અમેરિકા અને ચીને એકબીજા પર ટેરિફ લાદીને ટ્રેડ વોર (Trade War) શરૂ કર્યું છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે ભારતને આનો ફાયદો થઈ શકે છે, અમેરિકામાં ભારતીય નિકાસમાં વધારો થવાની ધારણા છે.
મળતી માહિતી મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના પ્રથમ કાર્યકાળ દરમિયાન જ્યારે અમેરિકાએ ચીની સામાન પર ઉચ્ચ ટેરિફ લાદ્યો ત્યારે લાભ મેળવનાર ભારત ચોથો સૌથી મોટો દેશ હતો. નિષ્ણાતોના જણાવ્યુ કે, ‘ભારતને આ ટ્રેડ વોર (Trade War) થી ફાયદો થવાની સંભાવના છે. ભારતમાંથી નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.

યુએસ-ચીન ટ્રેડ વોર (Trade War)થી ભારતને ફાયદો થવાની સંભાવના
નિકાસકારોનું એમ પણ માનવું છે કે આ ટ્રેડ વોર (Trade War) માં ચીનમાંથી આયાત પર અમેરિકા દ્વારા કસ્ટમ ડ્યુટી લાદવાને કારણે ભારતને અમેરિકામાં નિકાસ માટે મોટી તકો મળવાની સંભાવના છે. ટેરિફ લાદવાથી યુએસમાં ચીનની નિકાસ પર અસર થશે. યુએસ માર્કેટમાં ચીનના માલના ભાવમાં વધારો થશે, જેનાથી ચીનના માલની સ્પર્ધાત્મક ઘટશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે, ‘આ પગલાથી ભારતીય નિકાસ માટે તકો ઊભી થઈ શકે છે, કારણ કે યુએસ ખરીદદારો ઊંચા ખર્ચને ટાળવા માટે વૈકલ્પિક સપ્લાયર્સ શોધશે.’

આ ટ્રેડ વોર (Trade War) માં મંગળવારે (4 ફેબ્રુઆરી, 2025) અમેરિકાએ ચીનથી આવતા સામાન પર 10 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો તેના જવાબમાં ચીને પણ અમેરિકા પર ટેરિફ લાદી દીધા છે. કોલસા અને એલએનજી પર 15% અને ક્રૂડ ઓઈલ પર 10% ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકાના આયાતકારોનું માનવું છે કે, ‘અમે ભારતીય નિકાસકારો સાથે વાત કરી અને અમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો. તેમને આશા છે કે અમેરિકા અને ચીનના આ પગલાથી ભારતીય નિકાસમાં વધારો થશે.
એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે ડોનલ્ડ ટ્રમ્પની ગત ટર્મમાં જ્યારે અમેરિકાએ ચીન પર ટેરિફ લગાવ્યા હતા ત્યારે ભારતને તેનો ફાયદો થયો હતો અને અમેરિકામાં ભારતની નિકાસ 57 બિલિયન ડૉલર હતી જે 73 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ હતી. જો કે, અધિકારીએ એમ પણ કહ્યું કે ભારત પણ ઊંચા ટેરિફથી બચી શકશે નહીં. શક્ય છે કે અમેરિકા ભારતથી આવતા કેટલાક સામાન પર ટેરિફ લાદી શકે છે.
US-China trade war to benefit India, say government sources
— ANI Digital (@ani_digital) February 4, 2025
Read @ANI Story | https://t.co/Q9z2FPbhnS#TariffWar #US #China #DonaldTrump pic.twitter.com/VDnNFlONR9