ઉમેદવારો સિવાય ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર સૈફ ફાતિહ અને અપક્ષ ઉમેદવારો હુસૈન વાહીદ અને અલી શોએબે પણ ઉમેદવારી નોંધાવી હતી. લગભગ 30 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
મુઈઝ્ઝુ સરકારના મંત્રીઓએ ભારત અને નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી
તાજેતરમાં માલદીવના ત્રણ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરને લઈને સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. માલદીવના નેતાઓની ટિપ્પણી બાદ ભારત અને લક્ષદ્વીપ વચ્ચે તણાવ સર્જાયો હતો. જો કે ભારતના અને ઘરઆંગણે વિરોધ વધતાં મુઈઝ્ઝુએ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
[…] પણ મેળવી શકાય છે. લક્ષદ્વીપ બિલકુલ માલદીવ જેવું છે. પરંતુ અહીં એક એવા પ્રાણીને […]